શ્રી કલ્પસૂત્ર શાસ્ત્રનો મહિમા

શ્રી કલ્પસૂત્ર શાસ્ત્રનો મહિમા - વિપુલ રમણીકલાલ ઝવેરી, ભુજ

ચૌદ પૂર્વધર યુગપ્રધાન મહર્ષિ શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ નવમા ‘પ્રત્યાખ્યાન પ્રવાહ’નામના પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ બનાવ્યું. જેનું આઠમું અધ્યયન કલ્પસૂત્ર છે, તેના પ્રાકૃત ભાષામાં ૧૨૧૫ સૂત્ર છે.

મહામંગલકારી શ્રી કલ્પસૂત્રનું વાંચન અર્થરૂપે પર્યુષણ પર્વના ચોથાથી સાતમા દિવસ સુધી હોય છે અને સંવત્સરીના દિવસે સંપૂર્ણ કલ્પસૂત્રનું મૂળ વાંચન (બારસાસૂત્ર) હોય છે.

જેમ મંત્રોમાં શ્રેષ્ઠ નવકાર મંત્ર, સતીઓમાં સીતાજી, તીર્થોમાં શત્રુંજય, દાનમાં અભયદાન, ગુણોમાં વિનય, જ્ઞાનમાં કેવલજ્ઞાન, ધ્યાનમાં શુક્લધ્યાન, વ્રતોમાં બ્રહ્મચર્ય, નિયમોમાં સંતોષ, તપમાં ક્ષમા, ધર્મોમાં જૈન ધર્મ, દેવોમાં વિતરાગ દેવ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, પર્વતોમાં મેરૂપર્વત, નદીઓમાં ગંગા, ઔષધીઓમાં અમૃત, પક્ષીઓમાં હંસ, દેવોમાં ઈન્દ્ર, તારામાં ચંદ્ર, વાજિંત્રોમાં ભેરી, હાથીઓમાં ઐરાવત, સાહસિકોમાં રાવણ, ન્યાયમાં રાગ, બુદ્ધિમાનોમાં અભયકુમાર, પર્વોમાં પર્યુષણ પર્વ છે તેવી જ રીતે સર્વ શાસ્ત્રોમાં કલ્પસૂત્ર સર્વશ્રેષ્ઠ છે.

મુખમાં હજાર જીભ હોય, હૃદયમાં કેવલજ્ઞાન હોય તો પણ કલ્યસૂત્ર શાસ્ત્રનો મહિમા કહી શકાય નહિ.

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates