તહેવાર... જીવન જીવવાની જડીબુટ્ટી

તહેવાર... જીવન જીવવાની જડીબુટ્ટી - રાખી બીરજુ ગાંધી, ગાંધીધામ

ભારતીય સંસ્કૃતિનું સૌથી મજાનું પાસું છે તહેવારો. પ્રસંગો અને ઉત્સવો. સામાજિક, ધાર્મિક, રાજકીય. કોઈપણ પ્રસંગ હોય અહીંની પ્રજા જ ઉત્સવપ્રેમી છે.. પણ હવે તહેવાર આઉટીંગ કરીને ઉજવાય છે. ૨-૩ હોલી ડે હોય એટલે હિલસ્ટેશન અથવા બીચ.. ભલે એની પણ અલગ મજા છે પણ તહેવારની ઉજવણીનો આનંદ અનેરો છે.

રોજબરોજના કાર્યોને ભૂલી આનંદથી ઉત્સવના વધામણાં કરવા અને હળવી પળો માણવી. કુટુંબ, મિત્રો સાથે સમય પસાર કરવો. મસ્તી મજાથી તરબોળ ક્ષણો.. એ જ તહેવારની મજા. એ જ જીવનની ઊર્જા, એ જ આનંદની જડીબુટ્ટી..

આ તો થઈ કલેન્ડરના તહેવારોની વાત.. જે બધા માટે ઉત્સવ છે.. ખરેખર આનંદની પ્રત્યેક પળ.. સફળતાની હરેક ક્ષણ એક ઉત્સવ છે.. આ ઉત્સવો જ જીવવાનું ધ્યેય છે.

મારે આજની ઘડી છે રળિયામણી. અહીં મારો લેખ છપાય છે એ પણ મારે મન ઉત્સવ જ છે.

આકાશમાં પતંગના રંગ ભરવા, હોળીથી હૈયાના રંગ ભરવા, વરસાદમાં પલળવું અને માટીની સુવાસના ઉચ્છવાસમાં રંગ ભરવા.. દિવાળીના દિવાથી રોશનીના રંગ ભરવા.. વગેરે વગેરે.. આ જ જીવનનો આસ્વાદ છે. તહેવારો જીવનનો હર્ષોલ્લાસ છે. શક્તિનો સંચાર છે. હૃદયનો આનંદ છે.. મને શોખ નથી એમ કહી ને ન ટાળો જિંદગીની આ જડીબુટ્ટીને મન ભરીને માણો...

 

 

 

(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates