થોડામાં ઘણું

થોડામાં ઘણું - ધનસુખ અમરશી મોરબીઆ, દાદર

૧) સ્ત્રીનો જન્મ ત્રણ વાર થતો હોય છે.

૧. પિયરમાં પારણે. ૨. વહુ તરીકે સાસરિયાના બારણે. ૩. જ્યારે તે સંતાનને જન્મ આપે ત્યારે ખાટલે.

૨) જીવનમાં ‘સ’ કારને સ્થાન આપવું.

૧. સ્વચ્છતા, ૨. સાદગી, ૩. સાત્વિકતા, ૪. સ્નેહ, ૫. શિસ્ત, ૬. સંયમ.

૩) કોઈપણ ભોગે એવી વ્યક્તિને ખાસ સાચવી લેજો, જેણે તમને ત્રણ ભેટ આપી હોય!

૧. સાથ, ૨. સમય, ૩. સમર્પણ.

૪) માર્કેટીંગમાં પાંચ ‘પી’ અગત્યના ગણાય.

૧. પ્રોડક્ટ, ૨. પ્રાઈસ, ૩. પ્લેસ, ૪. પ્રમોશન ૫. પેકેજિંગ

૫) લક્ષ્મીનાં પાંચ અપલક્ષણો : ૧. નિદર્યતા, ૨. અહંકાર ૩. તૃષ્ણા, ૪. કઠોર ભાષા, ૫. દુજર્નની દોસ્તી

૬) સેવાનાં છ મૂળ મંત્રો : ૧. સમાજ માટે લડાઈ લડો, ૨. લડી ના શકો તો લખો, ૩. લખી ના શકો તો બોલો, ૪. બોલી ના શકો તો સાથ આપો. ૫. સાથ પણ ના આપી શકો તો, જે લડે છે, લખે છે, બોલે છે, એમને સહયોગ આપો. ૬. અને એ પણ તમારાથી ના થાય તો કોઈનું મનોબળ ના તોડો. કેમ કે ક્યાંક ને ક્યાંક તમારા ભાગની લડાઈ લડી રહ્યા છે.

૭) દુઃખનું કારણ ધર્મનો અભાવ, સુખનું કારણ ધર્મનો પ્રભાવ અને શાંતિનું કારણ પોતાનો સ્વભાવ.

૮) સાંપ્રત સમયમાં સદાચાર નિષ્ઠા જીવનમાં ઝળહળતી રાખવી હોય તો પાંચ (ઋ)ના ફંદાથી બચો.

૧. ફેશન ૨. ફિલ્મ, ૩. ફ્રેન્ડ સર્કલ, ૪. ફ્રીડમ, ૫. ફેસબુક

૯) જીવનના ત્રણ તબક્કા : બાળપણ : સમય અને શક્તિ છે, પરંતુ ધન નથી.

        યુવાની : ધન અને સંપત્તિ છે, પરંતુ સમય નથી.

        ઘડપણ : ધન અને સમય છે, પરંતુ શક્તિ નથી.

૧૦) દરરોજ વાંચો અને ચિંતન કરો.

૧. મરવું જરૂરી છે. ૨. સાથે કંઈ લઈ જવાનું નથી. ૩. જે કરશે તે ભરશે. ૪. જ્યાં મુંઝાઓ ત્યાં જ સુલઝાવો. ૫. જે મળે તેમાં સંતોષ રાખો.

૧૧) લાંબું જીવવું હોય તો- ૧. ખોરાક અડધો કરો, ૨. પાણી બમણું કરો, ૩, કસરત ત્રણ ગણી, ૪. હસવાનું ચાર ગણું. ૫. ઘરવાળાનું કહ્યું સો ગણું કરો.

૧૨) સૌથી સુંદર દવા - હાસ્ય

સૌથી મોટી સંપત્તિ - બુદ્ધિ

સૌથી સુંદર હથિયાર - ધૈર્ય

સૌથી સુંદર સુરક્ષા - વિશ્વાસ અને આનંદની વાત એ છે કે આ બધું મફત મળે છે.

૧૩) જીવનની ઉન્નતિનાં આ છે ત્રણ સોપાન -

૧. પ્રલોભનનો ઈન્કાર  ૨.પીડાનો સત્કાર  ૩. પાત્રતાનો આવિષ્કાર.

૧૪) માનવજીવનમાં કરવા જેવાં ત્રણ કામો -  ૧. પુણ્ય કમાઓ, ૨. પાપને ખપાવો, ૩. ધર્મને આરાધો.

૧૫) પૈસાનાં પણ કેટલાં નામ?

મંદિરમાં આપો તો - દાન                               સ્કૂલમાં આપો તો - ફી

લગ્નમાં આપો તો - ચાંદલો                           કન્યાને લગ્નમાં આપો તો - દહેજ

છૂટાછેડામાં આપો તો - જીવાય ભથ્થું            કોઈને આપો, લ્યો તો - ઋણ (કરજ)              

પોલીસ કે ઓફીસર કરે તે - દંડ            સરકાર લે તે - કર

કર્મચારી મેળવે તે - પગાર                નિવૃત્તિમાં આપે તે - પેન્શન

અપહરણ કરીને માંગે તે - ફિરોતી         હોટલમાં આપે તે - ટીપ

બેંકમાંથી ઉધાર લ્યો તે - લોન             ઓફીસરને છાનામાના આપો તે - લાંચ

કોઈને પ્રેમથી આપો તે - ભેટ     

૧૬. મફતનો રોટલો, નવરાશનો ઓટલો અને રોગનો ખાટલો એ ત્રણે સગા ભાઈઓ છે,

આ ત્રણેની એકની એક બહેનનું નામ ગરીબી છે. આ ચારેય સંતાનોની સગી માતાનું નામ આળસ છે.

૧૭. ૧. સ્ત્રીની ઉંમર,          ૨. પુરુષનો પગાર.

 

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates