શો મસ્ટ ગો ઓન

શો મસ્ટ ગો ઓન - નિરંજના જિતેન્દ્ર શાહ

કોરોના સંક્રમણ - લોકડાઉન - ધાર્મિક સંસ્થાનો દેરાસર - ઉપાશ્રય - આયંબિલ ખાતા બંધ. ક્યારેય જોઈ-સાંભળી ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું.

૩૧ માર્ચથી આયંબિલની ઓળી (નવપદની) તો કેટલાયે લાંબી ઓળીના આરાધકોએ ઘેર જ આયંબિલ કર્યા. શ્રીપાલ રાજાનો રાસ વાંચ્યો, સાંભળ્યો કે ગાયો.

૨૬ એપ્રિલ- વૈશાખ સુદ ત્રીજ- વરસી તપનાં પારણા - તપસ્વીઓમાં ખાસ કરીને ટીનેજર ને નવપરિણિત યુગલોનું પ્રમાણ વિશેષ હતું.

લોકડાઉનનાં લીધે ડીઝાઈનર ડ્રેસ- કપલ ડ્રેસ દરજીને ત્યાં ને સોનાને હીરાનાં દાગીના ઝવેરીને ત્યાં - ઉત્સાહ ને ઉમંગથી કરેલી તૈયારીઓ- હવે તો પારણાંનું કોઈ સેલિબ્રેશન નહીં. ઝટકો તો લાગ્યો.. શેરડીનાં રસથી નહીં તો ગોળનાં પાણીથી ઘરમાં હાજર વ્યક્તિઓએ વરસીતપના પારણાં કરાવ્યાં. સગા-સંબંધીઓએ ઓનલાઈન પ્રસંગને માણ્યો.

૪ જુલાઈ - અષાઢ સુદ ચૌદશથી ચાતુર્માસ શરૂ. વ્યાખ્યાન શ્રવણ, કથા શ્રવણ, તીર્થ દર્શન, તપ-જપની પ્રેરણા વગેરેનાં પ્રસારણથી ભાવિકો પોતાનાં મનપસંદ યોગ સાથે ધર્મ આરાધનામાં જોડાઈ ગયા.

પર્યુષણ પર્વની આરાધના શિરમોર બની રહી. પ્રભુ ભક્તિ, વ્યાખ્યાન શ્રવણ, સુપન - મહાવીર જન્મ વાંચન - પ્રતિક્રમણ-સામાયિક- બધી જ આરાધના ઘરમાં બેસીને કરી. શ્રમણ-શ્રમણી ભગવંતોનાં સંનિષ્ઠ પ્રયાસો, યુવા-શક્તિનો અથાગ પુરુષાર્થ - શુભ પરિબળોનાં સંયોગથી પર્યુષણ પર્વ ‘આત્મ રંગ વધામણાં ઓચ્છવ’ જેવા બની ગયા.

જૈન તેમજ હિંદુ તહેવારો આવતા ગયા. ઉજવાતાં ગયા ને જનમાનસ પર આનંદના આત્મસંતોષના લિસોટા છોડતા ગયા. બીજા અનેક વિધ ઈવેન્ટ્‌સ, સ્પર્ધાઓ, ગેમ-શો બધું ઓનલાઈન.

 

‘શો મસ્ટ ગો ઓન’

કચ્છ ગુર્જરીની અવિરામ યાત્રા - આદરણીય મધુકરભાઈનો પુરુષાર્થ ને તેઓનાં જીવનસંગિની કલ્પનાબેનના સહકારથી આપણે કચ્છ ગુર્જરીને માણતાં રહ્યા છીએ.

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates