વિશિષ્ટ જન્મ મુબારક

વિશિષ્ટ જન્મ મુબારક - સંજય નરોત્તમદાસ મહેતા, મુંબઈ (દેસલપુર કંઠી)

|| *શ્રી આદિનાથય નમ:* ||
|| *શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:* ||
|| *ઐં નમ: સિદ્ધમ્* ||

જૈન ધર્મના બધા ગ્રંથોનું ઉદગમસ્થાન એટલે *આગમ*

નિગોદથી શરૂ થતી અનાદિ સંસાર પરિભ્રમણની યાત્રાને તેના ગંતવ્ય સ્થાન *(Final destination)* નિર્વાણપદે(મોક્ષ) જે પહોંચાડે છે તે *આગમ*

શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું શાસન જેના સહારે પાંચમા આરાના અંત સુધી ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલવાનું છે તે એટલે *આગમ*

ગણધર ભગવાન જેના રચયિતા છે અને ગચ્છાધિપતિઓ,આચાર્યો અને સર્વવિરતિ ધરો પણ જેના જ્ઞાતા થવા તલસે છે તે એટલે *આગમ*

અતીત,વર્તમાન અને અનાગત ચોવીસીના અનંત તીર્થંકરોને પણ *નમો અરિહંતાણં* ના પહેલાં પદેથી *નમો સિદ્ધાણં* ના બીજા પદે કાયમી આરુઢ કરે છે તે એટલે *આગમ*

શ્રુતજ્ઞાનનો મેરૂપર્વત,સ્વયંભૂરમણ સમુદ્ર અને કલ્પવૃક્ષ એટલે *આગમ*

શબ્દ પુદગલોનો સૌથી પવિત્ર શબ્દ *આગમ*

અનેક વિશિષ્ટતાઓ યુક્ત, અદ્વિતીય, અનુપમ,અજોડ અને અપ્રતિમ એવું જેનું નામ છે ...............

તે *આગમ* ને જન્મદિવસ મુબારક.....

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates