આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી આ બધા સૂત્રો આપણા જીવનમાં વણી લેવા જોઈએ.
જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય, લક્ષ્મીજીનો વાસ હોય. સ્વચ્છતા અભિયાનમાં મારું પૂરેપૂરું યોગદાન આપીશ અને બીજા લોકોને પ્રેરણા આપીશ.
આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના ૧૪૫વાં જન્મદિવસે ૨ ઑક્ટોબર ૨૦૧૪માં શરૂઆત કરી હતી. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ એક સ્વચ્છ ભારત બનાવવા માટે એક સ્વપ્ન જોયું હતું અને તેને સાકાર કરવા ઘણા કઠિન પ્રયાસો કર્યા હતા. રાષ્ટ્રપિતાના આ સપનાને સાકાર કરવા માટે ભારત સરકારેે સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે ઉત્તરપ્રદેશની સરકારના કાર્યાલયોમાં સફાઈ સુનિશ્ચિત કરવા માટે પાન ગુટખા અન્ય તમાકું ઉત્પાદન પર પ્રતિબંધ લગાવ્યો હતો.
જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત રીતે સફાઈ થવી જરૂરી છે. ઘરના આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવા જરૂરી છે તે માટે હું એક સ્વચ્છતા કેળવણી માટે બહેનોનું મંડળ બનાવીશ અને હું તથા દરેક બહેનો સાથે મળીને સફાઈ કરાવીશું. નગરપાલિકાની ગાડી બોલાવી કચરો ભેગો કરાવી અને તેમાં નખાવી દવા છંટાવશું જેથી વરસાદ આવે તો રોગચારો ફાટે નહીં, મચ્છર ન થાય, જીવજંતુઓનો ઉપદ્રવ ન થાય અને એપાર્ટમેન્ટમાં ઉપરથી નીચે બહેનોએ ઝભલામાં એકવાર કચરો ભરી ફેંકવો નહીં જે ફેંકશે તેના માટે દંડ રાખીશું.
દરેક ગલી ગલીમાં પણ જઈને પ્રચાર કરીશું કે કચરોને એંઠવાડ જ્યાં ત્યાં ફેંકશો નહીં. શ્રમશિબિરો અને સામુહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે એ યજ્ઞ કાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે. સફાઈ પ્રવૃત્તિમાં લોકોનો સાથ-સહકાર પણ એટલો જ જરૂરી છે. લોકોને જાગૃત કરીશ તો સ્વચ્છતા જાળવી શકાશે.
હું ટી.વી., રેડીયો અને વર્તમાનપત્રો જેવા પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરીશ. દરેક મંડળોમાં, સંસ્થાઓમાં જઈ જઈને સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો બનાવીને અમલ કરાવીશ. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવીશ. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરીશ.
‘સ્વચ્છ ભારત સુંદર ભારત’ ‘સ્વચ્છતા લાવો રોગ ભગાવો.’
દરેક સંસ્થાઓ અને મંડળની બહેનોને એકસૂત્ર આપ્યું છે આપ પણ ત્રણ જણને આ સ્વચ્છતા અભિમાન માટે શેયર કરો. આમ કરવાથી આપણું ગામ સ્વચ્છ બની જશે. પેટ ગરબડ હોય તો બીમારી થાય, દેશ ગંદો હોય તો રાષ્ટ્રનો વિકાસ ન થાય તો ચાલો આપણે સહુ સાથે મળીને ગંદકીને ભૂતકાળ માની અને સ્વચ્છતાને વર્તમાન મનાવીએ ત્યારે કહી શકશું કે મેરા દેશ મહાન.
રસ્તે ચાલતાં કચરો ફેંકવો, ગાર્ડનમાં જઈ ખાઈ-પીને જ્યાં ત્યાં કાગળીયા, ખાવાનું ફેંકવું, પાણીની બોટલો ઠંડા પીણાની બોટલો ફેંકવી તે રોકશું અને જગ્યા જગ્યાએ ડસ્ટબીન રાખશું જેથી નગરપાલિકાના કર્મચારી તે લઈ જઈ શકે. સ્કૂલોમાં, કૉલેજોમાં જઈ જઈને સ્વચ્છતા માટે પ્રયાસ કરીશ અને સ્વચ્છતા અભિયાન માટે હું મારું પૂરું યોગદાન આપીશ.
ગાર્ડનમાં, થિયેટરોમાં, સ્કૂલો, કૉલેજોમાં તથા દરેક જગ્યામાં જઈને ડસ્ટબીન રખાવીશ, સ્વચ્છતા અભિયાન વિશે સૂત્રો લખાવીશ અને સ્કૂલમાં સ્વચ્છતા અભિયાન વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરી સ્વચ્છતા વિશે જાગૃતિ લાવીશ.
* ‘ઐસા દીપ જલાઓ કિ કભી બુઝે હી નહીં,
ઐસા ફૂલ ખીલાઓ કિ કભી મુરઝે હી નહીં,
સુલઝાકર અપની હર ચેતના કા તાર,
સ્વચ્છતા મિલકર ઐસી લાઓ કી કભી ગંદકી હો હી નહીં.’
* ‘સુનો ક્યા કહતી હૈ આત્મા, કુડે કચરે કા કરો ખાત્મા.’
* Green City, Clean City, My Dream City.'
* હમ સબકા એક હી નારા સાફ-સુથરા હો દેશ હમારા.
* સ્વચ્છતામેં ઈશ્વર રહતા હૈ, મેરા શહર સાફ હો,
ઈસમેં હમ સબકા હાથ હો, સ્વચ્છતા કા દીપ-
જલાએંગે ચારો ઓર ઉજિયાલા ફેલાયેંગે.
(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; પ્રથમ વિજેતા)
(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)