ટ્રસ્ટના ઈન્કમટેક્ષ રીન્યુઅલ કરવાનો કાયદો

ટ્રસ્ટના ઈન્કમટેક્ષ રીન્યુઅલ કરવાનો કાયદો - સી.એ. દિનેશ રસીકલાલ શાહ / સી.એ. શ્રેયા અતુલ દોશી

ચેરીટેબલ તથા ધાર્મિક ટ્રસ્ટના ઈન્કમટેક્ષ કમીશ્નર પાસે કલમ ૧૨એ, ૧૨એ.એ તથા ૮૦જીમાં ફરીથી રીન્યુઅલ કરવાનો કાયદો તા. ૧લી જૂન-૨૦૨૦થી અમલમાં આવેલ છે તેને સીરીયસ સમજીને અમલમાં કરવાનો રહેશે.

અત્યારના કાયદા મુજબ કમીશ્નર પાસે કલમ ૧૨એ અથવા ૧૨એ.એ.માં રજીસ્ટર કરાવવાથી કાયમ માટે રજીસ્ટ્રેશન મળી જતું હતું સિવાય કે કમીશ્નર સાહેબ ટ્રસ્ટ સાચી પ્રવૃત્તિ કરતું નથી અથવા ટ્રસ્ટના ઉદ્દેશ પ્રમાણે કામ કરતું નથી અથવા બીજા કાયદાઓનો ભંગ કરતું હોય જેનો પ્રભાવ ટ્રસ્ટના ઉદ્દેશ ઉપર પડતો હોય. દા.ત. ફોરેન એક્સેચેન્જ પ્રમાણે પરદેશથી ટ્રસ્ટને આર્ટ-મેડીકલ સાધનો માટે પૈસા મોકલાવેલ પરંતુ અહીં ટ્રસ્ટીઓએ પૈસા ઉઠાવી લઈ કયા ઉદ્દેશ માટે વાપરેલ છે. તે સમજાવી શકતા નથી તો ટ્રસ્ટનું ૧૨એ અથવા ૧૨એ.એ. સર્ટિફિકેટ રદ્દ કરવાનો પાવર સતા છે.

ફાઈનાન્સ એક્ટ ૨૦૨૦ પ્રમાણે દરેક જુના ટ્રસ્ટોએ કમીશ્નર સાહેબ પાસે ૧૨એ.બી. કાયદાની કલમ પ્રમાણે જુના ટ્રસ્ટોએ ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને એ માટે ૩૧મી ઓગસ્ટ-૨૦૨૦ સુધીમાં એટલે કે ૧લી જૂનથી ૩ માસમાં રીન્યુઅલ માટે અરજી કરવી પડશે. જો આપ સમય મર્યાદામાં રીન્યુઅલ નહીં કરાવો તો ટ્રસ્ટને દા.ત. આવક રૂા. ૧ કરોડની છે. રૂા. ૨૦ લાખ ટ્રસ્ટના વહીવટ પેઠે એટલે કે પગાર, ઓફીસ વિભાગ, ઈલેક્ટ્રીસીટી વગેરે માટે ખર્ચાઓ કરેલ છે. રૂા. ૫૦ લાખ ટ્રસ્ટના ઉદ્દેશ માટે એટલે દવા+એજ્યુકેશન તથા આર્થિક સહાય માટે વાપરેલ છે. રૂા. ૩૦ લાખ વધારો છે. જે પાંચ વર્ષમાં વાપરવા માટે ફોર્મ ૧૦માં અરજી કરી ટેક્સ ઓડીટ ૧૦બીમાં કરી ૩૦મી સપ્ટેમ્બર પહેલા ઈન્કમટેક્સ રીટર્ન ભરી દેતા ટ્રસ્ટે ટેક્સ ભરવાની જરૂર પડતી નથી. ટ્રસ્ટે ઈન્કમટેક્ષ રીટર્ન (કલમ ૧૩૯ (૧) સાથે કલમ ૧૩૯ (૪એ) પ્રમાણે ઈન્કમટેક્ષ રીટર્ન ભરી દેવાનું રહે છે. સમયસર રીન્યુઅલ ન કરાવવાથી રૂા. ૫૦ લાખ ટ્રસ્ટના ઉદ્દેશ માટે વાપરેલ છે તથા રૂા. ૩૦ લાખ પાંચ વર્ષ માટે વાપરવાની શરતે જે છૂટ મળે છે. તે મળશે નહીં અને ટ્રસ્ટે રૂા. ૮૦ લાખ ઉપર ૩૦ ટકા ઈન્કમટેક્ષ તથા ૧૦ ટકા સરચાજર્ તથા ૪ ટકા એજ્યુકેશન સેસ ભરવાની રહેશે.

એક વખત અરજી કરી લેતા કમીશ્નર ઓફ ઈન્કમટેક્ષ એક્સેનશન ત્રણ માસમાં જે મહિનાની તારીખથી અરજી આવી હોય તે મહિનો છોડી જે અરજીમાં માંગેલ વિગતો તથા ડોક્યુમેન્ટ આપેલ હશે તો ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન આપોઆપ મળી જશે. અરજી કરવાનું ફોર્મ વગેરેના ફોર્મ નિયમો હજી સુધી આવેલ નથી.

ટ્રસ્ટના રીન્યુઅલ માટે નીચે મુજબની વિગતો આપવી પડશે એવું અનુમાન છે. આ માટે નીચેની વિગતો તૈયાર રાખવા આપને વિનંતી છે.

૧) ટ્રસ્ટનાં બંધારણની કોપી (અત્યાર સુધી ચેરીટી કમીશ્નરની ઓફીસમાંથી સર્ટિફાઈડ કોપી આપવી પડતી હતી.)

૨) દરેક ટ્રસ્ટીઓના નામ, સરનામા, મોબાઈલ નંબર, પાન નંબર, આધાર કાર્ડ નંબર (બંનેની ઝેરોક્સ કોપી રાખવા માટે વિનંતી છે.) ટ્રસ્ટીઓનાં વ્યવસાય, ધંધાની વિગત પણ આપવી પડશે.

૩) ટ્રસ્ટનાં ઓફીસર બેરેટર દા.ત. મંત્રી, ખજાનચી વગેરેની પણ ઉપર મુજબ વિગતો રાખવા.

૪) ટ્રસ્ટના સેટલરની પણ ઉપર મુજબ વિગતો રાખવા વિનંતી છે.

૫) અગર ટ્રસ્ટની પોતાની ઓફીસ ન હોય અને બીજાની ઓફીસમાં કામ કરતું હોય તો એ ઓફીસ જગ્યાના માલિકની સહમતીનો કાગળ જરૂરી છે. તે લઈને રાખશો.

૬) ટ્રસ્ટનો જુના ૧૨-એ રજિસ્ટ્રેશનની કોપી તથા બોમ્બે ટ્રસ્ટ કાયદા પ્રમાણે ચેરીટી કમીશ્નરની ઓફીસનાં સટર્ીફિકેટની કોપી.

૭) ટ્રસ્ટના ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષના ઓડીટેડ એકાઉન્ટસની કોપીઓ.

એક વખત અરજી સાથે બધા ડોક્યુમેન્ટસ હશે તો કમીશ્નર સાહેબ તમને પાંચ વર્ષ માટે રજિસ્ટ્રેશન આપી દેશે. કલમ ૧૨એ.બી. હેઠળ જે તારીખ ૧લી જૂન-૨૦૨૦થી ૩૧મી મે ૨૦૨૫ સુધી અમલી રહેશે અને આ ૧૨ એ.બી. રજિસ્ટ્રેશન પૂર્ણ થાય. એના ઓછામાં ઓછા છ માસ પહેલા ૨ રીન્યુઅલ માટે અરજી કરી દેવાની રહેેશે. મોડી અરજી કરતા એની અસર કેવી થશે, સ્પષ્ટ નથી. પરંતુ જેટલા માસ ઢીલ હોય તેટલા માસ અથવા એક વર્ષ માટે આપણું ટ્રસ્ટ કાયદામાંથી તથા કલમ ૧૧ અને ૧૨ના કાયદાઓથી વંચિત રહી જશે. એટલે કે પાંચ વર્ષ માટે વધારાની આવક વાપરવાની છૂટ તથા ટ્રસ્ટના ઉદ્દેશ માટે વાપરેલ રકમ-આવકને ખર્ચા તરીકે ફાયદો આપવાની છૂટ નહીં મળે અને આ બંને રકમ ઉપર ટ્રસ્ટના આવક ઉપર મેક્સીમમ ટેક્ષ દરે ટેક્ષ ભરવો પડશે.

આપે સમયસર રીન્યુઅલની અરજી કરી હશે તો જે માસમાં આપે અરજી કરી હશે તે માસ છોડી છ માસમાં આપને સર્ટિફિકેટ (૧૨ એ.બી. કલમ હેઠળ આપની અરજી રીન્યુ કરતી વખતે કમીશ્નર ઓફ ઈન્કમટેક્ષ (એક્સેશન નં.) આપતું ટ્રસ્ટ. ટ્રસ્ટના ઉદ્દેશ્ય મુજબ જ કામ કરે છે. આપનું ટ્રસ્ટ સાચું છે. ખોટું કે બનાવટી કે તરકટી નથી તે જોવાની એમને સત્તા છે તથા આપનું ટ્રસ્ટ બીજા કાયદાનો ભંગ નથી કરતું જેની અસર આપના ટ્રસ્ટના ઉદ્દેશ ઉપર પડે છે. જો આપ આ ત્રણ પરીક્ષામાંથી પાસ થશો તો આપના ટ્રસ્ટની બીજા પાંચ વર્ષ માટે રીન્યુઅલ મળી જશે અને કોઈપણ કારણસર આપનું રીન્યુઅલ રીજેક્ટ અથવા કેન્સલ કરી દે તો આપને આ ઓર્ડર સામે ૬૦ દિવસમાં ઈન્કમટેક્ષ ટ્રીબ્યુનલમાં અપીલ કરવાનો હક્ક છે અને એના માટે રૂા. ૫૦૦ની ફી ભરવી પડશે.

નવા ટ્રસ્ટ માટે અથવા નવા ટ્રસ્ટ માટે આપે હાલ અરજી કરેલ છે. એ અરજી નવા કાયદા હેઠળ કલમ ૧૨એ.બી.માં કમીશ્નર સાહેબ આપને, આપ અરજી કરશો એનાં બીજા માસમાં પ્રથમ આપને પ્રોવીઝનલ કલમ ૧૨એ.બી.માં રજિસ્ટ્રેશ મળી જશે જે ત્રણ વર્ષ માટે ચાલશે. આ કલમમાં બીજી શરત છે. આપનું ટ્રસ્ટ ખરેખર ચેરીટીની પ્રવૃત્તિ શરૂ કરી દે તો આવી પ્રવૃત્તિ શરૂ કરતાં છ મહિનામાં ટ્રસ્ટે કાયમી રેગ્યુલર સર્ટિફિકેટ માટે અરજી કરવાની રહેશે અને કમીશ્નર સાહેબ અરજી મર્યાદા (અરજી કરવાનો મહિનો છોડી) છ માસમાં અરજીનો નિકાલ કરવાનો રહેશે. આ અરજીનો નિકાલ કરતાં કમીશ્નરને ટ્રસ્ટના ઉદ્દેશ પ્રવૃતિઓ તપાસવાનો તથા આ ટ્રસ્ટ બીજા કોઈપણ કાયદા ભંગ કરતા આ ટ્રસ્ટના ઉદ્દેશનો ભંગ કરેલ હશે તો કલમ ૧૨એ.બી.માં સર્ટિફિકેટ રીન્યુ નહીં કરી આપે અને ટ્રસ્ટને કલમ ૧૧ તથા ૧૨ના ફાયદાઓ મળશે નહી. એ ટ્રસ્ટે ટોટલ આવકમાંથી ઓફીસ રનીંગ ખર્ચાઓ બાદ કરતા સર્વે રકમ ઉપર ટેક્સ ભરવાનો રહેશે.

આપના ટ્રસ્ટના બંધારણમાં આપે ફેરફાર કરેલ છે જેનાથી ટ્રસ્ટના મુળ ઉદ્દેશ જે ઉદ્દેશના આધાર ઉપર આપને જૂની કલમ ૧૨ એ.એ. અથવા ૧૨ એ.એ. મુજબ આપના કલમ ૧૨એ.બી. હેઠળ રજિસ્ટ્રેશન મળેલ હોય અથવા સંજોગોમાં ફેરફારના ૩૦ દિવસમાં અર્થઘટન આપે એ ફેરફાર કાયદેસરમાં અમલમાં આવી શકે એટલે ચેરીટી કમિશ્નર આપને રજા, પરવાનગી આપે તેના ૩૦ દિવસમાં ટ્રસ્ટના ઉદ્દેશમાં ફેરફાર થયેલ છે એ માટે કમીશ્નરને અરજી કરવાની રહેશે. કમીશ્નર સાહેબ છ માસમાં આપની અરજીનો નિકાલ કરશે, અગર આપની અરજીના મંજૂર કરે તો આપ ૬૦ દિવસમાં કમીશ્નર સાહેબનો ઓર્ડર સામે ઈન્કમટેક્ષ ટ્રીબ્યુનલમાં અપીલ કરી શકો છો અને અપીલ ફી રૂા. ૫૦૦/- છે.

૮૦જીના કાયદામાં થયેલા ફેરફારો

અત્યાર સુધી તારીખ ૧લી ઓક્ટોબર-૨૦૦૯ પછી કાયદામાં ફરક થયેલ. જેમના પણ તા. ૩૦મી સપ્ટેમ્બર-૨૦૦૯ના ૮૦-જી સર્ટિફિકેટ વેલીડ હતા અને એ સમય પછી પૂર્ણ થતા હતા અથવા જેમણે પણ ૧લી ઓક્ટોબર-૨૦૦૯ પછી સર્ટિફિકેટ લીધેલ તેમને કાયમી ધોરણ મળી ગયેલ હતા. સિવાય કે કમિશ્નર સાહેબ ૮૦-જી સર્ટિફિકેટ રદ્દ ન કરે અને એ માટે ખરા કોર્ટ ઈન્કમટેક્સ ટ્રીબ્યુનલના ચુકાદાઓ પણ છે. આ કાયદાની પરિસ્થિતિમાં ૧લી જૂન પછી ફેરફાર થઈ ગયેલ છે. તા. ૩૧મી મે ૨૦૨૦ના રોજ જુના ૮૦-જી પ્રમાણપત્ર પૂર્ણ સમાપ્ત થઈ જશે અને સર્ટિફિકેટ- પ્રમાણપત્ર રીન્યુ કરવા માટે ૧લી જૂન-૨૦૨૦થી ૩૧મી જૂન-૨૦૨૦ સુધીમાં નવા ફોર્મમાં (જે ફોર્મ હજી સુધી આવેલ નથી) તેની અરજી કરવાની રહેશે. આપે આ અરજી તારીખ ૧લી જૂન-૨૦૨૦થી કરવાની છે. તેના માટે આપ નીચે મુજબ તૈયારી કરો.

૧) જૂનું ૮૦જી સર્ટિફિકેટ તૈયાર રાખો.

૨) જૂનું ૧૨-એ અથવા ૧૨એ.એ. સર્ટિફિકેટ તૈયાર રાખો.

૩) ચેરીટી કમિશ્નરનું સર્ટિફિકેટ તૈયાર રાખો.

૪) આપણા ટ્રસ્ટનું પાન કાર્ડ તૈયાર રાખો.

૫) ટ્રસ્ટના બંધારણની કોપી તૈયાર રાખો.

૬) છેલ્લા ત્રણ વર્ષના ફાઈનલ એકાઉન્ટ તૈયાર રાખો.

૭) આપના બેંક ખાતાઓ છેલ્લા ત્રણ વર્ષ તથા ચાલુ વર્ષના પણ તૈયાર રાખો.

૮) આપના ટ્રસ્ટની પ્રવૃત્તિઓની ટૂંકી નોંધ પણ તૈયાર રાખો.

આપ સમયસર ૮૦-જી માટે કરશો. (તા. ૧-૬-૨૦૨૦ થી ૩૧-૮-૨૦૨૦ તો આપને કમિશ્નર સાહેબ જે મહિનામાં અરજી કરી હશે. તા. ૧૦મી જૂન-૨૦૨૦ના અરજી કરી તો તા. ૩૦મી સપ્ટેમ્બર -૨૦૨૦ (એટલે કે ત્રણ માસમાં ૮૦-જી સર્ટિફિકેટ આપને આપી દેશે અને આપને ૮૦-જી સર્ટિફિકેટ ચાલશે અને આપને ૮૦-જી રીન્યુ કરવા માટે ઓછામાં ઓછા છ માસ પહેલા અરજી કરી દેવાની રહેશે એટલે કે ૩૦મી નવેમ્બર-૨૦૨૪ પહેલા રીન્યુઅલની અરજી કરી દેવાની રહેશે. (ટુંકમાં હમણા કોઈપણ તપાસ નહીં થાય) (નોંધ : સમયસર અરજી ન કરવાથી તા. ૧-૬-૨૦૨૦થી ૩૧મી ઓગસ્ટ-૨૦૨૦ની સમય મર્યાદા ચૂકી જવાથી એક અભિપ્રાય મુજબ જેટલા મહિનાની ઢીલ થશે તેટલા મહિના ટ્રસ્ટને ૮૦-જી ડોનેશન લેવાનો કાયદો નહીં મળે એટલું ચોક્કસ છે. કાયદા એકદમ સ્પષ્ટ નથી. કદાચ એક વર્ષ પણ ૮૦-જી સર્ટિફિકેટ ન મળે.)

જુના ટ્રસ્ટના રીન્યુઅલ માટે અરજી કરશો તો, ત્યારે કમિશ્નર સાહેબને તપાસ કરવાનો પૂર્ણ અધિકાર છે. ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાચી અને ટ્રસ્ટના બંધારણ અને ઉદેશ્ય પ્રમાણે છે. ૨(૧૫)નો ભંગ કરતું નથી અથવા બીજા કાયદાઓને ભંગ કરી આપના ટ્રસ્ટના ઉદ્દેશનો ભંગ કરે છે. ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પ્રમાણિકપણે ચાલે છે કે નહીં આ બધું તપાસ કરી છ માસમાં (જે મહિનોઅરજી કરી હોય તે મહિનો છોડીન) આપને ૮૦-જી સર્ટિફિકેટ રીન્યુ કરી દેવામાં આવશે અગર આપે અરજી સમયસર કરી છે તો આપનું જૂનું ૮૦-જીના અવધિ પૂર્ણ થતી હોય તે તારીખ બાદથી પાંચ વર્ષ માટે ૮૦-જી રીન્યુ કરી આપવામાં આવશે (એટલે કે આપણું ૮૦-જી સળંગ રહેશે. વચ્ચે સમયનો બ્રેક નહીં થાય.)

અગર આપની ૮૦-જી રીન્યુઅલ અરજી કમીશ્નર ઓફ ઈન્કમટેક્ષ (એક્સેનશન) રીન્યુ ન કરે અથવા રદ્દ કરી દેતો આના ઓર્ડર સામે ટ્રસ્ટને ઈન્કમટેક્ષ ઓફિસર ટ્રીબ્યુનલમાં ૬૦ દિવસમાં અપીલ કરવાનો હક્ક છે અને આના માટે રૂા. ૫૦૦/-ની ફી ભરવાની રહે છે.

અગર આપ નવું જ ટ્રસ્ટ બનાવેલ છે. આપને કમીશ્નર ઓફ ઈન્કમટેક્ષ (એક્સેન્શન) પાસેથી રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ ટ્રસ્ટના ઉદ્દેશ મુજબ રકમો વાપરી નથી) તો પણ આપ ૮૦-જી માટે અરજી કરી શકો છો, અને કમિશ્નર સાહેબ આપને અરજી કરવાના મહિના બાદ એક માસમાં જ આપને પ્રોવીઝન - હંગામી ધોરણે ત્રણ વર્ષ માટે ૮૦-જી સર્ટિફિકેટ આપી દેશે અને આની સામે બીજી શરત છે કે જેવું ટ્રસ્ટ પોતાની એક્ટીવીટી કાર્યવાહી ટ્રસ્ટના ઉદ્દેશ માટે શરૂ કરે તો આવું કામકાજ શરૂ કરવાના છ માસમં જ ૮૦-જી કાયમી ધોરણે (પાંચ વર્ષ માટે) અરજી કરવાની રહેશે અને કમિશ્નર સાહેબ આપને ટ્રસ્ટના કામકાજની તપાસ કરી ટ્રસ્ટ ઉદ્દેશ મુજબ સાચી પ્રવૃત્તિ કરતું ટ્રસ્ટ છે અને અન્ય કાયદાનો ભંગ કરતું નથી જેનાથી ટ્રસ્ટના મૂળ ઉદ્દેશને ધક્કો લાગે. ઉદ્દેશ વિરૂદ્ધ હોય તો અરજી નકારી પણ શકે છે જેની સામે ઈન્કમટેક્ષ ટ્રીબ્યુનલમાં ૬૦ દિવસમાં અપીલ કરવાનો ટ્રસ્ટને હક્ક છે.

અગર ૮૦-જી સર્ટિફિકેટ કમિશ્નર મંજુર કરે તો પાંચ વર્ષ માટે તે સર્ટિફિકેટ વેલીડ રહેશે.

હાલના સુધારેલ કાયદામાં સમય મર્યાદાઓ આપવામાં આવેલ છે. જો સમય મર્યાદામાં કામ ન થાય તો એની શું અસર થશે. કાયદો ક્લીયર નથી તેની નોંધ લેશો.

આ સાથે ૮૦-જી માટે નવી ટીડીએસ રીર્ટનની પદ્ધતિ દાખલ કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે. જે ટ્રસ્ટે એકાઉન્ટીંગ વર્ષ જેને ફાઈનાન્શીયલ વર્ષ કહેવાય છે જે ૧લી એપ્રિલથી ચાલુ થઈ ૩૧મી માર્ચે પૂર્ણ થાય છે.

નિર્ધારિત સમયમાં મળેલ ૮૦-જી ટ્રસ્ટને ડોનેશન આપનારનું નામ, સરનામું, પાન નંબર કેવી રીતે ડોનેશન આપેલ છે તેનું સ્ટેટમેન્ટ બનાવવું પડશે અને ડોનેશન લેનારને જે નિયમ પ્રમાણે સર્ટિફિકેટ બનાવીને આપવું પડશે અને ડોનેશન આપનારનું લીસ્ટ વિગતો દરેક ડોનેશન આપનારના ૨૬એ.એસ. લિસ્ટમાં આવી જશે. આવું ડોનેશનનું લિસ્ટ ટ્રસ્ટ સમય મર્યાદામાં ફાઈલ કરવાનું રહેશે.

મોડું ફાઈલ કરવાની લેટ ફી તથા દંડ થઈ શકે એવી જોગવાઈ કરવામાં આવેલ છે. નોંધ : કોઈપણ ડોનેશન આપનાર વ્યક્તિ રૂા. ૨૦૦૦/-ની મર્યાદામાં રોકડેથી ડોનેશન આપી શકશે. વધારે રકમ આપનારને ૮૦-જી ક્લેમ કરવાનો હક્ક નહીં રહે.

હવેથી ચેરીટેબલ ટ્રસ્ટ ફોર્મ નંબર ૧૦, ૯ એ, ૧૦ તથા ઓડીટ રીપોર્ટ ૧૦-બી ફોમર્મા ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ફાઈલ કરવાનું રહેશે. પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન મોડામાં મોડું ૩૧મી ઓક્ટોબર સુધીમાં ફાઈલ કરવાનું રહેશે. ઉપર મુજબ સમય મર્યાદા ભંગ કરવાથી ટ્રસ્ટે ટ્રસ્ટની આવક ટ્રસ્ટના ઉદ્દેશ માટે વાપરેલ હોય કે પાંચ વર્ષમાં વાપરવાની કલમ ૧૧ તથા ૧૨માં મળે છે તે મળશે નહીં તેની ખાસ નોંધ લેશો અને આવી રકમ ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવશે તેની નોંધ લેશો.

 

 

(કચ્છ ગુર્જરી મે ૨૦૨૦માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates