મજાના સંતોષ નગરમાં એક ધનાઢ્ય સજ્જન રહેતા હતા. જીવનમાં કંઈક ખૂટે છે તેવું આ સજ્જનને લાગતું હતું. આ માટે એક સંતને કહે છે. ‘ગુરુદેવ મારી પાસે ધન, ઐશ્વર્ય, નોકર-ચાકર, મહાલય બધું જ છે. પણ કંઈક ખૂટતું હોય તેવું જ લાગે છે તો મને આયખું વ્યતીત લાગે છે તો મને આયખું વ્યતીત કરવા માટે કોઈ કળા બતાવો.’ મંદ મંદ હસતા સંતે કહ્યું, ‘આ બંધ પરબિડીયું લે અને ત્રીસ દિવસ પછી ખોલજો.’
રસ્તામાં પેલા સજ્જનની ધીરજ ખૂટી ગઈ. પરબીડિયું અધવચ્ચે ખોલવા જતાં હવામાં ઉડી ગયું. પાછું ન મળ્યું. બીજા દિવસે ફરી સંત પાસે જઈને કથા કહી. સંતે સજ્જનને કહ્યું, ‘જો ભાઈ! આ જીવન ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટસોગાદ છે. એક ભજન સંભળાવું છું જેમાં જીવન જીવવાની રીત છે.’
આ આયખું એક સરિતા છે. સત્કર્મો સરિતાનો સ્નાન ઘાટ છે. સત્યરૂપી જળ ખળખળ વહે છે. માન્યતાઓ તેના કિનારા છે, દયા, કરૂણા તેનાં મોજાં છે, સુખ-દુઃખ સરિતાના હલેસાં છે, ઈશ્વર પ્રાપ્તિ તેની મંઝિલ છે. સદ્વ્યવહાર તેનો વાયરો છે. સજ્જનને પોતાની સમસ્યાનો ઉકેલ મળી ગયો, કારણકે તે ધન, દોલતને જ સર્વસ્વ માનતો હતો. સંતના વચનોથી તેણે જીવન જીવવાની રીત બદલી નાખી.. ‘જીવન સૌંદર્ય છે, સમય કર્તવ્ય છે.
(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)