આપણા જૂના મહોલ્લામાં પણ WiFiનું એક ટાવર હતું. પેલો એકલો અટૂલો લાઈટનો થાંભલો. ત્યાં જ આપણે બધા ચેટીંગ કરતા હતા. ને ફૂટપાથ પર ઓનલાઈન બેસતા હતા. એકબીજાની વાતો લાઈક કરવા પીઠ પર ધબ્બા મારતા હતા.
કોમેન્ટ્સ તો એટલી બધી થતી કે, મહોલ્લાવાળા પણ ઘરમાંથી ડોકિયાં કાઢીને જોતા હતા.
ફર્ક બસ એટલો જ હતો કે હાથમાં મોબાઈલના બદલે એકબીજાના હાથ હતા.
(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)