સંપાદકની કલમે

સંપાદકની કલમે - ડૉ. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ

કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ શિક્ષણમાં માટે પાયે ફેરફારની જાહરેાત કરલે છે આ નીતિ પ્રમાણે સ્કૂલ શિક્ષણમાં પાંચમાં ધોરણ સુધી માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવશે. આ ફેરફાર ખૂબ જ જરૂરી છે અને સરકાર અભિનંદનને પાત્ર છે.

માતૃભાષાને બદલે અંગ્રેજીમાં ભણાવવાનું પહેલા ધોરણથી એસ.એસ.સી. સુધી તો સામાન્ય થઈ ગયું હતું પરંતુ ધીરે ધીરે નર્સરી અને પ્લે ગ્રુપના બાળકોને પણ અંગ્રેજીમાં બોલવાનું ફરજિયાત થઈ ગયું. આ પરિસ્થિતિમાં માતૃભાષા લુપ્ત થઈ જવાની પૂરેપૂરી શક્યતા ઉભી થઈ ગઈ છે. એ તો નિઃશંક છે કે સ્કૂલ કક્ષાએ માતૃભાષામાં શિક્ષણ લેવું વિદ્યાર્થી માટે ઉત્તમ છે.

આપણી માતૃભાષામાં જે શબ્દોની સમૃદ્ધિ છે તે અંગ્રે્જી કરતાં નિઃશંક ખૂબ જ ચડિયાતી છે. અંગ્રેજીમાં કાકા-કાકી અથવા મામા-મામી કે માસા-માસી બધા માટે ફક્ત અંકલ અને આંટી જ છે. તેવી રીતે દાદા-દાદી કે નાના-નાની માટે ફક્ત Grand Father અને Grand Mother છે. આપણે આપણા નામકરણથી જ આપણા સંબંધોને આગવીકરણ આપ્યું છે. આપણી સંસ્કૃતિ છોડશું તો આપણે ઘણું ગુમાવશું.

જો પાંચમાં ધોરણ સુધી માતૃભાષામાં ભણતર વિદ્યાર્થી માટે ઉત્તમ છે. અંગ્રેજી પાંચમાં કે છઠ્ઠા ધોરણથી શીખવવામાં આવે તો એસ.એસ.સી. પછી કૉલેજમાં અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીને વિવિધ વિષયો શીખતી વખતે તકલીફ ન પડે. સાઠ પાંસઠ વર્ષ પહેલાં આ વ્યવસ્થા હતી.

કચ્છ ગુર્જરી હાલ નાના બાળકો વાંચી શકતા નથી અને વયોવૃદ્ધની સંખ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે એટલે કેટલાક લોકોના સુચનો હતા કે કચ્છ ગુર્જરી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં છાપવામાં આવે. પણ હવે કેન્દ્ર સરકારે કરેલા પરિવર્તનથી બાળકો કચ્છ ગુર્જરી ગુજરાતીમાં જ સહેલાઈથી વાંચી શકશે.

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રુઆરી ૨૦૨૧ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates