સંપાદકની કલમે...

સંપાદકની કલમે... - ડૉ. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ

ગુજરાત વિધાન સભાના સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નને પરિણામે બહાર આવ્યું કે તા. ૩૦મી જુન-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન કુલ ૧૬૬૨૦ બાળકો ગુમ થયેલ એટલે કે દર મહિને ગુજરાતમાંથી નવથી દસ બાળકો ગુમ થઈ જાય છે. બાળકો કેવી રીતે ગુમ થતાં હોઈ શકે? સામાન્ય રીતે બાળકો લઈ જનારાઓ બાળકો એકલાં ક્યાંય જતાં હોય, ત્યારે તેમને ગમતી વસ્તુની લાલચ આપીને લઈ જતા હોય છે. આ પરિસ્થિતિ ઉભી ન થાય, એટલા માટે વડીલોએ નાનાં બાળકોને ક્યાંય પણ એકલા ન જવા દેવા જોઈએ.. ઘણીવાર પોતાની શાળાએ બાળકો એકલા જતાં હોય છે. જો શાળા બહુ દૂર ન હોય તો બાળકોને રસ્તા જાણીતા હોય છે એટલે પોતાના કામમાં બહુ વ્યસ્ત મા-બાપો બાળકોને એકલાં મોકલી દેતાં હોય છે. ક્યારેક બે-ચાર બાળકો સાથે જતાં હોય અને એકાદ છૂટું પડી જાય, ત્યારે ઠગ લોકો બાળકને ગમતી વસ્તુ આપવાની લાલચે પોતાની સાથે લઈ જાય છે. આવી રીતે લઈ જનારા બાળકો પાસે પોતાના કામો કરાવતા હોય છે અથવા દૂરના ગામમાં કોઈને વેંચી દે છે. આવા બાળકોની જિંદગી બરબાદ થઈ જાય છે. વડીલોએ પોતાનાં બાળકોને ખાસ સમજાવી રાખવું જોઈએ કે અજાણ્યા સ્ત્રી-પુરુષો સાથે તેમણે વાતચીત ન કરવી જોઈએ. જો કોઈ તેમનો હાથ પકડી લઈ જવાની કોશીશ કરે, તો બૂમબરાડા પાડીને આજુબાજુના લોકોને છોડાવવા વિનંતી કરવાનું બાળકોને સમજાવી રાખવું જોઈએ. કોઈ અજાણ્યાં સ્ત્રી કે પુરુષ પાસેથી કોઈ ચીજવસ્તુ લેવી પણ ન જોઈએ. તે બાબત પોતાનાં બાળકોને બરાબર સમજાવી રાખવાં જોઈએ.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates