સુપ્રભાતમ્‌

સુપ્રભાતમ્‌ - ધનસુખ એ. મોરબીઆ, દાદર

સાજન

જન્મ આપ્યો છે, તે જ જીવાડશે, ચિંતા નથી,

તકલીફ આપી છે, ઉપાય આપશે, ચિંતા નથી.

આપણી સાફ નિયત અને મહેનત,

એ જ આપણા કર્મના ફળ લાવશે, ચિંતા નથી.

શ્રદ્ધા, ભરોસો નથી ખૂટ્યાં, નહીં જ ખૂટે,

આપણી જિંદગીમાં સુખ આવશે ચિંતા નથી.

ભલે લાગે કે જગતમાં દુઃખ વધુ, સુખ ઓછું,

સર્વત્ર ખુશીઓની મોસમ જામશે, ચિંતા નથી.

એ દયાળુ છે અને રહમ કરવાવાળો છે બેશક,

‘સાજન’ બધા માટે દુઆ માંગશે, ચિંતા નથી.

 

***

વાહ રે જિંદગી

રૂપિયાની ભૂખ એવી લાગી કમાવા નીકળી ગયા,

જ્યારે રૂપિયા મળ્યા ત્યારે સંબંધો હાથથી જતાં રહ્યાં, વાહ રે જિંદગી.

સંતાનો સાથે રહેવાનો સમય ના મળ્યો અને

જ્યારે સમય મળ્યો ત્યારે સંતાનો રૂપિયા કમાવા નીકળી ગયા, હાય રે જિંદગી.

જિંદગીની અડધી ઉંમર સુધી રૂપિયા કમાવા આ શરીરને ખરાબ કર્યું,

અને બાકી અડધી જિંદગી એ જ રૂપિયાને,

શરીર સારું કરવા વાપર્યા, અંતે શરીર ના રહ્યું, ના રૂપિયા,  વાહ રે જિંદગી વાહ.

સ્મશાનની બહાર લખેલ હતું,

મંઝીલ તો તારી આ જ હતી, પણ સમય નીકળી ગયો આવતાં આવતાં,

શું મળ્યું તને આ રૂપિયામાં તારાએ જ તને બાળી નાખ્યો, જાતાં જાતાં. વાહ રે જિંદગી !

***

દિવસની શરૂઆત કરો ત્યારે આ વાક્ય બોલો -- I am the Best.

દિવસની શરૂઆત કરો ત્યારે આ વાક્ય બોલો - I Can Do It.

દિવસની શરૂઆત કરો ત્યારે આ વાક્ય બોલો - God is Always with Me.

દિવસની શરૂઆત કરો ત્યારે આ વાક્ય બોલો - I am a Winner.

દિવસની શરૂઆત કરો ત્યારે આ વાક્ય બોલો - Today is my Day!

**

યાદ રાખો

૫૧ વર્ષ પછીનાં દરેક વર્ષ બોનસ છે.

૬૧ વર્ષ પછીનાં દરેક વર્ષ બક્ષીસ છે.

૭૧ વર્ષ પછીનાં દરેક વર્ષ ઉપહાર છે, અને

૮૧ વર્ષ પછીનાં દરેક કલાક પ્રસાદી છે.

અવસ્થા આવતાં પહેલાં વ્યવસ્થા કરી લો,

તેમને વિશાદ કરવાનો અવસર નથી આવતો.

**

જીવનમાં ઉતારવા જેવા છ દિશા સૂચનો :-

૧) જ્યારે તમે એકલા હો ત્યારે તમારા વિચારોને કાબુમાં રાખો.

૨) જ્યારે તમે મિત્રો સાથે હો ત્યારે તમારી જીભને કાબુમાં રાખો.

૩) જ્યારે તમે ગુસ્સામાં હો ત્યારે તમારા મગજને કાબુમાં રાખો.

૪) જ્યારે તમે સમુહમાં હો ત્યારે તમારી વર્તણુંકને કાબુમાં રાખો.

૫) જ્યારે તમે મુશ્કેલીમાં હોય ત્યારે તમારા મનોભાવને કાબુમાં રાખો

૬) જ્યારે ઈશ્વરનાં આશીર્વાદ તમારા પર હોય ત્યારે અભિમાનને કાબુમાં રાખો.

**

આ તો માણસ છે

મોટો થાય એટલે બાળપણ ભૂલે,

લગ્ન થયા પછી મા-બાપને ભૂલે,

બાળકો થયા પછી ભાઈઓને ભૂલે,

શ્રીમંત થયા પછી ગરીબીને ભૂલે, અને

વૃદ્ધ થયા પછી પૈસાને ભૂલીને -

ભૂલાયેલાને યાદ કરે,

આ કલા ફક્ત માણસ પાસે જ છે!

 

 

(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates