સ્વભાવ

સ્વભાવ - ઝયોતિકા અશોક મહેતા (કલીકટ)

કુદરત ની આ સૃષ્ટિ માં જડ કે ચેતન દરેક ને પોતાનો સ્વભાવ હોય. જન્મ થી જ લોહી માં વણાયેલો હોય. સારો પણ હોય ને ખરાબ પણ હોય. તે જલ્દી થી બદલાઈ ન શકે, પણ જો તેને મઠારવા માં આવે તો અદભુત કળાકૃતિ જરૂર બનાવી શકાય. 

જડ નો જે સ્વભાવ છે તે બદલી શકવાની શક્યતા જ નથી તેના થી ચેતન ને નુકશાન થાય તો તે સ્વીકારવાની બુદ્ધિ જીવ માં હોય જ. જડ ને  કંડારી અનમોલ કૃતિ બનાવવા માં માનવી પાવરધો છે. 

જેમકે પહાડ નો સ્વભાવ તટસ્થ રહેવાનો છે પણ માનવી ને પહાડ ની બીજી  તરફ જવા માં તકલીફ થાય છે તો તે રસ્તો બનાવી લેશે ને આગળ વધી જશે. પત્થર અડગ જ રહેવાનો. 

કુદરતી મુસીબતો થી બચવા માનવી તે પત્થર ને કંડારી ઘર બનાવશે, કળાકૃતિઓ નું સર્જન કરશે. આવું તો કંઈ કેટલુએ  . . . 

દરેક જીવ પાસે એવી સમજણ ન પણ હોય કે પોતાના ખરાબ સ્વભાવ થી બીજા જીવ ને તકલીફ ન આપવી જોઈએ, હા, તેને કેળવી ને ખરાબ સ્વભાવ ની માત્ર માં ઘટાડો જરૂર કરી શકાય જેથી બીજા જીવ ને નુકશાન ન થાય. 

આ સૃષ્ટિ માં માત્ર ને માત્ર માનવી જ એક એવો જીવ છે જે બધું જ જાણતો હોવા છતાં પણ પોતાની ઈચ્છા પૂર્તિ માટે જીદ કરી ખરાબ સ્વભાવ ને  બદલવા તૈયાર જ નથી. અહં ને પોષવા, વટ ને નિભાવવા, દાદાગીરી કરવા એવા ત્રાગા કરે છે કે તે વિચારતો નથી, દેખતો નથી, સમજતો નથી, અહેસાસ પણ નથી થતો કે તેની 

આસપાસ ની તેની પોતાની જ વ્યક્તિ કેટલી વેદના વગર કારણે ભોગવે છે ? ? ? 

આપ્તજન ! ! ! તેઓ પણ પોતાના પરિવારજનો ના સ્વભાવ થી મળતી વેદના ને હસતે મુખે સ્વીકારી લે છે , સહન પણ કરે છે ને તેમાં જ ખુશ રહેવાનો અને રાખવાનો સતત પ્રયત્ન કર્યા જ કરે છે.

કોઈ પણ જાત ની ફરિયાદો વગર. આ છે ભારતીય સંસ્કૃતિ  . . . 

પણ ક્યાં સુધી ? ? ? શું નથી લાગતું કે અહમ - વટ ને થોડી સીમા રેખા હોવી જ જોઈએ જો માનવી સમજદાર હોય તો  . . . જીદ - વટ ને અટકાવી, સ્વભાવ ને સમય - સંજોગ - પરિસ્થિતિ - સ્થળ અનુસાર કેળવી લે તો, દરેક ઘર માં નંદનવન જરૂર બને . . 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates