સંપાદકની કલમે - સપ્ટેમ્બર ૨૦૧૯

સંપાદકની કલમે - સપ્ટેમ્બર ૨૦૧૯ - ડૉ. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ, ઘાટકોપર

આજના જમાનામાં બાળકો તેમજ યુવાવર્ગ સ્કૂલ કે કૉલેજમાં ભણવા જતા હોય તો ત્યાં છોકરાઓની છોકરીઓ સાથે કે છોકરીઓની છોકરાઓ સાથે મૈત્રી થઈ જાય છે. ચાર-પાંચ વર્ષ સુધી સાથે ભણવાનું થાય, તો મૈત્રી ગાઢ થઈ જાય છે. યુવા વયે આ ગાઢ મૈત્રીના પરિણામે એકબીજા સાથે લગ્ન કરી લેવાની ઈચ્છા થઈ જાય છે. ઘણીવાર જૈન યુવક કે યુવતી અજૈન હિન્દુ, મુસલમાન, પારસી, શીખ, ક્રિશ્ચિયન કે એવા બીજા કોઈ ધર્મના સાથે લગ્ન કરવા પણ તૈયાર થઈ જાય છે. એક બિનમાંસાહારીના કોઈ માંસાહારી સાથે સંબંધ બંધાઈ જાય તો લગ્ન પછી આ સંબંધમાં તિરાડો પડવા માંડે છે. ખાસ કરીને જૈન મા-બાપો પોતાના દીકરા કે દીકરીને માંસાહારી થઈ જાય તે કબૂલ કરી શકતા નથી. આ પરિસ્થિતિ ન થાય, તે માટે જૈન મા-બાપોએ પોતાના દીકરા-દીકરીને નાનપણથી ચેતવી દેવા જોઈએ. ઈતર ધર્મ પાળતા છોકરા કે છોકરીઓ સાથે ગાઢ મૈત્રી ન કરવાની સલાહ આપવી જોઈએ. સમાજમાં આવા ઈતર ધર્મના યુવક-યુવતીઓના કજોડા સમય જતાં એકબીજાથી અલગ થઈ જાય છે. પોતાના નજીકના સંબંધીઓ આવા કજોડાને સ્વીકારતા નથી. માટે જૈન મા-બાપે પોતાના પુત્ર કે પુત્રીને સારી રીતે ભવિષ્યમાં મુસીબતો કેવી થાય છે તે સમજાવવું જરૂરી છે. બાળકને નાનપણથી મગજમાં ઠસાવી દેવું જોઈએ કે પોતાના ધર્મ પાળતા બાળકો સાથે જ ગાઢ મૈત્રી કરવી જોઈએ. ઈતર ધર્મના દેખાવડા હોય, આર્થિક રીતે ખૂબ જ સુખી હોય, બુદ્ધિશાળી હોય, ઈતર પ્રવૃત્તિઓમાં પણ હોશિયાર હોય, તો પણ તેમની સાથે ગાઢ મૈત્રી કરવાથી દૂર રહેવું જોઈએ તે બાબત પોતાના દીકરાદીકરીને સારી રીતે મગજમાં ઉતારવું જોઈએ.  

 

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates