સો સો સલામ

સો સો સલામ - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

મોતનો સોદાગર આવ્યો છે, 'કોરોના 'જેનું નામ..

હંફાવે છે સમગ્ર વિશ્વ ને, કરે છે ત્રાહિમામ..

ભારતવર્ષ અને દેશવાસીઓ, સૌ માટે ઉપજે માન..

સહકાર અને સમજણથી લડત આપતા, સૌને સો સો સલામ..

 

સલામતી બક્ષતા એ ખાખીવરદીધારી ને પ્રણામ..

પરિવાર મૂકીને આપણી સુરક્ષા કરવી એમનું કામ..

એ લાકડી ફટકારે, તો પણ આપણી સલામતી માટે..

આવા દેશના સિતારા ઓ ને સો સો સલામ..

 

એક ભગવાન પૃથ્વી પર પણ, ડૉક્ટર એનું નામ,

ખુદની ચિંતા મૂકી, બીજાને સાજા કરવા એમનું કામ,

દેશને મહામારીથી બચાવવા, કરે દિનરાત દોડધામ,

એ સફેદ કોટવાળાઓને મારા સો સો સલામ..

 

એ દેશના નેતાઓ માટે, કામ નથી આસાન..

હાથ જોડે, વિનંતી કરે, ઘરમાં રહેવામાં જ શાન..

રાજકારણ મૂકી સદા ચેતવે, છે જાન તો જ જહાંન..

ખડે પગે ઉભા રહેતા એ નેતાઓને સો સો સલામ..

 

એ કરે છે ડબલ ડ્યુટી, પણ ન ઈચ્છે કોઈ સન્માન,

ખુશ રહેતી, વિવિધ વાનગી પીરસતી, 'મમ્મી 'એનું નામ..

કામમાં સાથ આપતા કુટુંબ માટે પણ ઉપજે માન

એકબીજાનો હાથ પકડી ચાલે, એ પરિવારને સો સો સલામ...

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates