વર્ચુઅલ રક્ષાબંધન

વર્ચુઅલ રક્ષાબંધન - ડૉ. મેહા સંઘવી, ભુજ

‘રક્ષાબંધન’ એ ભાઈ બહેનના અતૂટ પ્રેમની લાગણી વ્યક્ત કરતો સંબંધ છે જેને ‘રાખડી’ ના પ્રતિકસ્વરૂપે એક તાંતણે બાંધવામાં આવ્યો છે. હર વખતની જેમ તહેવારોમાં કંઈક નવિનતા જોવા મળે છે અથવા તો તેની ઉજવણી કંઈક અલગ અંદાજમાં થાય છે. ગયા વર્ષે રક્ષાબંધન અને 15 મી ઓગસ્ટ બંને એક જ દિવસે આવ્યા તો તે પર્વની ઉજવણીનો અંદાજ જ કંઈક અલગ હતો.

આ વખતે રક્ષાબંધનને સેલિબ્રેટ કરવાનો અંદાજ કંઈક અલગ રહેવાનો છે કારણકે આ વખતની રક્ષાબંધન COVID-19 સાથે મનાવવાની છે. હવે આપણી જિંદગી COVID-19 ના સથવારા સાથે જ જીવવાની છે અને જીતવાની પણ છે. COVID-19 આપણો શત્રુ ન ગણતા પણ એક ‘અનએક્સપેકટેડ શોર્ટ ટર્મ ગેસ્ટ’ માનીને ચાલીએ તો વધારે મજા પડશે. આમે પણ આ COVID-19 એ આપણને જિંદગીના કેટલાય કડવા પાઠોનું રસપાન કરાવી દીધું અને સંબંધોના મીઠાસની ધનિષ્ટતા પણ બતાવી દીધી ખરું ને ?

     આ વખતની રક્ષાબંધન નીઅર અને ડીઅર સાથે સાદગીથી મનાવાની થશે. બેની પોતાના હાથની બનાવેલી રાખડીથી પોતાના વીરાની કલાઈને શોભાવશે. આત્માનિર્ભર ભારતના નરેન્દ્રભાઈના વિચારોને અક્ષર સદ્ સાચું કરશે. આમે પણ આ કોરોના સમયમાં બાહર જઈ રાખડી ખરીદવી, પોસ્ટ કરવી, કેટલાંય હાથોમાંથી પસાર થાય તેના કરતા પોતાના હાથની બનાવેલી રાખડીની મજા જ કંઈક ઓર છે. આ વખતે વચ્યુઁઅલ રક્ષાબંધનની ઉજવણી થશે જેવી રીતે ઓનલાઇન શોપિંગ, ઓનલાઇન ટીચીંગ, ઓનલાઇન વેબિનાર-કોન્ફેરન્સ ચાલી રહયા છે તેજ રીતે ઓનલાઇન સેલિબ્રેશન થશે. કહેવાય છે 'નેટવર્કિંગ' નો જમાનો આવી ગયો છે. બસ એ દિવસે ઈન્ટરનેટની સ્પીડ અને ડેટા વધારે જોઈશે. જેથી પોતાના લોકોની પ્રત્યક્ષ તો કદાચ ન પહોંચી  શકીએ પણ વરર્ચુઅલ વિડિયો કોલના માધ્યમે તેની નજીક અને પાસે તો પહોંચી જ શકીએ છીએ. જૂની યાદો - જુના સંભારણાઓને તાજા કરી શકીએ છીએ.

હવે તો આમે પણ વિડિયો બનાવવાનો નવો ક્રેઝ નીકળ્યો છે અને યુટયુબ પર અપલોડ કરવાનો અને એ બહાને ભાઈ-બહેન પોતાના જુના ફોટાઓને - સંસ્મરણોને વિડિયોના માધ્યમે શેર કરશે અને પોતાની લાગણી વ્યક્ત કરશે. માટે આ વખતની રક્ષાબંધન કંઈક અવનવી રહેવાની. જીવનનો દરેક સમય સારો હોય કે નરસો પણ અવશય કંઈક બોધપાઠો આપતો  જાય છે. પણ હા, હોમ મેડ ચોકલૅટ,મીઠાઈની મીઠાસ ને ન ભૂલવી જોઈએ. માટે બેનીઓના કવરો PAYTM ( પેટીએમ ) કે Gpay (ગૂગલપે ) દ્વારા ઓનલાઇન મોકલવામાં આવશે. (પેપરલેસ) અને મીઠાઈ / ચોકલૅટના પાર્સલો ઓનલાઇન ડિલીવરી દ્વારા તેમના ઘરે બેઠા બેઠા જ મળી જશે.

તો ચાલો આપણે સૌ એકમેક ના હિત માં રહીને- સોશ્યિલ ડિસ્ટન્સીગ ના પાલન દ્વારા આ પર્વની ઉજવણી કંઈક નવા જોશ એન્ડ અંદાજ સાથે કરીએ! પણ હા, ખરા અર્થમાં આ પર્વની ઉજવણી ત્યારેજ સાર્થક કહેવાશે જયારે આપણે Covid Warriors ( Doctor-Nurse-Military-Police-Cleaners and all front line Workers). ને રાખડી પહેરાવવા દ્વારા તેમને સન્માનિત કરીશુ કારણકે આ કપરાકાળમાં આપણી ખરેખર સાચી 'રક્ષા' આ બધા Covid Warriors એ જ કરી છે.

જરાક વિચાર કરીએ. 

હેપી રક્ષાબંધન.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates