સંપાદકની કલમે - જુન ૨૦૧૯
Mahendra B. Shah

સંપાદકની કલમે - જુન ૨૦૧૯ - ડૉ. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ, ઘાટકોપર

સ્કૂલ તેમજ કૉલેજના વિદ્યાર્થીઓ પોતાની શાળા અથવા કૉલેજ તરફથી ગોઠવાયેલ નાની પિકનીક માણવા વિવિધ જગ્યાએ જતા હોય છે. સાથે ભણતા મિત્રો એકબીજાને વિવિધ રમતો રમવા પ્રોત્સાહિત કરતા હોય છે. ક્યારેક પીકનીકના સ્થળે તળાવ કે પાણીની નહેર હોય તો ઉત્સાહિત બાળકો પાણીમાં નહાવા જરૂર જાય છે! પાણી કેટલે ઊંડે સુધી છે કે નહેરનું પાણી કેટલા જોશમાં જાય છે તેની તેમને સમજ હોતી નથી. નહાવા જનાર બાળકોમાંથી થોડા ઘણાને તરતાં આવડતું હોય છે અને કેટલાકને તરતાં આવડતું નથી હોતું. આવા બધા બાળકો એકબીજાને જોઈને જાતે નહાવા ગયા વગર રહી શકતા નથી. પરિણામે જ્યારે ઊંડા પાણીમાં તરતાં ન આવડતું હોય, તેવા બાળકો જાય, ત્યારે ડૂબવા માંડે છે. પોતાને બચાવવા બૂમાબૂમ કરે છે ત્યારે તરતાં થોડું ઘણું આવડતું હોય તેવા તેમને બચાવવા જાય છે. ડૂબતાને બચાવવાનું સહેલું નથી તેથી ઘણીવાર બચાવવા ગયેલા બાળકો જાતે પણ ડૂબીને મરી જાય છે. પોતાના બાળકો આવી રીતે નહાવા ન જાય તે માટે મા-બાપે બાળકોને ખાસ સમજાવવું જોઈએ. એક થોડી મજાક મસ્તી કરવા જતાં પોતાની કિંમતી જિંદગી ગુમાવવી ન પડે તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ.

 

 

(કચ્છ ગુર્જરી જુન ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates