સદ્ગુણોની ખરીદી

સદ્ગુણોની ખરીદી - રોશની ગૌતમ શાહ, વર્ધમાન નગર (ભુજ)

લોકડાઉનનો ત્રીજો તબકકો શરૂ થઈ ગયો છે. આપણી કોરોના વાઈરસ વિરોધી ઝૂંબેશ ચાલુ છે. આપણે સૌએ આ સ્થિતિમાં રહેવાનું ધીરે ધીરે સ્વીકારી લીધુ છે. આ મહામારી નાબૂદ થતાં અને ફરી સ્થિતિ સામાન્ય થતાં હજુ સમય લાગશે. સ્વરક્ષણ માટેના નિર્દેશોનું પાલન આપણે સૌ કરી રહયા છીએ. વિશ્વના દરેક દેશના તમામ ડોકટર,નર્સ,પોલીસકર્મીઓ અવિરત સેવા આપી રહયા છે. આ મહામારી રોકવા માટે મેડીકલ સાયન્સ શોધ કરી રહયુ છે. આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આ સ્થિતિ માટે આપણને સમયે–સમયે ટેલિવિઝનના માધ્યમથી નિર્દેશ આપી રહયા છે. તેઓની સરકાર તરફથી અનેક તકેદારીઓ,સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. યુધ્ધના ધોરણે બચાવની કામગીરી ચાલુ છે. લોકો ધરમાં જ રહી એકબીજાના સંપર્કમાં ન આવવું, વધારે ભીડ કરીને સાથે રહેવાનું ટાળવું વગેરે બાબતો સાવચેતીના પગલાંરૂપે અમલમાં મૂકી રહયા છે. શ્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને સંબોધીને આ બાબતે આત્મસંયમ કેળવી પોતાની સુરક્ષા દ્વારા અન્યોની સુરક્ષા એ પ્રમાણે સૌના સાથ સહકારની અપેક્ષા સાથે નિવેદન કર્યુ છે.

જીવનજરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે અમુક સમય ધરની બહાર જવાની છૂટ મળતા હું પણ ખરીદી કરવા માટે નીકળી. જરૂરત પ્રમાણે વસ્તુ લીધી અને ધેર જવાના રસ્તે પગ ઉપાડયા. ત્યાં તો મારી નજર એક અનોખા સ્ટોર પર ગઈ જયાં લખ્યું હતું અહીં બધુ મફત મળશે. પછી તો હું પણ અંદર ગઈ, જોયું તો જીવનજરૂરી સદ્ગુણો ત્યાં મળતા હતા. જે આવા કપરા સંકટના સમય માટે જરૂરી હતા. મેં થોડી સમજણ અને ધીરજ લીધા. તેના થકી જ આપણે આ સમયનો સામનો કરી શકશુ. ત્યારબાદ મેં થોડી શ્રધ્ધા અને હિંમત પણ લીધી. ઈશ્વર પર શ્રધ્ધા રાખી હિંમતથી આ પરિસ્થિતિ સામે લડવુ જરૂરી હતુ. પ્રાર્થના અને દયા કરુણા મળતા હતા. એ પણ જરૂરી છે પરસ્પર જીવો માટે બસ,એમ વિચારી એ પણ લીધા. બીજુ પણ ધણું બધુ હતુ પણ ત્યાં જ દુકાનદારે આવીને મારી સામે સ્મિત કરતા કહયુ,અત્યારે આ સ્ટોર બંધ થાય છે તમે ફરી કયારેક આવજો. હા સંયમ લેવાનુ ભૂલતા નહીં. મને થયુ આત્મસંયમ પણ જરૂરી થશે. કારણ સતત એકધારી પરિસ્થિતિમા રહેતા વ્યકિતનુ મન વ્યથિત થઈ જાય, બેબાકળુ થઈ જાય એ સ્વાભાવિક છે, માટે મે સંયમ પણ લીધું. અરે...! પણ આ શું હું સફાળી જાગી ગઈ. આ સપનું હતું કે સચ્ચાઈ...? કે પછી મારા મનની લાગણીઓ કે વિચારો....! પણ મને લાગ્યું કે જાણે મારા મનની ઝોળી ખરેખર ભરાઈ ગઈ છે. હું પણ આ વૈશ્વિક સંકટ સામે લડવામા મારું યોગદાન આપવા સમર્થ બનીશ. બની ગઈ...

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates