વ્હાલનો દરિયો

વ્હાલનો દરિયો - ગીતા હિતેષ શાહ, અંગીયા (ભુજ)

‘દીકરી’ શબ્દ સાંભળતા જ વાત્સલ્યમૂર્તિ, લાગણીશીલ, સહનશીલતાની મૂર્તિ દેખાય છે. જાણે દીકરી વ્હાલથી ભરપૂર દરિયા જેવી લાગે છે. દરિયાનું પાણી જેમ માપી ન શકાય, દરિયાની ઉંડાઈ જેમ તાગી ન શકય. તેમ દીકરીના દરિયારૂપી વ્હાલનાં માપનો તાગ કાઢવો અશક્ય જ છે. માટે જ દીકરીને તુલસીનો ક્યારો કહેવાય છે. જે છોડમાં તુલસી શ્રેષ્ઠ છે તેમ દરેક સંબંધમાં દીકરી સાથેના સંબંધએ શ્રેષ્ઠ સંબંધ છે. આવી દીકરીનો પ્યાર એ અક્ષયપાત્ર સમાન છે જેમ અક્ષયપાત્રમાં રહેલું ક્યારે ખુટતું નથી તેમ દીકરીનો પ્રેમ ક્યારેય ખૂટતો જ નથી. માટે દીકરી એ તો વ્હાલનો દરિયો. તુલસીનો ક્યારો અને પ્યારનું અક્ષયપાત્રની અનુપમ ઉપમાઓ આપી છે.

ઈશ્વરે દીકરી ઘડીને માતા-પિતા પર ઉપકાર કર્યો છે. દીકરી જગતનાં કોઈપણ ખૂણે જશે માતાપિતાના હૃદયથી દૂર ક્યારેય જતી નથી. દીકરી સાથેની મા-બાપના વ્હાલની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. મા-બાપને પુત્રીનું કંઈ જ લેવું નથી અને પુત્રીને પિતા માટે બધું જ આપી દેવું છે. સૃષ્ટિના સજર્નહારે આ સંબંધમાં બંને મુઠ્ઠીઓ ભરીને પ્રેમ ઢોળી નાખ્યો છે. જે દીકરીને વર્ષો સુધી વહાલથી ભીંજવી છે અને તેને દૂર કરવાથી વહાલવર્ષા નવડાવી જાય છે. દીકરીને ભૂલવી એ તો શરીરની ચામડીને ઉભેડી નાખવા બરાબર છે. દીકરી વહાલનો એક એવો દરિયો છે જેને જોતાં જ લાગણી અને સંવેદનાની ભરતી આવી જાય છે. દીકરી એટલે આત્મજા, કાળજાનો કટકો, ઘરનો ઉજાસ, ઘરનો અને માતાપિતાનો આનંદ, ભાઈ-ભાંડુઓની સ્નેહની ધારા.

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates