સુખનું સરનામું

સુખનું સરનામું - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

સુખનું સરનામું શોધવા તું, આખી જિંદગી દોડ્યા રાખે..

આગળ જવાની આગમાં, જીવન જીવવું તું ભૂલ્યા રાખે..

મંજિલ, પૈસો સઘળું મળે તોય, ક્યાંક સંતોષ જેવું ખૂટ્યા રાખે..

અસ્પષ્ટ છે આ સુખનું ચિત્રપટ, મન મંદિરમાં ઝાંકીને જો.

ઈચ્છાઓના ઘોર જંગલમાં, એક તુલસીનો છોડ વાવીને જો.

પરિવાર માટે સમય ન મળ્યો, સાથે રહી સંગાથ માણીને જો..

સંતોષ શેમાં છે, કર આંતર ખોજ, સુખ મળશે જ, કર નિરંતર શોધ.

 

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates