સોસાયટીના નોબોલ

સોસાયટીના નોબોલ - રોનિત પુષ્પકાંતભાઈ શાહ, વર્ધમાન નગર

આજના કળિયુગમાં પચરંગી પ્રજા અને માનવીઓ સાથે બહુંજ સમજતા તેમજ ગાળી ગાળીને પાણી પીએ તેમજ જોખી જોખીને ડગલાં ભરવા પડે છે. કોઈ આગળ વધી જાય છે તો કોઈ પાછળ રહી જાય છે, પરંતુ હકીકતમાં કોઈ આગળ કે પાછળ હોતા જનથી,બધા જ પોતપોતાના  સમય મુજબ હોય છે.આજની પ્રાથમિક છબી જોઈએ તો સીધો ખ્યાલ આવી જ જાય કે લોકો આપણી સફળતા કે પ્રગતિ જોઈ નથી શકતા અને પ્રગતિશીલ માણસોના પંથમાં નો બોલ બનીને આવતા હોય છે,પરંતુ હંમેશા યાદ રાખવું કે નો બોલ પછી ફ્રી હિટ નો વિકલ્પ હોય જ છે અને એનો ઉપયોગ સારી રીતે કેમ કરવો તે આપણા પર નિર્ભર છે.

હકીકતમાં આજે પણ લોકો 21મી સદીમાં એ જ વિચારી રહ્યા છે કે બાજુ વાડો શુ વિચારશે અને હા આપણી ખુશી જ બીજા પર નિર્ભર થઈ ગઈ હોય ત્યારે બાજુમાં BMWના આવે ત્યાં સુધી જ આપણે આપણી ગાડીની ખુશી મળતી હોય છે એટલે કે આપણી ચાવી આપને બીજા પાસે ગીરવે મૂકી દઈએ છીએ. તો આપણે આપણી ચાવી આપના હાથમાં રાખવી કેમ કે નહીંતર તાળું કોઈ પણ ખોલી ને મગજમાં ગમે તેવી વસ્તુ ભરી દે અને આપણે આખો દિવસ માનસિક તણાવથી પીડાયા કરીએ. ઘણા બધા લોકોની તો આદત જ હોય છે રોડના સ્પીડ બ્રેકર જં બનવાની, જે ગમે તેવા વરસાદમાં પણ ધોવાય નહીં પરંતુ યુવાનોને એજ અગત્યનું પઘથિયું ઓળખીને બતાવવાનું છે કે આપની આસપાસના નો બોલને કેવિ રીતે ફ્રી હિટ નાસિક્સરમાં તબદીલ કરવું.

જે વ્યક્તિ આપણા સાથે છે એ પણ નો બોલ હોઈ શકે અને જે દૂરની હોય તે પણ યોર્કર બનીને આવતા હોય છે. પરિસ્થિતિ કોઈ પણ હોય અપેક્ષાથી વધારે તમે સફળતા મેળવો એટલે માણસોના પેટમાં દુઃખે અને ખરાબ અને અનિછનીય પરિણામ લાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે કેમકે સાયકલ પર જતા હાઈસુ ત્યારે કોઈને તકલીફ નહિ પડે. તકલીફ તો ત્યારે પડે જ્યારે આપણે BMW લઇને નીકળીએ કેમકે આજના સમયમાં ઘણા બધાને પોસાતુંજ નથી કે આ કેમ આગળ નીકળી ગ્યો. રાતોરાત કેમ સફળ થઈ ગયો. પરંતુ લોકોને ખબરજ નથી હોતી કે સફળ થનારની રાત કેટલી લાંબી હોય છે, પરંતુ આપણે આપણું કામ નિરંતર પ્રતિદિન કરતા રહેવું કેમ કે કામ કરનાર ને કોઈ રોકી શકતું નથી. આને આજે દુનિયામાં આપને કાંઈક કરી બતાવવું પડશે. નાહીતર તો કર્ણ પણ ધનુર વિદ્યા શીખી ના શક્યો હોત. અને હંમેશા યાદ રાખવું, કાંઈક કરશુ, કાંઈક કોઈક માટે બલિદાન ત્યાગ કરશુ તો જ દુનિયા યાદ કરશે. અને હા મહત્વની વાત જે નો બોલથી ગભરાયા વગર આગળ વધ્યા છે એના જ આજે દુનિયામાં સૌથી ઉંચા સ્ટેચ્યુ બન્યાછે. પોતાના મનોબળ સાથે પ્રતિકૂળ પરિણામ પણ સ્વીકારવાની ભાવના સાથે દરેક કામ કરેલું હશે તો જગતની કોઈ શક્તિ માનવીને ભીતરથી તોડી નહીં શકે. બ્રાયહ પરિણામો ગમે તેટલા ખરાબ હોય પરંતુ માણસ ત્યારે જ હારે છે જ્યારે તે અંદરથી તૂટે છે અને સોસાયટીના અમુક વર્ગ જે નો બોલ ફેંકવા જ જન્મ લીધો છે જે હકીકત છે જેનું કામ બધી જ પરિસ્થિતિને ખરાબ કરવાનું હોય છે, પરંતુ ચિંતા કર્યા વગર ભગવાન પર પરિશ્રધ્ધા અને પોતાના પર વિશ્વાસ તેમજ કોઈપણ પરિસ્થિતિનો સ્વીકાર કરવાની તાકાત દાખવીએ તો કોઈનો બોલ ફેકનર રન આઉટ કરી શકતો નથી. 

દુનિયામાં ઘણા બધા એવા ઉદાહરણો છે જેનો બોલ થકી આઉટ પણ થાય છે અને 6 6 સિક્સર પણ લગાડી ચુક્યા છે. આખું જીવન જ તેના પર નિર્ભર છે કે આપણે પડકારને કેવી રીતે જીલીએ છીએ કેમકે દુનિયામાં આપણી પાસે કાઈજ નહીં હોય ત્યારે કોઈ સાથ નહીં આપે અને હાસ્યનું સ્થાન બનાવસે કોઈ સહકાર નહી આપે હા સલાહ અવસ્ય આપશે કેમ કે જ્યારે ખીસામાં લાખો હોયને ત્યારે લાખો આપવાવાળા લાખો મળશે પણ જ્યારે જેબમાં કાઈ ના હોયને ત્યારે 1000 આપવા વાળા કોઈ નહીં હોય એટલે યાદ રાખવુંકે પોતાના પગપર ઉભા પોતાનેજ રહેવું પડશે કોઈ અહીંયા સાથ આપનાર નહીં હોય. નો બોલ જેવા માણસોને બાજુ પર મુકીને આગળ વધીએ એજ એક ધ્યેય હોવું જોઈએ અને હા મહત્વની વાત તો એ પણ છે કે નો બોલ નહીં હોય તો ફ્રી હિટ નહીં હોય અને ફ્રીહિટમાં સિક્સર મારવાની મજાજ અલગ હોય છે પરંતુ વહેલું કે મોડું કાંઈક કરને બતાવવું જરૂરી છે કેમ કે દુનિયા તબિયત નહીં હેસિયત પૂછે છે. તેથી અપને આપના કામમાં આગળ વધીએ અને સમાજ અને દેશનું નામ રોશન કરીએ.

 વો મુકામ હી ક્યાંજીસકા કોઈ મુકામ હો

ઔર નામ હી ક્યાં, જહાં હમારા નામ ના હો”

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates