વેન્ટિલેટર

વેન્ટિલેટર - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ [ કેરળ ]

આજ કાલ હોસ્પિટલો પણ કેવી ? ? ? આધુનિક સાધન સામગ્રીથી સુસજ્જ, ડોકટરે લખેલી દવાઓની દુકાન અને લેબોરેટી પણ ત્યાંજ. જે ખુબજ જરૂરી છે, કારણકે દર્દીને તરત ઈલાજ - પરિક્ષણ - દરેક રોગ માટેનાં ખાસ ડોકટર કે દવા માટે દોડાદોડ કરવી ના પડે.

પંચતારક હોટલ જેવી ભવ્યાતિભવ્ય, અદ્યતન સુખ સગવડથી ભરપૂર આ હોસ્પિટલોની સાહ્યબીને જાહોજલાલી અધધધ છે જેનો તમામ ખર્ચો દર્દીનાં પરિવારજન ઉપર, દરેક રોગનાં પેકેજ હોય, અલગ અલગ હોસ્પિટલમાં અલગ અલગ પેકેજ, જે પેકેજ પોસાય તે લ્યો ! ! !

આ બધું જ ચાલે છે મોટા મોટા ટ્રસ્ટની હોસ્પિટલોમાં, જેને ખોલવા સમયે કહેવામાં આવે કે જનસેવાનાં લાભાર્થે, થોડા સમય પછી અંદરનો નઝારો જ બદલાઈ જાય ... નોકરી કરતા ડોકટરોને કહેવામાં આવે કે . . . એક વર્ષમાં આટલા દર્દી વેન્ટિલેટરનાં, બાયપાસનાં, પેસમેકરનાં, એંજિયોગ્રાફીનાં, ઓપન હાર્ટ સર્જરીનાં . . . દરેક દર્દીને આઈ.સી.યુ.માં તો નાંખવાનો જ, આ ટાર્ગેટ પૂરો કરો તો નોકરી પાકી, મસમોટા પગાર, બિચારા ધૂમ ખર્ચો કરીને ભણેલા આ લાલચમાં ફસાઈ જાય છે પહેલીવાર.

બીજી વાર ફસાય છે. . . જયારે કોઈ ધનવાન વ્યક્તિ આવીને તેમની ટેબલ ઉપર 5 કે 10 લાખ ફેંકીને કહે ''મારા પરિવારજનને જલ્દીથી સાજો કરી આપો, જેટલો પણ ખર્ચો થશે હું આપીશ,''

બસ ખપતું હતું ને વૈદે કહ્યું તેવો તાલ સર્જાઈ જાય, ને નોટો પડાવવાની ખોટી લતમાં પડી, ગરજે ગધેડાને બાપ કહેતાં નથી અચકાતા આ લોકો.

ડોકટરો જાણતા હોય છે કે આ દર્દીને મામૂલી બીમારી છે, દવા થી, આરામ કરવાથી, કસરત કરવાથી, કરી પાડવાથી, સાજો થઈ જશે, પરંતુ સામે જ લાલચ દેખાતી હોવાથી જાત જાત ને ભાત ભાતનાં પરીક્ષણ કરાવડાવે, ઠીક છે આ પરીક્ષણ અમુક સમયે જરૂરી છે, પણ દવાથી વાત બની જાય તો ઓપરેશનનું શું કામ ? ? ?

જાણે છે ડોક્ટર કે આ દર્દી જીવવાનો જ નથી, તો વેન્ટિલેટરનું શું કામ ? ? ? સૌથી વધારે ખર્ચો વેન્ટિલેટરનો આવે એટલે પૈસા કમાવવાની લાલચમાં દર્દીનાં પરિવારજન સાથે રમત આદરે, વેન્ટિલેટરમાં રાખશો તો જીવવાની શક્યતા છે, ઘોર નિરાશામાં અટવાયેલો માનવી આશાનું આ કિરણ જોઈ તરત જ હા પાડી દે, બીજો અભિપ્રાય લેવાનો - પૂછવાનો - વિચારવાનો સમય પણ નથી આપતા આ લોકો, અરે! ક્યારેક તો દર્દી અંદર મરી ગયો હોય જે પરિવારજન જાણતો જ ન

હોય અને ડોકટરો પૈસા ઓકાવી લેતા પણ અચકાતા નથી.

આમાં જો નસીબ સારા હોય તો કોઈ એકાદ સારો - સજ્જન ડોક્ટર કે પારિવારિક ડોક્ટર કાનમાં ફૂંક મારી દે કે '' દર્દી ને ઘરે લઇ જાઓ, હવે કઈ નથી, ધર્મ આરાધના કરાવો. ''અથવા પરિવારના સમજુ વડીલને સદબુદ્ધિ આવે ને કહે ''તમે વેન્ટિલેટરમાં રાખવાને બદલે દર્દીને ઘરે લઇ આવો, ધર્મ પમાડો''. ત્યારે લોકોને તો બસ સગા સંબંધી શું કહેશે? સમાજ શું કહેશે? એવો ડર ! ! ! માન - મરતબો - મોભો જાળવવાનો મોહ, ધનનો અભિમાન, આ બધા કારણો તેમને ત્વરિત નિર્ણય લેવા

નથી દેતા.

અંતમાં એટલું જ કે વેન્ટિલેટરમાં રાખવા ને બદલે ઘરે લઇ આવો, આયુષ્ય હશે તો ઘરમાં પણ જિંદગી મળશે, હા, આપણે આપણાં આપ્તજનની જિંદગી વધારી કે ઘટાડી શકતા નથી, પીડા પણ નથી લઇ શકતા, તો કાંઈ નહિ, અંતિમ ઘડીએ ધર્મ આરાધના કરાવી, મોત સુધારવું તો આપણાં હાથમાં જ છે.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates