સંપાદકની કલમે - સપ્ટેમ્બર

સંપાદકની કલમે - સપ્ટેમ્બર - ડૉ. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ

આજકાલ યુવાવર્ગના બાળકો પોતાના મિત્રો સાથે રજાઓ દરમિયાન હરવા-ફરવા જતા હોય છે ત્યારે સાથે કોઈ વડીલ ન હોવાથી ન કરવાના કાર્યો કરે છે. મુંબઈ જેવા શહેરમાં આ બાળકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પોતાની બહાદુરી બતાવવા ટ્રેનના ડબ્બાના દરવાજા બહાર લટકીને મુસાફરી કરે છે. આવા બાળકોને ટ્રેનની નજીક આવતા થાંભલાઓ ધ્યાન બહાર રહી જાય છે અને તે થાંભલા સાથે અથડાઈ જાય છે. આવી રીતે અથડાઈને કેટલાય બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેવી જ રીતે ફરવાના સ્થળે જો દરિયો નજીક હોય તો દરિયામાં સાથે ન્હાવા જાય છે, દરિયાનાં મોજાં ક્યારે ખૂબ ઉછળશે તે કોઈને ખબર નથી હોતી. ઉછળતાં મોજાં ઘણીવાર આવા બાળકોને દરિયામાં ખેંચી જાય છે પરિણામે બાળકો પોતાના જીવ ગુમાવે છે. આવી જાન ગુમાવી બેસવી પડતી રમતની મજાઓ ભોગવવાની શી જરૂર છે? દરેક ઘરના વડીલે પોતાના બાળકોને એકલા પોતાના મિત્રો સાથે જતા હોય, ત્યારે આવી રમતોથી દૂર રહેવાની ખાસ શિખામણ આપવી જોઈએ. પોતાના મિત્રોને પોતાની બહાદુરી બતાવવા જતાં જીવ ગુમાવવો પડે, એવી બહાદુરી બતાવવાની કોઈ જરૂર નથી તે વડીલોએ ખાસ સમજાવવું જોઈએ.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates