તમારા શોખના માધ્યમથી જીવનને રંગીન બનાવો

તમારા શોખના માધ્યમથી જીવનને રંગીન બનાવો - દર્શના ચેતન શેઠ, ગાંધીધીમ (ગઢશીશા)

જિંદગીને જોઈ લ્યો,

              માણી લ્યો,

                             જીવી લ્યો.

ક્યારે શું થશે? કંઈ ખબર નથી. તમારામાં રહેલા અભિવ્યક્તિને પ્રતિબિંબ કરો. જેમ કે પ્રકાશિત કરતાં બહુ જ ધીરજ રાખવી પડે છે. એ ઉર્જાનો ધ્યાન કેન્દ્રિત કરવા પડે છે જીવનમાં. મહેનત કરવા છતાં પણ લક્ષ્ય મીણબતીની જેમ પીગળી જાય છે.

દરેક વ્યક્તિના બે પાસા છે સારા-નરસા. જેમ કે તેનામાં રહેલા સારા ગુણો આપણને આપણામાં કેન્દ્રિત કરવાના છે. હંમેશા પોઝીટીવ થીંકીંગ રાખો. જીવનમાં દરેક કાર્યોમાં ખૂબ જ અવરોધો આવવાના છે પણ એ અવરોધોને દૂર કરીને પોતાની જાતને સક્ષમ બનાવવાની છે.

જ્યારે તમે નિરસ બની જાઓ. જીવન જીવવા લાયક ન લાગે ત્યારે તમારા શોખની પ્રગતિ કરો. દિવસને તહેવારની જેમ બદલી નાખો. તમે તમારા માટે જીવો. જીવનને દરરોજ બનાવી નાંખો એક નવો તહેવાર.

કંઈક નવું કરો. ખાવો-પીવો. પ્રકૃતિની મજા માણો. અને સમય આવે ત્યારે બીજામાં રહેલા સારા ગુણ કેળવવા સાથે તેમનામાં પ્રશંસાનો ભાવ કેળવો.

તેમાંથી સામેની વ્યક્તિનું શત્રુ દૂર થઈને તમારી સાથે મિત્રતાનું પ્રયાણ થશે.

પોતામાં રહેલા શોખના માધ્યમથી વ્યક્તિનું વ્યક્તિત્વ બહાર પડે છે. એક નવી ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત થાય છે. કુટુંબ- પરિવાર- સમાજમાં અનેરો દરજ્જો મળે છે.

જેમ કે ગગને રહેલા મેઘધનુષની જેમ જીવનમાં સપ્ત રંગીના દરેક માહોલને પ્રશંસનીય બનાવી જીવનના દરેક રંગમાં રંગીન બની જાય છે.

 

 

(કચ્છ ગુર્જરી મે ૨૦૨૦માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates