શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ

શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ - ચંદ્રા દિલીપ ઝવેરી, કોચીન

જરૂરિયાત પ્રમાણે અને અનુકૂળતા હોય, તક મળે અને નવી ભાષા શીખવાની ધગશ હોય તો જ વ્યક્તિ એકથી વધારે ભાષાઓનું જ્ઞાન મેળવવા સમર્થ બનતા હોય છે. શાળામાં આજની જરૂરિયાત પ્રમાણે ભવિષ્યની પ્રગતિમાં અનુકૂળ થાય એ માટે અંગ્રેજી ભાષા પર વધારે પડતું મહત્ત્વ આપીને ફક્ત એક જ ભાષામાં વધુ ધ્યાન આપવા માટે સલાહ અપાતી હોય છે. શિક્ષકો, વાલીઓ, સમાજ અને સરકાર પણ અંગ્રેજીને વધારે પ્રાધાન્ય આપે છે. એ વાત પણ એટલી જ સાચી છે કે યુવાનોને કેરિયર બનાવવા અંગ્રેજી ભાષા શીખવી જ પડે, પરંતુ કેરિયર બનાવવાનાં લોભમાં આપણી માતૃભાષાને ન ભૂલવી જોઈએ. માટે દરેકે આગ્રહ રાખવો જોઈએ કે ગમે તેટલી ભાષાઓ શીખીએ પણ માતૃભાષા તો આવડવી જ જોઈએ.

વિજ્ઞાન અને ટેક્નોલોજીની વધતી જતી પ્રણાલી માટે વિશ્વભરમાં જે ભાષા ચાલી શકે છે તે અંગ્રેજી છે. એટલે અંગ્રેજી આંતરરાષ્ટ્રિય ભાષા છે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું એ અતિ આવશ્યક બની ગયું છે, પરંતુ આ બધી બાબતોને અનુસરતા આપણી માતૃભાષાને અન્યાય તો નથી કરતા ને? આપણે આપણા બાળકોને માતૃભાષા શીખવા પ્રોત્સાહિત કરીએ છીએ? દરેક વ્યક્તિએ આ પ્રશ્ન પોતાની જાતને પૂછવા જેવો છે. જવાબ ‘ના’માં જ મળશે. બાળક અંગ્રેજી બોલે તો માતા-પિતા ગૌરવ અનુભવે. ઘણાં વ્યક્તિઓ તો બાળક બે વર્ષનું થયું હોય, માંડ બોલતાં શીખ્યું હોય તો પણ પ્રસંગોમાં કે પાર્ટીઓમાં બધાની સામે બાળકને એ.બી.સી.ડી. બોલવાનું કહે અને પછી બાળકને શાબાશી મળે. એટલે નાનપણથી જ બાળકને અંગ્રેજી પ્રત્યેનો લગાવ વધી જાય, પરંતુ માતૃભાષા ન આવડે તો માતા-પિતા લઘુતાગ્રંથિ અનુભવતા નથી.

શ્રી ચેતન ભગત જેવા મહાન લેખકે પણ લખ્યું છે કે ‘અંગ્રેજી ભાષા પત્ની છે અને માતૃભાષા માતા છે. તેથી બંનેને પ્રેમ કરો.’ સૌ પ્રથમ આપણે જ આપણી માતૃભાષાનું સન્માન કરવું જોઈએ. વિદેશોમાં પણ સંસ્કૃત ઉપરાંત અન્ય ભાષાઓ અને આપણા દેશના અલગ અલગ પારંપારિક નૃત્યો શીખવતી શાળાઓની શરૂઆત થઈ ગઈ છે. ભારતની ભાષાઓ, નૃત્ય, સંસ્કૃતિ, યોગ, સંસ્કાર, તહેવારો, રીત-રિવાજો, ધાર્મિક વેદો વગેરે શીખવા માટે પરદેશીઓ આપણે ત્યાં આવીને વસ્યા છે. વિદેશોમાં વસતા ભારતીયો જે તે રાજ્યોનાં હોય તો પોતાની માતૃભાષામાં જ ઘરમાં બોલતા હોય છે. પણ ભારતમાં રહેતા નાગરિકો જ ઘરમાં બાળક સાથે અંગ્રેજીમાં વાત કરતા હોય છે. એવા અનુભવો આજકાલ ઘણાએ અનુભવ્યા હશે. આપણે જ આપણી ભાષાને અવગણીને અન્ય ભાષાને મહત્ત્વ આપ્યું છે. આ તો ‘પગ પર કુહાડો મારવા’ જેવું થયું ને? વિશ્વના ઘણા એવા દેશો છે જે અન્ય દેશો સાથેના વ્યવહારમાં પોતાની જ માતૃભાષાનો ઉપયોગ કરે છે, અંગ્રેજી ભાષાનો નહિ. એનું કારણ એ જ કે પોતાની માતૃભાષા લુપ્ત ન થાય. આ બધું જાણીને હવે આપણે આપણી માતૃભાષાને ક્યારે માન આપીશું? અત્યારની પેઢીમાં અંગ્રેજીનું મહત્ત્વ ગઈ પેઢીમાં હતુ એનાં કરતાં અનેક ગણું વધ્યું છે. આપણે તો માતૃભાષામાં જ અભ્યાસ કર્યો છે પણ આજની પેઢીને માતૃભાષા શીખવા પ્રેરણા પૂરી પાડવી જોઈએ. અત્યારે તો એવા અનુભવો પણ થાય છે કે માતા-પિતા જ બાળકને કહેતા હોય છે કે માતૃભાષા નહીં આવડે તો ચાલશે પણ અંગ્રેજી ભાષા આવડવી જ જોઈએ. આપણી માતૃભાષા તો ગૌરવશાળી ભાષા છે. આપણી ભાષાની મીઠાશ તો જુઓ! ખારા નમકને પણ આપણી ભાષામાં તો મીઠું જ કહીએ છીએ ને? માતૃભાષામાં પરિવારનાં દરેક સભ્યોનાં અલગ અલગ સંબંધો અને સંબોધનોની એક અલગ મીઠાશ હોય છે. જેમકે દાદા-દાદી, નાના-નાની, મામા-મામી, કાકા-કાકી આમ દરેકને માટે માનવાચક સંબોધન. જ્યારે વિદેશી ભાષામાં અંકલ અને આંટીમાં બધા જ સંબંધો સમાઈ જાય.

બીજી એક ખાસ વાત એ કે આપણી માતૃભાષામાં લખાયેલ સાહિત્યનું વાંચન કરવાથી જ ભાષાનું ગૌરવ અનુભવી શકાય. સાહિત્ય દ્વારા ભાષાનો મહિમા અને અગત્યતા સમજે તો‘સોનામાં સુગંધ ભળે.’ પરિવારનાં સભ્યો કે અન્ય વ્યક્તિઓનાં વિચારો સમજી શકાય. લાગણી, સંસ્કારો, પરંપરા, ધર્મ વગેરે માતૃભાષા થકી જ સમજાય. માતૃભાષાની સાથે સાથે વતન અને માતૃભૂમિનાં પ્રેમમાં પણ વૃદ્ધિ થાય. જનરેશન ગેપ દૂર થાય. સંબંધોમાં નીકટતા અનુભવાય. સંસ્કૃતિનાં સત્ત્વનું નિરૂપણ માતૃભાષામાં સરળતાથી થઈ શકે. ‘માતૃભાષા તો સંસ્કૃતિ, વ્યવહાર, ધર્મ, પ્રેમ, સંસ્કાર અને સ્નેહને સાંકળતી એક સાંકળ છે.’ સંસ્કૃતિ અને ધર્મને ટકાવી રાખવા, સમજવા માતૃભાષા જરૂરી છે. માતૃભાષા ન આવડે તો વ્યક્તિ પોતાના સમાજ, ધર્મ, સંબંધો, સંસ્કૃતિ તથા પરંપરાઓથી વિમુખ થતો જાય છે. અને અન્ય ભાષાનાં સંબંધો, સંસ્કૃતિ સાથે સહજતા કેળવી શકતો નથી. આવી વ્યક્તિઓની ઉછીનું લીધું હોય એવી હાલત થાય છે એટલે કે ગુજરાતી કહેવત અનુસાર ‘ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો’ જેવંુ જીવન પસાર કરવાનો વારો આવે છે. માતૃભાષાને બચાવવાનો સમય હવે આવી ગયો છે. માતૃભાષા સાથે ગુજરાતીપણું અને ગરવી ગુજરાતનું વિશ્વભરમાં અનોખું સ્થાન અને મહત્ત્વ છે તે નષ્ટ પામશે અને માતૃભાષા એક ઈતિહાસ બનીને રહી જશે. મૃતભાષા બનતી રોકવા દિલથી માતૃભાષાને અપનાવવી જરૂરી બની જાય છે. 

‘માતૃભાષા એ આપણી ઓળખ છે. માનો ખોળો છે અને માતૃભાષા બોલવી એ આપણો ધર્મ બની જાય છે.' માતા-પિતા, પરિવાર, સમાજ અને સરકારને પણ જાગવાની જરૂર છે. ભારતનાં દરેક રાજ્યોની શાળાઓમાં પોતાની ભાષા શીખવી ફરજીયાત છે. માતૃભાષા આપણી ‘મા’ છે અને આપણા ધર્મ પ્રમાણે ‘મા, મહાત્મા અને માતૃભાષાનું સન્માન થવું જ જોઈએ.’ આ વાકય આપણને વિચારતા કરી દે છે કે આપણે માતૃભાષાને અન્યાય કર્યો છે. દરેકે આ બાબતે જાગરૂકતા લાવવી ફરજિયાત બની જાય છે. માતૃભાષાને કરેલા અનયાયને ન્યાય આપવા સજ્જ બનો. પોતાની ભાષાને અળગી કરવી એ શરમજનક બાબત છે. દેશ કે વિદેશમાં રહેતા આપણા પરિવારજનો એકમેકને મળે ત્યારે માતૃભાષામાં જ વાતચીત કરવી એવા નિયમાનુસાર ચાલવું જરૂરી બની ગયું છે. એકબીજા સાથે અન્યભાષામાં વાત ન કરવી એવો નિર્ણય લેવો જોઈએ. બાળક અન્ય ભાષા સાથે માતૃભાષામાં પણ એટલી જ સહજતાથી, સરળતાથી બોલી-વાંચી શકે, સમજી શકે ત્યારે ગૌરવ અનુભવાય. માતૃભાષા શીખવા અલગ ટ્યુશનની જરૂર નથી. પરિવારજનો દ્વારા વારસામાં જ મળે છે. જન્મથી જ આપણા લોહીમાં છે. મહાભારતમાં પણ કહ્યું છે કે અભિમન્યુએ ચક્રવ્યુહની વિદ્યા એની માતાનાં ગર્ભમાં હતાં ત્યારે જ શીખી લીધી હતી. આપણી ભાષા શીખવા કોઈ બાહ્ય વ્યક્તિની જરૂર નથી. માતૃભાષાને આત્મસાત કરવી અને કરાવવી એ આપણી ફરજ છે.

‘માતૃભાષા એ માણસનો ટ્રેડમાર્ક છે. એના થકી જ માણસ ઓળખાય છે.’ દેશવિદેશમાં જન્મીને ઉછરનાર વ્યક્તિ ગમે ત્યાં હોય પરંતુ જે તે શાળામાં ભણાવાતી ભાષા પણ અંગ્રેજી સાથે શીખવી પડતી હોય છે તો બાળકને જન્મથી જ જે તે ભાષાઓની સાથે માતૃભાષાનું જ્ઞાન આપવું એ પરિવારની, વડીલોની, માતા-પિતાની ફરજ બને છે. નાના બાળકો ખૂબ સરળતાથી અન્ય ભાષાઓ એક સાથે શીખી લેતા હોય છે અને સહજતાથી સ્કૂલનાં બીજા અન્ય ભાષી બાળકો સાથે સંવાદ સાધી લેતા હોય છે, તો એ સાથે સાથે ઘરમાં પણ શીખવવામાં આવતી માતૃભાષા તો ખૂબ ઝડપથી શીખી જાય એ નક્કી જ છે. બાળપણમાં શીખેલ ભાષાઓ જીવનપર્યંત ભૂલાતી નથી. જરૂરિયાત ન હોય તો બોલવાનો મહાવરો ઓછો થઈ જાય પણ ભૂલી તો ન જ જવાય. આગળ વિચારીએ તો ગુજરાતી ભાષાનું સાહિત્ય એક મહાસાગર છે. આ મહાસાગરમાં ડૂબકી મારવા માટે તો માતૃભાષા શીખવી આવશ્યક છે. તેમાં પણ વિપુલ પ્રમાણમાં બાલ સાહિત્યની પણ રચના થઈ છે. કલ્પનાસભર વાર્તાઓ, જોડકણાઓ, બાળગીતોનું જ્ઞાન માતાપિતા આપી શકે. દરેક નાગરિક થોડો જાગ્રત થાય તો માતૃભાષાનું ગૌરવ જળવાય જ. માતૃભાષાનાં વિકાસથી આપણી સંસ્કૃતિ અને દેશનો વિકાસ થાય. ‘એકતામાં અનેકતા’નાં સૂત્રને સિદ્ધ કરવા માટે અન્ય ભાષાઓ સાથે માતૃભાષા જરૂરી છે. માતૃભાષામાં લખાયેલું વિશાળ સાહિત્ય સજર્ન આવનાર પેઢીનો વારસો છે. તેને જાળવી રાખવા આપણો ફાળો પણ એટલો જ જરૂરી છે.‘પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાંય અધિક મૂલ્યવાન છે. રત્નો બાહ્ય ચમકદમક આપે છે જ્યારે પુસ્તકો અંતઃકરણને ચમક આપે છે.’ પુસ્તકોથી જીવન સમૃદ્ધ બને છે.

ભારતનાં અન્ય રાજ્યો અને વિદેશોનાં અલગ અલગ તહેવારો, વાનગી, પહેરવેશ, રીતરિવાજ, ભાષા બધું જ અપનાવીએ છીએ. ફાધર્સ ડે, મધર્સ ડે, વેલેન્ટાઈન ડે, ફ્રેન્ડશીપ ડે પણ અપનાવ્યું છે. સમગ્ર વિશ્વની સંસ્કૃતિને માન આપીએ છીએ, એમાં આપણો વિશ્વ માનવ પ્રત્યેનો અન્યોન્ય માટેનો પ્રેમ પ્રદર્શિત થાય છે. પણ સાથોસાથ માતૃભાષાની અવગણના ન થવી જોઈએ. એવો હઠાગ્રહ રાખવો જોઈએ તો જ આપણી માતૃભાષાને પ્રગતિનાં પંથે આગળ વધારવાનો અમૂલ્ય ફાળો આપ્યાનો યશ પ્રાપ્ત થશે. માતૃભાષાને સદ્ધર અને વિકસિત બનાવવાનો અવસર દરેકને મળ્યો છે, પરંતુ સાથે સરકારનો પણ સાથ મળે તો ‘સોનામાં સુગંધ ભળે’. માતૃભાષામાં તાલીમ પામેલા શિક્ષકોની નિમણુંક અને અલગ અલગ પ્રોજેક્ટોની રચના કરીને તેનાં પર શિક્ષણ કાર્ય થાય એ પ્રકારનાં નિયમો ઘડવા જોઈએ. શાળાઓએ પુસ્તકમેળાનું આયોજન કરવું ખૂબ જરૂરી બને છે, જેથી બાળકોને માતૃભાષાના સાહિત્ય વાંચન પ્રત્યે રુચિ જાગે, શાળાઓમાં નરસિંહ મહેતા, નર્મદ, કલાપી, મેઘાણી, ઉમાશંકર જોશી, ધૂમકેતુ, રા. વિ. પાઠક, રમેશ પારેખને પહોંચાડવાના છે. સરકારશ્રીનાં પ્રયત્નો બહુ મહત્ત્વ ધરાવે છે, સાથે સમાજનો સાથ પણ હોવો જોઈએ જ. આ વિષય બહુ ચિંતન માંગી લે તેવું છે.

ગુજરાતી પ્રજા વેપારી માનસ ધરાવનારી પ્રજા તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પામી છે, પરંતુ માતૃભાષાની રક્ષા કરવામાં ઊણી ઉતરી છે. માતૃભાષાની અસ્મિતા જાળવી રાખવી એ આપણું ધ્યેય હોવું જોઈએ. શ્રી અબ્દુલ કલામ, શ્રી રવિન્દ્રનાથ ટાગોર, શ્રી અમર્ત્યસેન જેવા મહાન વ્યક્તિઓએ પણ પોતાનું શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું હતું. સંત જ્ઞાનેશ્વરે ‘જ્ઞાનેશ્વરી’ની રચના મરાઠીમાં જ કરી હતી. ‘રામચરિત’ માનસ પણ તુલસીદાસે અવધિભાષામાં જ રચ્યું હતું છતાં આજે આ વિશેષ વ્યક્તિઓ આખા વિશ્વમાં જાણીતા છે આનો અર્થ એ થયો કે ફક્ત અંગ્રેજી ભાષા થકી જ કેરિયર કે નામના મેળવી શકાય એ ખોટું છે. કોઈપણ કાર્ય સાચા હૃદયથી, સાચી ભાવનાથી અને પૂરી મહેનતથી કરાય તો તે સફળ થાય જ છે. માતૃભાષા શીખવી એ માનવ અધિકાર છે.

કોઈનું લખાયેલું વાક્ય અહીં મને લખવાનું મન થાય છે કે ‘બારીમાંથી ડોકિયું કરાય અને આવવા-જવા માટે દરવાજાનો જ ઉપયોગ થાય છે' એટલે કે અંગ્રેજી ભાષા બારી જેવી છે, જેથી જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરાય અને માતૃભાષા દરવાજા જેવી છે એટલે કે દરવાજો ઘરનું, પરિવારનું મુખ્ય દ્વાર છે. મુખ્ય દ્વાર વિના ન ચાલે ઘરમાં પ્રવેશ કરવા કે બહાર જવા માટે દરવાજાનો ઉપયોગ થાય એટલે દરવાજાની જેમ અગત્યતા માતૃભાષાની છે. ઘરમાં બારીઓ ઘણી હોય પણ મુખ્ય દરવાજો એક જ હોય છે. આ વાક્ય દ્વારા માતૃભાષાની અગત્યતા સમજાય છે.

ચિત્રલેખાનાં ૬ માર્ચ ૨૦૧૭નાં અંકમાં‘નોખું-અનોખું’ કોલમમાં પણ ખૂબ જ પ્રેરણાદાયી લેખ વાંચ્યો. અમેરિકાવાસી ગુજરાતી સજર્કોનાં સહિયારા સજર્નના કુલ ૧૧૦ જેટલા પુસ્તકોનો સંપુટ ટૂંક સમયમાં મહા દળદાર ગ્રંથ રૂપે વાચકોને મળશે. આ ગદ્ય સજર્ન ‘ગિનેસ બુક’માં સ્થાન પામવાનું છે. ગ્રંથનું નામ છે ‘સંવર્ધન માતૃભાષાનું’ આ ગુજરાતીઓએ કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ગુજરાતી સંગઠનો સ્થાપ્યા છે. અમેરિકાનાં ૧૦૦ જેટલા લેખકોએ પાંચેક વર્ષમાં ગુજરાતીમાં રેકોર્ડ બ્રેક સાહિત્ય સજર્ન કર્યું. આવા સમાચારો વાંચીને આપણી છાતી ગજ ગજ ફૂલવી જોઈએ. એ બધાના પ્રયત્યનો સાકાર થયા છે. આવા ઉદાહરણો દ્વારા દેશનાં નાગરિકોએ પણ આવું કાંઈ કરવાની પ્રેરણા લેવી જરૂરી બને છે. આવું માતૃભાષાનું સંવર્ધન કરનારાઓને કોટિ કોટિ વંદન.

કવિ નર્મદે લખ્યું છે કે ‘ચાલો સહુ જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે.’ આમ કવિશ્રીનાં કહેવા મુજબ હવે જંગમાં ઝંપલાવવાની ઘડી આવી ચૂકી છે. અમેરિકાવાસીઓએ જંગમાં ઝંપલાવી દીધું છે તો આપણે કોની રાહ જોઈ રહ્યા છીએ? ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં શ્વસે ગુજરાત’આ વાક્યને સાર્થક બનાવવાનાં પ્રયત્નો ચાલુ થઈ ચૂક્યા છે. એ આનંદની વાત છે અને આ કાર્ય પરિપૂર્ણ ત્યારે જ થશે જ્યારે માતૃભાષાને સંજીવની બુટ્ટી આપીને વારસો જાળવીશું અને આગળની પેઢીને પણ વારસો આપીને રહીશું. આ જ એક નિયમ એ દરેક ગુજરાતીની શાન છે. ચિત્રલેખા પણ માતૃભાષાને ‘ભોંય તળિયેથી અગાશી પર જવાના પુરુષાર્થમાં ખૂબ સહયોગ આપે છે. શબ્દ સંધાન જેવી રમતો દ્વારા માતૃભાષાનું ભંડોળ વધે તે ખૂબ આવકારદાયક છે. હવે આવનારા વર્ષોમાં માતૃભાષાની અસ્મિતા જાગૃત થશે એ શક્ય છે.

સપ્ટેમ્બર ૧૦, ૧૧, ૧૨નાં ૨૦૧૬માં ભોપાલમાં વિશ્વ હિન્દુ ભાષાનું ૧૦મું સંમેલનનું ઉદ્દઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું ત્યારે તેમણે પણ કહ્યું હતું કે ‘પોતાની ભાષાનું સંવર્ધન કરવું એ દરેક પેઢીની જવાબદારી છે.’ કવિશ્રી નિરંજન ભગતે વડોદરામાં સાહિત્ય પરિષદના પ્રવચનનાં અંતે કહ્યું હતું કે – 

સમાજ કદી કવિ સૂનો ન હજો, 
સંસ્કૃતિ કદી કવિતા સૂની ન હજો.

(‘કચ્છ ગુર્જરી’ના જાન્યુઆરી ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Submitted Courtesy : Editor

Post your comment

Comments

 • descargar facebook 19/08/2019 11:04pm (4 months ago)

  Have you ever thought about creating an e-book
  or guest authoring on other websites? I have
  a blog centered on the same topics you discuss and would really like
  to have you share some stories/information. I know my audience would value your work.
  If you're even remotely interested, feel free to shoot
  me an e-mail.

 • minecraft games 19/08/2019 2:35pm (4 months ago)

  Informative article, totally what I was looking
  for.

 • plenty of fish dating site 14/08/2019 11:45pm (4 months ago)

  Hello, i believe that i noticed you visited my weblog so i came
  to go back the want?.I am trying to find things to enhance my web site!I suppose its good enough to make
  use of some of your concepts!!

 • plenty of fish dating site 14/08/2019 9:34am (4 months ago)

  Howdy! Would you mind if I share your blog with my zynga
  group? There's a lot of folks that I think would really enjoy your content.
  Please let me know. Many thanks

 • plenty of fish dating site 13/08/2019 11:25am (4 months ago)

  It's an amazing piece of writing in favor of all the web visitors; they will get advantage from it I am sure.

 • dating site 31/07/2019 7:35pm (4 months ago)

  Quality articles or reviews is the key to interest the people to
  pay a quick visit the web site, that's what this web page is providing.

 • dating site 30/07/2019 9:39am (4 months ago)

  Hey there! I realize this is kind of off-topic but I had to ask.
  Does operating a well-established blog such as yours require a massive amount work?

  I'm completely new to writing a blog however
  I do write in my journal on a daily basis.

  I'd like to start a blog so I can share my experience
  and feelings online. Please let me know if you have any kind of ideas or tips for brand new aspiring blog owners.
  Appreciate it!

 • FranClity 27/07/2019 3:47am (5 months ago)

  Medicament Propecia Effet Secondaire Propecia Does Hair Growth Improve Better With 5mg. Than With1mg <a href=http://clanar.com>viagra</a> Tadalis Sx Soft Side Effect Headaches Viagra Nebenwirkungen Erfahrungen

 • plenty of fish dating site 25/07/2019 8:15am (5 months ago)

  I do not even know how I ended up here, but I
  thought this post was good. I do not know who you are but definitely
  you are going to a famous blogger if you are not already ;) Cheers!

 • Stepamabe 24/07/2019 5:15am (5 months ago)

  Buy Doxycycline In India Lilly Cialis 10mg Et 20mg Propecia Tener Hijos <a href=http://priliorder.com>buy priligy dapoxetine united states</a> Krankenkasse Levitra Rezeptfrei

1 2 3 4

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates