વિદાય... શબ્દનું સામર્થ્ય એટલું,
ભલભલાની આંખોમાં અશ્રુ એ લાવતું.
પ્રસંગો તો સ્વજનોની વિદાયના અનેક,
મારે કરવી’તી, વાત અહીં એક.
પ્રસંગ આવ્યો દીકરીના લગ્નનો,
સૌની વ્હાલી લાડલીના વિદાયનો.
કહે છે, વસમી હોય વિદાય દીકરીની,
વહાવે અશ્રુ આંખોમાં સ્વજનોની.
પાણી પણ નહીં કલ્પે દીકરીના ઘરનું,
કહેવત આ જૂની ઘરેડનું.
શા માટે? શા માટે? આ વિચારસરણી?
શું દીકરી માતા-પિતાના હૃદયે નથી અંકાણી?
આજે દીકરી -દીકરાના પલડા છે સમાન,
તો આવો, એ વિચારને દઈએ લગામ.
દીકરીના ઘર, હૃદયના દ્વાર, ખુલ્લા છે તમામ,
આ વાતને કરીએ આપણે સલામ.
નથી દીકરીની આજે વિદાય,
તેની છે આપણાથી ફક્ત જુદાઈ.
(કચ્છ ગુર્જરી જુન ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)