શ્રી અનંતનાથજી સ્વામી

શ્રી અનંતનાથજી સ્વામી - યશ્વી સંજય શાહ, અંજાર

જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

 

તીર્થંકર પરિચય (ગતાંકથી ચાલુ...)

જંબુદ્વીપના દક્ષિણ ભારતની અયોધ્યા નગરી પર રાજા સિંહસેન, સુયશાદેવી મહારાણી સાથે રાજ્ય કરતા હતા. રૂપ, લાવણ્ય, કળા અને શીલથી સંપન્ન મહારાણીએ જ્યારે ચંદ્ર રેવતી નક્ષત્રમાં હતો ત્યારે ૧૪ ભવ્ય સ્વપ્ન જોયાં તે એક મહાન આત્માના ચ્યવનનો સંકેત હતો. જે ત્રણેય લોકમાં જ્ઞાન ઉજાગર કરનાર હશે.

ધાતકીખંડ દ્વીપના પૂર્વવિદેહ ક્ષેત્રના ઐરાવત વિજયમાં અરિષ્ટા નામની નગરી પર પદ્મસ્થ નામના મહારાજા અધિપતિ હતા. પોતાની આસપાસના તમામ શત્રુઓને જીતી વિજય તથા રાજ્યલક્ષ્મી પ્રાપ્ત કરી, મોક્ષ સિદ્ધ કરવા ઉત્સુક થયા. અનાસક્તપણે લોકરીતિનું નિર્વાહ કરતાં કેટલાક સમય પછી તેમણે ચિત્તરક્ષ નામના મુનિરાજ પાસે દીક્ષા લઈ રત્નત્રયનું વિશુદ્ધ રીતે પાલન કરતાં તીર્થંકર નામ કર્મ બાંધ્યું. મૃત્યુ પશ્ચાત પ્રાણાત દેવલોકના પુષ્પોત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થઈ આયુષ્ય પૂર્ણ કરી સુયશા દેવીની કૂખે ઉત્પન્ન થયાં. (ચ્યવન કલ્યાણક)

વૈશાખ વદ ત્રીજની રાત્રે પુષ્પ નક્ષત્રમાં પુત્રનો જન્મ થયો. તીર્થંકરના જન્મથી ત્રણેય લોકમાં પ્રકાશપુંજ ઝળહળી ઉઠ્યાં. નારકીના જીવોને પણ ક્ષણભર માટે શાતા થઈ અને સર્વ દેવી-દેવતાઓ તીર્થંકર જન્મોત્સવની ઉજવણી અર્થે પધાર્યા. જ્યારે પુત્ર ગર્ભમાં હતો ત્યારે મહારાજા સિંહસેને શત્રુઓની અનંત બળવાન સેનાને પણ જીતી લીધી હતી. આ ઘટનાને ગર્ભનો પ્રતાપ માનીને પુત્રનું નામ અનંતજીત રાખવામાં આવ્યું. (જન્મ કલ્યાણક)

સાડા સાત લાભ વર્ષ સુધી યુવરાજ પણે રહી શ્રી અનંતજીતે માતા-પિતાના કહેવાથી વિવાહ કરી પિતાએ સોંપેલ રાજ્ય ભાર સંભાળ્યો. પંદર લાખ વર્ષ રાજ્યાસન કરી વૈરાગ્ય ઉત્પન્ન થયું. સંસાર ત્યાગ કરી મોક્ષ માર્ગે જવા શ્રી અનંતજીતે વર્ષીદાન આપવાનું શરૂ કર્યું. વૈશાખ વદ ૧૪એ ચંદ્ર જ્યારે રેવતી નક્ષત્રમાં હતો, ત્યારે છઠ્ઠ તપની આરાધનામાં રહી ૧૦૦૦ રાજાઓ સાથે શ્રી અનંતનાથે સામાયિક ચરિત્ર ગ્રહણ કર્યું. (દિક્ષા કલ્યાણક)

।। પુરૂષોત્તમ વાસુદેવ ચરિત્ર ।।

ભરતક્ષેત્રના પૃથ્વીપૂર નગરના રાજકુમાર મધુ ખૂબ બળવાન યોદ્ધા હતા. બાહુબળથી દક્ષિણ ભારતના તમામ રાજ્ય જીતી પોતાનાં અધિકારની સ્થાપના કરેલ તે ચોથા પ્રતિ વાસુદેવ હતા. તેમના ભાઈ કૈટભ પણ ખૂબ બળવાન યોદ્ધા અને પ્રચંડ શક્તિશાળી હતા. દ્વારિકા નગરીના સોમ નામે ગુણવાન રાજાને સુદર્શના અને સીતા નામની બે રાણીઓમાંથી સુપ્રભ અને પુરૂષોત્તમ નામના રાજકુમાર હતા, જે યુદ્ધ કળામાં પ્રવિણ અને મહાબળવાન હતા. કલહ તેમજ કૌતુક કરવામાં કુશળ એવા નારદજી દ્વારિકાના યુગલ બંધુઓનું પરાક્રમ જોઈ ચકિત થઈ ગયા. ભ્રમણ કરતાં તેમણે દક્ષિણ ભારતના અહંકારી અધિપતિ મધુ પાસે દ્વારિકા બંધુઓની પ્રશંસા કરી. ઈર્ષાથી ઉત્તેજીત મધુ રાજાએ પુરુષોત્તમ અને સુપ્રભને યુદ્ધનું આમંત્રણ આપ્યું. મધુના ઘમંડનો નાશ કરવા પુરુષોત્તમે આમંત્રણ સ્વીકાર્યું. ભીષણ યુદ્ધના અંતે પ્રતિ વાસુદેવ મધુ માર્યો ગયો અને વાસુદેવ પુરુષોત્તમ વિજયી થયા. જે શ્રી અનંતજીત મુનિના સમકાલીન હતા.

ત્રણ વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહી શ્રી અનંતનાથ સ્વામીએ સહસ્ત્રામ્રવન ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે છઠ્ઠ તપની આરાધનામાં વૈશાખ વદ ચૌદશે ચંદ્ર જ્યારે રેવતી નક્ષત્રમાં હતો ત્યારે શ્રી પ્રભુને કેવળજ્ઞાન - કેવળ દર્શન પ્રાપ્ત થયું. દેવતાઓએ સ્વર્ણ સમોવસરણની રચના કરી. ભગવાન પૂર્વ દ્વારેથી પધાર્યા અને ધર્મ દેશના આપી.

ધર્મદદેશેશના (તત્વ નિરૂપણ) : જિનેશ્વરે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિજર્રા, બંધ અને મોક્ષ નવ તત્વની સમજ આપી. જીવઃ સિદ્ધ અને સંસારી સિદ્ધ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આત્મ શક્તિથી વ્યાપ્ત છે. સંસારી જીવો સ્થાવર અને ત્રસ એમ બે પ્રકારના છે. આ બંને પર્યાપ્ત અને અપર્યાપ્ત છે.

સ્થાવર જીવો એકેન્દ્રિય હોય છે : પૃથ્વીકાય, અપકાય, ત્રેઉકાય, વાયુકાય અને વનસ્પતિ કાય.

ત્રસ જીવો ચાર પ્રકારના છે. બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય.

બેઈન્દ્રિય : (સ્પર્શ, રસ) કૃમિ, શંખ, અળસિયાં વગેરે.

તેઈન્દ્રિય : (સ્પર્શ, રસ, ગંધ) જૂ, માંકડ, મકોડા.

ચૌરેન્દ્રિય : (સ્પર્શ, રસ, ગંધ, નેત્ર) પતંગિયાં, માખી, ભમરા, મચ્છર વગેરે.

પંચેન્દ્રિય : (સ્પર્શ, રસ, ગંધ, નેત્ર, શ્રવણ) નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ પંચેન્દ્રિય હોય છે.

દસ પ્રાણ : પાંચ ઈન્દ્રિયો, શ્વાસોચ્છવાસ આયુષ્ય, મનોબળ, વચનબળ, કાર્યબળ.

ઉપરાંત નારકી, દેવ, મનુષ્ય તિપંચની ઉત્પતિ, પ્રકૃતિ, ભેદ, ૮૪ લાખ યોનિ જીવોના ૧૪ ભેદ તથા ૧૪ ગુણ સ્થાન એમ જૈવિક અને માનસિક સ્થિતિ સંબંધી જ્ઞાન પ્રકાશ્યું.

અજીવ તત્વ : અજીવ તથા પુદગલની સંપૂર્ણ સમજ સંસારને આપી.

આશ્રવ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી શુભ અને અશુભ, પાપ અને પુણ્ય માટે જવાબદાર આસ્ત્રવની સમજ આપી.

સંવર : કર્મના પ્રવાહને રોકવો તે સંવર છે તે વિરતિ તેમજ ત્યાગ રૂપ છે.

નિર્જરા : હતે રૂપ કમાર્ને સાધનાથી ખપાવવાની ક્રિયા તે નિજર્રા છે.

બંધ : (૧) પ્રકૃતિ (૨) સ્થિતિ (૩) અનભુ ગ (૪) પ્રદેશ.

મોક્ષ :  ધાતી કમાર્ને  ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત થયે, અઘાતી કર્મોનો ક્ષય કરી જીવ મુક્ત થઈ પરમ સુખી થઈ જાય અને મોક્ષમાં સ્થાન પ્રાપ્ત થાય.

આમ પ્રકૃતિ, સંસાર, લોક, અલોક, મુક્તિ સિદ્ધિના અનંત જ્ઞાનને પ્રકાશ્યો. (કેવલજ્ઞાન કલ્યાણક)

ધર્મ દેશનાની સાંસ્કૃતિ અસર :

- નવ તત્વની ઝીણવટભરી સમજણથી આધુનિક, ભૌતિક, રાસાયણિક તેમજ જીવ વિજ્ઞાનને સમજવાના ગુણનો પ્રારંભ થયો.

- પ્રત્યેક તત્વને અલગ અલગ ભેદથી વર્ગીકૃત કરવાનો ખ્યાલ ઉત્પન્ન થયો.

- બોટની, ઝુલોજી, બાયોલોજી સમજવાના આજના દૃષ્ટિકોણના પાયામાં સૂક્ષ્મ અવલોકનની માનવ દૃષ્ટિ રહેલી છે. તે નવ તત્વના સમજણથી ઉદ્દભવી છે.

ભગવાન અનંતનાથ સ્વામીનાં ૬૬,૦૦૦ સાધુ, ૬૨,૦૦૦ સાધ્વીઓ, ૯૦૦ ચૌદ પૂર્વ ધર, ૪,૩૦૦ અવધિજ્ઞાની, ૫,૦૦૦ મન પર્યવજ્ઞાની, ૫,૦૦૦ કેવળજ્ઞાની, ૮,૦૦૦ વૈક્રિપલબ્ધિધારી, ૩,૨૦૦ વાદ લબ્ધિવાળા, ૨,૦૬,૦૦૦ શ્રાવક અને ૪,૧૪,૦૦૦ શ્રાવિકાઓ થયાં. ભગવાન ૭,૫૦,૦૦૦ ત્રણ વર્ષ ઓછા સમય સુધી સયોગી કેવળજ્ઞાનીના રૂપમાં વિચરતા રહ્યા અને મોક્ષકાળ નજીક આવતાં સમેત શિખત પર્વત પર ૭,૦૦૦ સાધુઓની સાથે પધારીને સંથારો કર્યો. ૧ મહિના પછી ચૈત્ર સુદ પાંચમે પુષ્ય નક્ષત્રમાં પ્રભુ મોક્ષે પધાર્યા. પ્રભુનું કુલ આયુષ્ય ૩૦,૦૦,૦૦૦ વર્ષનું હતું.

પુરૂષોત્તમ વાસુદેવ ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી છઠ્ઠી નરકમાં ગયા. વાસુદેવના મૃત્યુ પછી સુપ્રભ બલદેવે સંસારથી વિરક્ત થઈ દીક્ષા લીધી અને ચારિત્રનું પાલન કરી, ૫૫,૦૦,૦૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી મોક્ષે પધાર્યા.

તીર્થંકર ભગવાન શ્રી અનંતનાથજી સ્વામી હાલે સિદ્ધશિલામાં બિરાજે છે તેમને મારા કોટી કોટી વંદન હોજો.

 

 

(વધુ એક તીર્થંકરની આરાધના સાથે મળીશું આવતા અંકે.)

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates