નથી ટાઇમનું ટૅન્શન...
નથી ટિફિનની તાણ...
નથી ટેૢનનું ટાવેલ...
સાચે સવાર પડી ગઇ છે?
લોકડાઉન શું થયુ...?
જિંદગીના તાળાની ચાવી બીજી બાજુ ફરી ગઇ.
દેખાય છે પંખીનો ચહેરો
ઉઘડ્યો છે સૂરજનો તડકો
સંભળાય છે તાજગીનો ટહુકો
એક એવો વળાંક
જયાં આપણને કયારે ય પહોંચવુ નહોતું
જયાં પહોંચવાનો કોઈ રસ્તો નહોતો.
જયાં કોઇ પગલાં નથી.
આને જ કદાચ જિંદગી કહેવાય.
ચાલ...જીવી લઈએ.