સંસ્કૃતનું મહત્ત્વ

સંસ્કૃતનું મહત્ત્વ - રાહુલ અરવિંદ સંઘવી, અમદાવાદ

સંસ્કૃત એ આદિકાળથી બોલાતી પ્રાચીન ભાષા છે તે સંસ્કૃતિ પણ છે સંસ્કૃત ભાષાનો ઉપયોગ માનવ સાથે દેવો પણ કરે છે. સંસ્કૃતનો અર્થ કેટલો સરસ છે. સંસ્કૃત એટલે સારી રીતે સંસ્કારિત કરેલું. આજે સામાન્ય જનને સંસ્કૃત બોલવું, વાંચવું, સમજવું ઘણું અઘરું લાગે છે પણ જો ધ્યાનપૂર્વક તેનો અભ્યાસ કરવામાં આવે તો શીખવામાં જરાય અઘરું નથી. સંસ્કૃત શીખવા માટે સરળ ઉપાય સૌ પ્રથમ સંસ્કૃત વ્યાકરણ ભણો તો જરાય અઘરું ન લાગે. વ્યાકરણ એટલે પોતીકીભાષાનું મુખ્ય અંગ છે. વ્યાકરણ વગરની ભાષા અટેલે દૂધ વગરની ખીર, ઘી વગરના લાડુ જેવું. જે રીતે દૂધ વગર ખીર અને ઘી વગરે લાડુ શક્ય નથી. એમ વ્યાકરણ વગર ભાષાનું મહત્ત્વ નથી.

જેમ બાળક મા પાસે સુરક્ષિત રહે છે એવી રીતે સંસ્કૃત ભાષા દરેક ભાષાની મા જેવી જ છે. આજના સમયમાં દુનિયા સાથે તાલ મિલાવવા જતાં આપણને આપણી ભાષાનું મહત્ત્વ નથી સમજાતું. સંસ્કૃત ભાષા ધ્યાનથી સાંભળો, એના સુભાષિત, શ્લોકમાં આ બધું કહી દીધું છે. આપણા ભારત દેશના મુખ્ય ધર્મોમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થયો છે. હિન્દુ ધર્મના ‘રામાયણ’, ‘મહાભારત’, ‘વિષ્ણુ પુરાણ’ ભાગવદ્‌ગીતા’ જૈન ધર્મના નવ તત્વો કમ્મ પૈઢી તત્ત્વાર્થ આ બધા સંસ્કૃત ભાષામાં જ રચાયેલાં છે.

જૈન ધર્મમાં આવતી પ્રાર્થનાઓ, ભક્તામર સ્ત્રોત, કલ્યાણ મંદિર સ્ત્રોત, જૈન પંજરી સ્તોત્ર સંસ્કૃતનાં છે. સંસ્કૃત વ્યાકરણ માટે મહાન જૈનાચાર્ય પૂ.શ્રી હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના કરી અને સમસ્ત સંસ્કૃત ભાષાનું ગૌરવ સાથે ગુજરાતનું માન વધાર્યું.

સંસ્કૃતનું એક સરસ સુભાષિત છે.

भाषासु मुख्या मधुरा दिव्या गीर्वाण भारती /

तस्माद्धि काव्यम मधुरम  तस्मादपी  सुभाषितम ||

એટલે કે સંસ્કૃત બધી ભાષાનો ભગવાન છે.

સંસ્કૃતનું સાહિત્ય અને કાવ્ય મધુર અને ઉત્તમ સુભાષિતોથી ભરપુર છે.

આજે ઘણા લોકો સંસ્કૃત તરફ પાછા ફરી રહ્યા છે, સાચા હૃદયથી જોડાઈએ તો સંસ્કૃત ભાષાનું જે મહત્ત્વ છે તેને પ્રાપ્ત કરવામાં જરાપણ વાર નહીં લાગે.

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates