શ્રી આદિનાથ જૈન : મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

શ્રી આદિનાથ જૈન : મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ - યશ્વી શાહ, અંજાર

સારાંશ

(આપણે ભગવાન શ્રી આદિનાથ સ્વામી, શ્રી શાંતિનાથ સ્વામી, શ્રી નેમનાથ સ્વામી, શ્રી પાર્શ્વનાથ સ્વામી, શ્રી મહાવીર સ્વામીના જીવન ચરિત્ર વિશે કેટલુંક જાણીએ છીએ, પરંતુ બાકી ૧૬  તિર્થંકરો વિશે ખૂબ જ ઓછો પરિચય ધરાવીએ છીએ. તેથી તમામ ૨૪ તિર્થંકરોનાં જીવન ચરિત્રમાંથી પ્રેરણા લેવા પ્રયત્ન કરીશું.)

ત્રીજા આરાના અંત સમયે વિનિતા નગર (અયોધ્યા) પર વિચક્ષણ અને બુદ્ધિશાળી એવા નાભીરાજા તેમના ગુણવાન અને સુંદર રાણી શ્રી મરૂદેવા સાથે રાજ્ય ચલાવતા હતા. ત્યાંની પ્રજા સુખી, સંપન્ન, સમૃદ્ધ અને પ્રમાણિક હતી. એક રાત્રે અષાઢ વદ ચોથના રાણી શ્રી મરૂદેવાએ ૧૪ ભવ્ય સ્વપ્ન જોયા ૧) બળદ, ૨) ઐરાવત, ૩) સિંહ, ૪) કમલા, ૫) ફૂલોની માળા, ૬) પૂર્ણનો ચંદ્ર, ૭) સૂર્ય, ૮) ધ્વજા, ૯) સ્વર્ણ કળશ, ૧૦) કમળનું તળાવ, ૧૧) દૂધ સાગર, ૧૨) દેવવિમાન, ૧૩) રત્ન ભંડાર અને ૧૪) અગ્નિ. પ્રથમ સ્વપ્નમાં સ્વસ્થ, વિશાળ અને સુંદર બળદ ને મુખમાં પ્રવેશતા જોયો. રાણી શ્રી મરૂદેવાએ સ્વપ્ન બાબતે નાભીરાજાને જણાવ્યું, ત્યારે નાભીરાજાએ સમજાવ્યું કે એક મહાન આત્માનું તેમને ગર્ભ ધારણ થયેલ છે. જે સંસારમાં સમૃદ્ધિ, સુખ અને ધર્મનો માર્ગ પ્રશસ્થ કરશે. ખરેખરૂં, તે ઋષભદેવ સ્વામીના પવિત્ર આત્માનો ગર્ભ પ્રવેશ હતો. જેનું તિર્થંકર ગોત્ર આગલી ચોવીસીમાં પૂર્વભવે ધન્ના, જીવાનંદ અને રાજા વજર્રંભ તરીકે કરેલ ધર્મ કાર્યથી બંધાયું હતું. (ગર્ભ કલ્યાણક)

ચૈત્ર વદ આઠમના રોજ શ્રી મરૂદેવા માતાએ જોડકા બાળકોને જન્મ આપ્યો. સ્વર્ગથી સૌધર્મેન્દ્ર અને દેવો તિર્થંકર જન્મોત્સવ ઉજવવા વિનિતાનગરી પધાર્યા. નવજાત શિશુ ને મેરુ પર્વત પર ઉજવણી અર્થે લઈ જવા મરૂદેવા માતાની આજ્ઞા માંગી. સંપૂર્ણ આકાશ સોનેરી કિરણોથી છવાઈ ગયું, પવન સુગંધિત થઈ ગયેલ અને વાતાવરણમાં અવર્ણનીય પ્રસન્નતા અને ખુશનુમા વ્યાપી ગયેલ. નવજાત શિશુના શરીર પર બળદ ચિન્હનું લાખ હોવાથી તેમનું નામ ઋષભકુમાર પાડવામાં આવ્યું અને પુત્રીનું નામ સુમંગલા પાડવામાં આવ્યું. (જન્મ કલ્યાણક)

જ્યારે ઋષભકુમાર એક વર્ષના હતા, સૌ ધર્મેન્દ્ર નાભીરાજા ને મળવા આવેલ અને તેમના હાથમાં રહેલ શેરડીના સાંઠાને ઋષભકુમારે ખેંચ્યો તે પરથી સૌધર્મેન્દ્રે એ કુળનું નામ ઈક્ષ્વાકુ પાડ્યું. (ઈક્ષ એટલે શેરડી) અને કુળ પરંપરાની શરૂઆત થઈ. જુગલિયા પરંપરામાં યુગલના બંને વ્યક્તિનું જન્મ અને મરણ એક સમયે જ થતું અને જીવન જરૂરિયાતો કલ્પવૃક્ષથી મેળવી લેતાં હતાં. શ્રી સુનંદાના પુરુષ સાથીનું અકાળે અવસાન થતાં ઋષભકુમારે તેમનો સ્વીકાર કર્યો. આમ જુગલિયા પરંપરાનો અંત અને લગ્ન પ્રથાની સ્થાપના થઈ. ઋષભકુમારના સુનંદા અને સુમંગલા એમ બંને રાણીઓ સાથેના સુખી લગ્ન જીવનમાં સુમંગલાથી ભરત ચક્રવર્તિ અને ૯૮ રાજકુમાર તથા બ્રાહ્મી નામની પુત્રીનો જન્મ થયો. રાણી સુનંદાથી પુત્ર બાહુબલી અને પુત્રી સુંદરીનો જન્મ થયો. રાજકુમાર ઋષભદેવ એક ધાર્મિક, દુરંદેશી અને કાર્યકુશળ વ્યક્તિત્વ ધરાવતાં હતાં. તેમણે માનવ જાતિને ૬ મુખ્ય વ્યવસાયની સમજ આપી ‘અસી’ (સંરક્ષણ), ‘મસી’ (લિપી), ‘કૃષિ’ (ખેતી), વિદ્યા, વાણિજ્ય અને શિલ્પકળા (પુરુષની ૭૨ અને સ્ત્રીની ૬૪ કળા). આ સમજથી સામાજિક અને સાંસ્કૃતિક માનવ જીવનની શરૂઆત થઈ. તેમણે સંસારને કમર્ભ િૂ મ તરીકે આળે ખ આપી. આમ વતર્મ માન માનવ સંસ્કૃતિની તેમણે સ્થાપના કરી. સમય જતા નાભીરાજાએ ઋષભકુમારને અયોધ્યાના રાજા ઘોષિત કર્યા. સમય વહ્યો જતો હતો તેથી ઈન્દ્રદેવે નિલાંજના નામની નૃત્યાંગનાને ઋષભદેવમાં વૈરાગ્ય ભાવ જગાવવા નિમિત્તે મોકલી. સભાખંડમાં નૃત્ય દરમિયાન નિલાંજનાનું પડી જવાથી અકાળે અવસાન થતું જોઈ રાજા ઋષભદેવમાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો. ચૈત્ર વદ નોમનાં પુત્રોને સરખે ભાગે રાજ સોંપી સંસાર ત્યાગી તેમણે દીક્ષા અંગીકાર કરી. આ રીતે વર્તમાન ચોવીસીના તેઓ પ્રથમ સન્યાસી થયાં. (દીક્ષા કલ્યાણક)

દીક્ષા ગ્રહણ કર્યા બાદ શ્રી ઋષભદેવ સ્વામીએ મૌનવ્રત ધારણ કરી ગામેગામ વિહાર કરી વિચરવાનું શરૂ કર્યું. સંન્યાસીને ગોચરી વહોરાવવાનું જ્ઞાન ન હોવાથી લોકો તેમને માન-સન્માન, આભૂષણની ભેટ ધરતાં હતાં, પરંતુ અન્ન વહોરાવતાં ન હતાં. આવું એક વર્ષ ચાલ્યું. જે તેમના ભૂલથી બળદનું મુખ બાંધી તેને અન્નથી વિમુખ રાખેલ તે બાંધેલા કર્મોના ઉદયનો ક્ષય થયો. વર્ષાંતે તેઓ હસ્તિનાપુર પહોંચ્યાં. હસ્તિનાપુરના રાજકુમાર શ્રેયાંસકુમાર જે ઋષભદેવ સ્વામીના પૌત્ર હતા, તેઓ તેમના દર્શને આવે છે. શ્રી શ્રેયાંસકુમારની દૃષ્ટિ ઋષભદેવસ્વામી પર પડતાં તેઓ ધ્યાન મગ્ન થઈ જાય છે અને તેમને ‘જાતિ સ્મરણ જ્ઞાન’ થાય છે. જ્ઞાન થકી તેમને ઋષભદેવ સ્વામીના વર્ષીતપની સમજ થાય છે અને તેમને શેરડીના રસનો સ્વીકાર કરી પારણા કરવા વિનંતી કરે છે. જે ગોચરી વહોરાવવાની પ્રથા અને ધાર્મિક દાનનો પહેલો પ્રસંગ થયો. તે દિવસ વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ) આજે પણ વર્ષીતપના પારણા દિવસ તરીકે ઉજવાય છે. ૧૦૦૦ વર્ષના આકરા તપ અને સંન્યાસ બાદ ફાગણ વદ અગિયારસના અયોધ્યા નજીક પુરિમતલ ગામે વડના વૃક્ષ નીચે તેમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તેઓ પ્રથમ જીણ બન્યા. (કેવલજ્ઞાન કલ્યાણક)

લાંબો સમય કેવલ જ્ઞાની મુનિ તરીકે વિચરી અયોધ્યા નજીક દેવો દ્વારા રચિત સમોવશરણમાં તેઓ પધારે છે. અયોધ્યાના રાજા ભરત ચક્રવર્તી આતુરતાપૂર્વક પુત્રના દર્શન કરવા માંગતા શ્રી મરૂદેવા માતા પુત્રને લઈને શ્રી પ્રભુનાં દર્શને જાય છે. પુત્ર દર્શનનાં આનંદથી રોમાંચિત મરૂદેવા માતાને શ્રી પ્રભુએ ‘કોણ માતા, કોણ પુત્ર, સ્વારર્થીયો સંસાર!’ જેવા નિર્લેપભાવથી જોયા. આથી શ્રી મરૂદેવા માતાને આઘાત લાગતાં મોહ ભંગ થતાં કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જ ક્ષણે તેમના આયુષ્ય કર્મ પૂર્ણ થતાં સિદ્ધ થાય છે. સમોવશરણમાં શ્રી પ્રભુની જીવન આચાર વિશેની દેશના સાંભળી ભરત ચક્રવર્તીના જ્યેષ્ઠ પુત્ર ઋષભસેન (પુંડરિક) સહિત ૫૦૦૦ રાજકુમાર દીક્ષા અંગીકાર કરે છે અને શ્રી સંઘની સ્થાપના થતાં તેઓ પ્રથમ તીર્થંકર થયા. વિહાર કરતા પ્રભુ ૬ દિવસના ચોવિહારા ઉપવાસ સાથે અષ્ટપદ પર્વત પર બિરાજમાન થયા. માઘ વદ તેરસના પ્રાણાયક અવસ્થામાં જ્યારે ચંદ્ર અભિજીત નક્ષત્રમાં હતો ત્યારે શ્રી પ્રભુ નિર્વાણ પામી સંસારના જન્મ ચક્રથી મુક્ત થઈ સિદ્ધશિલાએ બિરાજ્યા. આમ આ ચોવીસીમાં પ્રથમ સંન્યાસી, પ્રથમ કેવલી, પ્રથમ જીણ હોઈ તેઓ શ્રી આદિનાથ કહેવાયા. નિર્વાણ પામી હાલે સિદ્ધશિલામાં બિરાજમાન શ્રી આદિનાથ સ્વામીને મારા કોટિ કોટિ વંદન હોજો. (નિર્વાણ કલ્યાણક)

(કચ્છ ગુર્જરીના જુલાઈ ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

Post your comment

Comments

 • minecraft games 19/08/2019 12:57am (4 months ago)

  If you want to obtain a great deal from this paragraph then you have to apply such strategies to your won weblog.

 • plenty of fish dating site 14/08/2019 7:43am (4 months ago)

  We are a group of volunteers and opening a new scheme
  in our community. Your site provided us with valuable information to work on. You've done a formidable job and our whole
  community will be grateful to you.

 • plenty of fish dating site 13/08/2019 12:05pm (4 months ago)

  It's an awesome paragraph designed for all the online people; they will get advantage from it I am sure.

 • pof https://natalielise.tumblr.com 02/08/2019 5:25am (4 months ago)

  What i do not realize is actually how you are not really a lot more neatly-appreciated than you may be right now.

  You are very intelligent. You realize thus
  significantly in relation to this matter, made me individually consider it from a
  lot of numerous angles. Its like women and men aren't involved except it is
  one thing to accomplish with Girl gaga! Your own stuffs outstanding.

  Always maintain it up! plenty of fish natalielise

 • dating site 01/08/2019 9:45pm (4 months ago)

  I was more than happy to discover this site.
  I need to to thank you for ones time for this
  fantastic read!! I definitely enjoyed every little bit of it and i also have you saved
  as a favorite to check out new stuff in your blog.

 • plenty of fish https://natalielise.tumblr.com 01/08/2019 11:13am (4 months ago)

  Hi there Dear, are you actually visiting this website daily,
  if so afterward you will definitely get good knowledge.
  natalielise plenty of fish

 • plenty of fish 31/07/2019 1:24am (4 months ago)

  I all the time used to study piece of writing in news papers but now
  as I am a user of net thus from now I am using net for posts,
  thanks to web.

 • pof 30/07/2019 1:24pm (5 months ago)

  Thanks for the marvelous posting! I seriously enjoyed reading it, you will be a great
  author.I will ensure that I bookmark your blog and
  will come back down the road. I want to encourage
  you to ultimately continue your great posts, have a nice weekend!

 • natalielise 24/07/2019 11:57am (5 months ago)

  Please let me know if you're looking for a article writer for your site.
  You have some really good articles and I feel I would be a good asset.

  If you ever want to take some of the load off, I'd love to write some articles for your blog in exchange for a link back to mine.
  Please send me an email if interested. Thank you! plenty of fish natalielise

 • Ellscieds 23/07/2019 11:27pm (5 months ago)

  Buy Online Online Synthroid Purchase <a href=http://orderlevi.com>only here what is levitra</a> Viagra Assuefazione Comprar Cialis Barcelona

1 2 3 4 5

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates