સંપાદકની કલમે - જુલાઇ ૨૦૧૯

સંપાદકની કલમે - જુલાઇ ૨૦૧૯ - ડો. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ, ઘાટકોપર

વર્તમાન પત્રમાંથી જાણવા મળ્યું કે એક ચોવીસ વર્ષના યુવકે પોતાની જાતને પંખામાં લટકાવીને પોતાના જીવનનો અંત આણ્યો. તપાસમાં જાણવા મળ્યું કે તે નોકરી કરતો હતો અને બીજા બે યુવાનો સાથે એક રૂમમાં રહેતો હતો. થોડા દિવસ પહેલાં ત્રણે જણે દારૂ પીને એકબીજાની મજાક કરી હતી. દારૂ પીધા પછી આપઘાત કરનાર યુવક સૂઈ ગયો અને બીજા બે યુવકે તેને નગ્ન કરીને તેના ફોટા પોતાના મોબાઈલ ફોન પર રેકોર્ડ કરી લીધા હતા. આપઘાત કરનાર યુવકને તેના સાથીઓ નગ્ન ફોટા બતાવી તેની ખૂબ જ મશ્કરી કરતા હતા. આપઘાત કરનારે બંને સાથીઓને નગ્ન ફોટા ફોનમાંથી કાઢી નાખવા વિનંતી કરી ત્યારે તેની પાસેથી બંને જણે મોટી રકમની માગણી કરી. જો ન આપે તો ફોટા સોશિયલ મીડિયામાં મૂકવાની ધમકી આપી. આથી માનસિક રીતે ગભરાઈને આપઘાત કરીને પોતાના જીવનનો અંત આણ્યો.

આવા કિસ્સાઓ ન બને તે માટે આપણા બાળકોને નાનપણથી સમજાવવા જોઈએ કે દારૂ પીવાથી દૂર રહેવું જોઈએ. મિત્રો સાથે રહેતા હોય કે ફરવા ગયા હોય ત્યારે બીજાના આગ્રહથી સામાન્ય રીતે ન પીનારો પણ દારૂના બે- ચાર ઘૂંટડા પી લે છે. આ બાબત પરથી એક એ પણ બોધપાઠ લેવો જરૂરી છે કે મૈત્રી ફક્ત પોતાના જાણીતા કુટુંબના સમજદાર બાળકો જોડે જ કરવી જોઈએ. મા-બાપે પણ પોતાના બાળકોના મિત્રો કોણ છે તેની તપાસ કરતા રહેવું જોઈએ જેથી પોતાના બાળકો ખોટે રસ્તે ન જાય. માનવીનું જીવન બહુ કીમતી છે તેને આપઘાત કરીને ટૂંકાવવું ન જોઈએ.  

Post your comment

Comments

No one has commented on this page yet.

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates