સપનાંને એક તક તો આપો

સપનાંને એક તક તો આપો - જગદીશ રવિલાલ શાહ, વડોદરા (માંડવી)

માંડવીના ગુર્જર જૈન સપુતનું ‘અક્ષયપાત્ર’ મહાઅભિયાન

મારી ‘માંડવી મારી માતૃભૂમિ-ઓજસનો ઉજાસ’- ગ્રંથમાં સમાવિષ્ટ નહીં કરી શકાયેલા સમાજના દિવંગત શ્રધ્ધેઓ વિશે વિશેષ સંશોધન-ખાંખટના મારા ઇન્ટરનેટ-અભિયાન દરમ્યાન એક સમાચાર પર મારી આંખ અટકી અને રસનિમગ્ન બની એમાં ડોકિયું કર્યું  તો આનંદનો ઊભરો ચઢયો. માંડવીના ગુર્જર જૈન શ્રેષ્ઠી પરિવારના સપુતની એ કહાની હતી.

દિવસ હતો ઓગસ્ટ ૬, ૨૦૧૬

‘શિક્ષણ માટે પોષક આહાર’ માટે વિશ્વવ્યાપી આંદોલન સ્વરૂપ અને ‘અક્ષયપાત્ર’ તરીકે લોકજીભે ચઢેલી અને ચોટડૂક હૈયે વસેલી યોજના ચલાવતા અક્ષયપાત્ર પ્રતિષ્ઠાનના અમેરિકી એકમની એ જાહેરાતમાં જણાવાયું હતું કે અમેરિકા અને કેનેડામાં ‘એમ.એસ.આઇ’ ના પ્રતીકનામથી ગ્રેનાઇટ પત્થરથી માંડીને માર્બલ અને સિરેમિક્સના વ્યવસાયના બેતાજ બાદશાહ મનુ શાહ અને રિકા શાહ દંપતીએ પોતાના માદરે વતન કચ્છમાં ભુજ, માંડવી અને મુન્દ્રામાં આ ‘અક્ષયપાત્ર’ને ખૂલ્લું મૂકવા ૧૦ લાખ ડોલરનું માતબર દાન આપ્યું છે અને બીજા બે વર્ષ સુધી આટલી જ રકમ આ મહાભિયાન માટે આપવા તેઓ પ્રતિબધ્ધ અને ઉત્સુક છે.

આ ‘મનુ-રિકા’ કોણ છે?

આ ‘મનુ-રિકા’ દંપતી એટલે માંડવીની ગુર્જર જૈન જ્ઞાતિના સન્માનીય શ્રેષ્ઠી અને મુંબઇ સ્થિત દેશવ્યાપી ‘મોટા સમાજ’ તરીકે જાણીતા અને સ્વીકાર્ય શ્રી કચ્છ વીશા શ્રીમાળી ઓસવાળ ગુર્જર જૈન જ્ઞાતિ સમાજના સાઠના દાયકાના માનાર્હ કાર્યાલય-મંત્રી અને તત્કાલીન સમાજધુરંધરોના ચાલક અને પ્રેરણાબળ શ્રી રવિલાલ મકનજી શાહના સૌથી નાના પુત્ર મનુભાઇ શાહ અને મુન્દ્રાના એવા જ ખાનદાન-શ્રેષ્ઠી પરિવાર શ્રી ગાંગજી પારેખના સુપુત્રી ચંદ્રિકા શાહ. એંસીના દાયકામાં ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા જઇ વસેલા મિકેનિકલ ઇજનેર મનુ શાહ અને રિકા (ચંદ્રિકા) શાહે ઉભયની જનેતા શ્રીમતી રંભાબેન રવિલાલ મકનજી શાહ અને શ્રીમતી ચાંદુબેન ગાંગજી પારેખની સ્મૃતિમાં આ ‘અક્ષયપાત્ર’ દાનની ઝોળી છલકાવી છે.

માંડવીમાં જ જન્મેલા અને માંડવીની જ જૈન નૂતન વિદ્યાલય શાળામાં પ્રાથમિક શિક્ષણ પામેલા મનુ શાહ પરિવારના મુંબઇ-સ્થળાંતર થકી ઉચ્ચ અભ્યાસ મુંબઇમાં કરી મિકેનિકલ એન્જિનિયર થયા. ૧૯૭૪માં અમેરિકામાં આ જ ક્ષેત્રે એમ.એસ.ની પદવી લીધી. ૧૯૭૦ થી આ દંપતીની અમેરિકા વસવાટ-યાત્રા શરૂ થઇ. બે વર્ષ બાદ એની અડધી સદી પુરી થશે.

૧૦ લાખ ડોલરના દાનથી આવતી તા.૧૯મી જાન્યુઆરીએ કચ્છમાં ભૂજ ખાતે આ ‘અક્ષયપાત્ર’ મહાભિયાનનું મંગળાચરણ થશે. આ અભિયાનથી સરકારી અને સરકારી અનુદાનિત શાળાઓમાં ભણતા ૫૦ï હજાર જેટલા (વંચિત-પરિવારોના) વિદ્યાર્થીઓને પોષણ મધ્યાહન-આહાર ઉપલબ્ધ કરાવાશે. મૂળ તો શુભારંભ ૨૦૧૭માં થનારો હતો પરંતુ સંજાગાધીન એ બે વર્ષ મોડો થઇ રહ્યા છે. આવતા વર્ષે મુન્દ્રા અને માંડવી ખાતે એનાં ઉપકેન્દ્રો શરૂ થઇ જશે. ભૂજમાં ભૂજ-માંડવી રોડ પર શિવપારસ પરિસર સામે આ ‘અક્ષયપાત્ર’નું મધ્યવર્તી રસોડું નિર્માણ પામ્યું છે અને ત્યાં જ આહાર-તજજ્ઞોની નિગરાણી અને પરીક્ષણ હેઠળ આ ૫૦ હજાર બાળકોને ગરમાગરમ, પોષક આહાર નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાશે.

અક્ષયપાત્ર અભિયાન શું છે?

યાદ રાખવું જરૂરી છે કે આ મધ્યાહન ભોજન યોજના નથી પરંતુ ‘અક્ષયપાત્ર પ્રતિષિ્ïઠાન’નો ‘સપનાંને એક તક તો આપો’ ભાવના સાથે પોષક આહારના અભાવે અથવા ગરીબીને લીધે ઇચ્છિત શિક્ષણથી વંચિત રહેતા બાળકોને શોધી-શોધીને એમનાં જીવનમાં ઉત્કર્ષના ચિરાગ પેટાવવાનો મહાભિનિષ્ક્રમણ પુરૂષાર્થ છે. આ પુરૂષાર્થ હેઠળ ડ્રાયવરો, ખાનગી સુરક્ષાજવાનો, ઘરચાકરો, હોટેલોના વેઇટર્સ, મેલું ઉપાડનારાઓ, કારખાનાના શ્રમિકો, ખેતમજુરો, રસોયા, વાસણ માંજનારા, રિક્ષાચાલકો, શાકભાજી ઉગાડનારા, લારીવાલાઓ અને રોજંદારીની આવક રળનારા પરિવારોના બાળકોને આવરી લેવાય છે.

‘મનુ-રિકા’ દંપતીએ ‘અન્નપૂર્ણા' તરીકે જીવનભર સુગંધિ રેલાવી ગયેલી પોતાના જનેતાઓની યાદમાં પોતાના આ અભિયાનનું ‘અન્નપૂર્ણા' નામકરણ કર્યુ છે. ખાસ ઉલ્લેખનીય છે કે, ભારતના ૧૨ રાજ્યોના ૩૩ શહેરોમાં અમલી બનાવાયેલા આ ‘અક્ષયપાત્ર’ રસોડાંનો હાલ ૨૮ લાખથી વધુ બાળકોને પોષક આહાર પહોîચાડાય છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને કલોલ ક્ષેત્રોની કુલ્લ ૧૪૭૫ શાળાઓના ૪ લાખ જેટલા બાળકોને આ યોજનાથી શિક્ષણક્ષેત્રે ઉચ્ચકદમ માંડતા કરી દેવાયા છે. ભૂજથી પ્રારંભ થનારું કેન્દ્ર ગુજરાતનું છઠ્ઠું, કચ્છનું સર્વપ્રથમ હશે. ગુજરાતમાં ૨૦૦૭માં અમદાવાદથી એનો પ્રારંભ કરાયો. ૨૦૦૯માં વડોદરા અને ૨૦૧૨માં સુરત ક્ષેત્રોને આવરી લેવાયા. આ ત્રણે સ્થળોએ ‘અક્ષયપાત્ર’ના મધ્યવર્તી રસોડાં ચાલે છે.

આંકડાની દ્રષ્ટિએ જાઇએ તો-
શહેર          શાળા  લાભાર્થીછાત્રો
અમદાવાદ    ૪૨૬    ૧,૦૦,૩૫૫
ભાવનગર     ૫૬      ૧૪,૧૧૦
વડોદરા       ૬૧૮     ૧,૦૫,૫૩૩
સુરત          ૩૫૨    ૧,૬૪,૫૫૪
કલોલ         ૯૩      ૧૪,૨૬૧

સ્વપ્ïન શિલ્પી સ્વામી

આ ‘અક્ષયપાત્ર’નું સપનું સેવ્યું હતું. ‘ઇસ્કોન’ના પ્રણેતા અને સ્થાપક દિવ્યપુરૂષ એ.સી. ભક્તિવેદાંત પ્રભુપાદ સ્વામીએ, કલકત્તા નજીકના માયાપુર ગામમાં પોતાની હવેલીમાં બેઠાં બેઠાં તેમણે જાવું કે હવેલી નજીકના ચોગાનમાં ફેંકી દેવાયેલા એંઠવાડને ખોતરતા શ્વાનોને તગેડી એનો આસ્વાદ આભાર - નિહારીકા રવિયા  માણવા કેટલાક દુર્બળ, અર્ધનગ્ïન કિશોરો મથામણ કરી રહ્ના હતા. સ્વામીજીને હૈયે શૂળવેદના ઉપડી અને પોતાના અનુયાયીઓને તત્કાલ આદેશ કર્યો કે આસપાસના ૧૦ કિલોમીટર પરિઘ વિસ્તારમાં કોઇ જ બાળક ભૂખ્યું ન સૂએ અને શિક્ષણથી વંચિત ન રહે. સ્વામીજીના આ સપનાનો સૌ પહેલો પ્રતિસાદ ઝીલાયો કર્ણાટકના બેîગલોરમાં જૂન ૨૦૦૦માં પાંચ સરકારી શાળાઅોના ૧૫૦૦ બાળકોથી એનો પ્રારંભ કરાવાયો. આજે કર્ણાટકના વિવિધ શહેરોની ૨૮૮૭ શાળાઓમાં ૪,૪૯,૦૭૯ બાળકોને આ પોષક આહાર પહોîચાડાય છે.

૨૮ નવેમ્બરે ૨૦૦૧ સુપ્રીમ કોર્ટે દેશની તમામ રાજ્ય સરકારોને બાળકોને ‘મધ્યાહન ભોજન યોજના’ હેઠળ આવરી લેવાનો ચૂકાદો આપ્યો હતો. એ ચૂકાદાનો અમલ ‘સરકારી રાહે’ ચાલે છે. ‘અક્ષયપાત્ર’ એથી ભિન્ન છે. પોતાનાં જ રસોડામાં રસોઇ તૈયાર કરવાથી માંડીને વિતરણ કેન્દ્ર સુધી પોતાના વાહનોમાં નિ ત તાપમાન સાથે આ રસોઇ પહોîચાડાય છે. ગુણવત્તા ચકાસણી નિષ્ણાત આહારશાસ્ત્રીઓ કરે છે.

૨૦૧૬ની છઠ્ઠી ઓગસ્ટે ‘અક્ષયપાત્ર-પ્રતિષ્ઠાન’ના અમેરિકી એકમના વરિષ્ïઠ કાર્યવાહક અધિકારી અને જગત્ખ્યાત શાસ્ત્રીય સંગીતકાર અને આયુર્વેદિક તબીબ ડો. કુ.વંદના તિલકને ‘મનુ-રિકા’ દંપતીએ પોતાના પ્રથમ હપ્ïતાનો ૧૦ લાખ ડોલરનો ચેક અર્પણ કર્યો.

‘અક્ષયપાત્ર’ના પરામર્શકો-સમર્થકો

ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ એસ.રાજેન્દ્ર બાબુ આ અભિયાનના ભારતીય પ્રતિષ્ïઠાનના એક પરામર્શક છે તો એ.આર.રહમાન, શ્રધ્ધાકપૂર, સંજીવ કપૂર, વિવેક ઓબેરોય, સોના મહાપાત્ર વિગેરે જેવા જાણીતાં વ્યક્તિત્વો એનાં સમર્થકો છે. રાજેન્દ્ર હિંદુજા, સંગીતા જિંદાલ, ડો.દેવી શેટ્ટી, સાન્ïનુ કોચ વિગેરે આર્થિક ક્ષેત્રોનાં દિગ્ગજો એના પરામર્શકો છે.

ભારતના ૨૮,૮૩,૩૦,૮૦૬ બાળકોની સાથોસાથ કચ્છના ૫૦ હજાર બાળકોને આવતી ૧૯ જાન્યુઆરીથી આ ‘અક્ષયપાત્ર’ના શિક્ષણ કાજે પોષક આહાર’નો લાભ સુલભ થશે એ ઘટનાને મંગળ પધામણાં અને કચ્છના ગુર્જર જૈન શ્રેષ્ઠિ પરિવારોના સંતાનો એવા ‘મનુ-રિકા’ને ધન્યવાદ.

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates