સ્નેહનો વરસાદ જેઠ રહ઼યો કે અષાઢ

સ્નેહનો વરસાદ જેઠ રહ઼યો કે અષાઢ - ડો. હેમાલી સુરેશ સંઘવી, મુંબઈ (અંજાર)

પે઼મ એટલે
ફેસબુક પર પોસ્ટ થયેલું એમનું
સ્ટેટસ વાંચતા જ ચશ્માના નંબરોનું ઉતરવું.
પે઼મ એટલે
મોબાઈલની સ્કી઼ન પર એમનું નામ
વાંચીને આપણા નામને ભૂલવું
પે઼મ એટલે
અરીસા સામે શરમાવું
ને પે઼મ એટલે
આપણા જેવું બીજું કોઈ નહીં
જેવા ખોટા વ્હેમમાં ભરમાવું
- એષા દાદાવાલા (ચૂંટેલી પંકિતઓ)


સ્નેહ એક એવો અહેસાસ જેમા છે મધની મીઠાશ, તીખા તમતમતા મરચાની તીખાશ, કાચી કેરીની ખટાશ જાણે કે ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી. એક એવી feeling જે થાય નહિ ત્યાં સુધી સમજાય નહિ, એવું પાગલપન જેના વિના સમજદાર બનાય નહિ.

શ્ર્વાસ લઇએ છે એટલે આપણે જીવીએ છે. પણ આ જિંદગી જીવવા જેવી અને ઉજવવા જેવી લાગે છે ફકત અને ફકત સ્નેહને કારણે. Love has no reasons and no seasons. મોસમ સાથે બદલાય એ પ઼ેમ નહિ. પ઼ેમની તો પોતાની જ એક મોસમ છે જેમા બધી જ મોસમના ફલેવર છે. જેઠનો તાપ છે અને અષાઢનો વરસાદે છે. પાનખરની જેમ એ જૂનું ખરાવે યે છે અને વસંતની જેમ એ નવું ખીલાવે પણ છે. સ્નેહના ડિપૅાટમૅન્ટલ સ્ટોરમાં એટલા બધા સૅકશન છે ભલભલા ભૂલા પડી જાય. મસ્તી, દોસ્તી, connection, attraction, રોમાન્સ, ભકિત, વાતસલ્ય, માનવતા– દુનિયાના સૌથી સુંદર સજૅનો અહીંયાં છે.અરે, દુનિયાના બધા માસ્ટરપીસની પે઼રણા પણ અહીંયા છે.

આ સ્નેહની બૅલેન્સશીટમાં જબરા લોચા છે. ન સમજયા, ઓહો, દિલ આપણું, ધડકે બીજા માટે જિંદગી આપણી, રિમોટ કન્ટો઼લ બીજા પાસે, નિંદ-ચૈન તો છોડો, સપનાં સુધ્ધાં હાઇજેક થઇ જાય. ગૅમના rules પણ ઉલટા-પુલટા જે હારે એ જીતી જાય. કોઇ આપણાથી ય વધારે આપણું favourite થઇ જાય. Not fair.

આ સ્નેહને કારણે જ તો પરિવાર, સમાજ, દેશના તાણાવાણા સચવાયેલા રહે છે. આને challenge કરવાની કયાં કોઇની ઔકાત છે? એને કયાં કોઇ boundaries નડે છે? ગમે તેટલા નકશા બદલાવી લો, દિલના connections ને કયાં કોઇ તોડી શકે છે? સ્નેહની સામે તો મૃત્યુ પણ surrender કરે છે.વ્યકિત મરી જાય છે પણ એના માટેનો આપણો પે઼મ આપણા દિલના સૅફ ડિપોઝિટ લોકરમાં સચવાયેલો રહે છે. આ યાદોના ચાજિઁગથી જ તો જિંદગીની બઁટરી ચાલે છે.

તો આ સ્નેહના સથવારાને સાચવી લઇએ. એના સુમધુર સંગીતને સાંભળતા રહીએ. થોડુંક share કરીએ. થોડુંcare કરીએ.Like કરતા રહીએ. Follow કરીએ. Love is in the air.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates