તરસ - એક લઘુકથા

તરસ - એક લઘુકથા - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ (પત્રી)

એક ડૉક્ટર મમ્મીના ચાર વર્ષના પુત્રને આયા જ સંભાળતી..

પુત્રને હમેશા માંની મમતાની તરસ રહેતી..

એ આયા સાડા ચાર વર્ષના પુત્રને સાસુ પાસે મૂકીને કામે આવતી. એના પુત્રને પણ માંના પ્રેમની તરસ હતી...

આયાનો પુત્ર ક્યારેક સાથે મેડમના ઘરે જાય તો એની મમ્મી મેડમના પુત્રને સોનુ બાબા ખાના ખા લો, જ્યુસ પી લો, ગુડ બોય ગુડ બોય... વગેરે બોલતી.. એ સાંભળતો.... એવું બધું મમ્મી મને કેમ નથી કહેતી વિચારતો... એની મમ્મી કહેતી મજબૂરી છે.. પૈસા મળે છે... 

પૈસાથી જ પ્રેમ મળે? કોમળ મન વિચારવા લાગ્યું..

એ નાના બાળની પણ મમતાની તરસ ઘટવા લાગી અને પૈસાની તરસ વધવા...

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates