સંયમીના ઉપકરણો

સંયમીના ઉપકરણો - હીરલ શ્રેણીક ઝવેરી, ભુજ

પૂ. મુનિ ભગવંતને વાપરવા માટેના સાધનો

ઓઘો : આ છે ઓઘો -પણ તે મોંઘો, વૈરાગીને મન સોંઘો.

દંડાસણ : આ છે દંડાસણ, જીવોને ન થાય વિમાસણ (દુઃખ)

સંથારો : આ છે સંથારો. ખરેખર એ છે મોક્ષ માર્ગનો સથવારો.

આસન : આ છે આસન. મોક્ષમાર્ગનું (પ્રાપ્તિનું) સિંહાસન.

વેષ : આ છે વિરતિ. ધર્મના વેલની વાત દેવો ઝંખે તો પણ ન મળે એક રાત.

ચરણ : આ છે પવિત્ર ચરણ. કરવું જોઈએ આત્મ સમર્પણ.

પાત્રા : આ છે ગૌતમ સ્વામીના પાત્રા, જેથી સુખે પમાય સંયમયાત્રા

મુહપતિ : આ છે મુહપતિ, મોક્ષ માર્ગની બત્તી.

ચરવળી : આ છે ચરવળી (જીવદયાનું પાલન કરાવે) સવળી.

તરપણી : આ છે તરપણી. તેમાં લેવાય (વ્હોરાવાય) નિદરેષ આહાર-પાણી.

નવકારવાળી : આ છે ૧૦૮ પાણાની માળા. (નવકારવાળી) જપતાં જીવનને દે અજવાળી.

પોથી-શાસ્ત્ર : આ છે પોથી-શાસ્ત્ર. વાંચતાં-વંદતાં જીવન થાય પવિત્ર.

લેવા જેવું સંયમ - ત્યજવા જેવો સંસાર ! પ્રાપ્ત કરવા જેવો મોક્ષ.

દેરાસર જવાથી શું લાભ

માત્ર ઈચ્છા કરવાથી - ૧ ઉપવાસનું ફળ

જવા માટે ઉભા થવાથી - ૨ ઉપવાસનું ફળ

માત્ર પગ ઉપાડવાથી - ૩ ઉપવાસનું ફળ

જિનાલય તરફ ચાલવાથી - ૪ ઉપવાસનું ફળ

જિનાલય જવા અડધું ચાલવાથી - ૧૫ ઉપવાસનું ફળ

જિનાલય દેખાય ત્યાં - ૩૦ ઉપવાસનું ફળ

જિનાલય પહોંચે ત્યાં - ૬ માસના ઉપવાસનું ફળ

જિનાલયના દ્વારા પાસે આવતાં - ૧ વર્ષના ઉપવાસનું ફળ

પ્રદક્ષિણા દેતાં - સો વર્ષના ઉપવાસનું ફળ

પૂજા કરતાં - હજાર વર્ષના ઉપવાસનું ફળ

સ્તુતિ-સ્તવન કરતાં. - અનંતગણું ફળ મળે છે.

 

(કચ્છ ગુર્જરીના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates