સંપાદકની કલમે

સંપાદકની કલમે - મધુકર શાહ

લોકડાઉનના પાંચમા ચરણથી આપણે સૌ એક નવી દિશા - નવા વિચારો - નવા અભિગમ - નવા ઉમંગ સાથે નવી શરૂઆત કરી રહ્યા છીએ.

આપ સર્વેને ખુબ ખુબ શુભેચ્છાઓ...

કોરોનાવાઈરસ સાથેની લડાઈ હજી પણ ચાલુ છે, અને તેને હરાવવા આપણે બધા સાથે મળી પ્રચંડ પ્રતિકાર કરશું, તો જરૂર વિજય પ્રાપ્ત કરશું. અલબત્ત, બીજી બધી બીમારીઓ જેમ આ પણ સંપૂર્ણપણે નાબૂદ નહિ થાય, અને તે આપણા જીવનનો હિસ્સો બની રહેશે.

આ સંજોગોમાં આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શક્ય તેટલા પ્રયાસ કરવા જોઈશે. તેની સાથે, તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે, ઘર બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા વગેરે બાબતો ખાસ ધ્યાન રાખવી રહેશે. સામાજિક સ્તરે થોડી દૂરીનું અંતર (social distancing) કરતાં શારીરિક અંતર (physical distancing) રાખવું વધુ જરૂરી છે એમ મારું માનવું છે.

હજી સુધી અમને કચ્છ ગુર્જરીની માસિક આવૃત્તિ છપાવવા માટેની છૂટછાટ મળી નથી. તે સંજોગોમાં અમે જૂન માસનો અંક પણ ફક્ત ડિજિટલ માધ્યમથી પ્રકાશિત કરવો પડી રહ્યો છે. ગયા અંક પ્રમાણે આ અંકમાં પણ ફક્ત આપણા સમાજના લેખકોના મૌલિક લેખોનો સમાવેશ કરવામાં આવેલ છે.

અમારાથી બનશે એટલું જલ્દી અમે કચ્છ ગુર્જરીની મુદ્રિત આવૃત્તિ બહાર પાડવાની કોશિશ કરશું અને તેમાં ડિજિટલ આવૃતિઓમાં લેવાયેલ બધાજ લેખોનો સમાવેશ કરી લેશું, જેથી કચ્છ ગુર્જરી પરિવારના દરેક સભ્યોને તે લેખો વાંચવા મળી શકે.

આ ડિજિટલ આવૃત્તિ વાંચનાર દરેકને વિનંતી કે તેમના પરિવારના સભ્યો તેમજ સગાસંબંધીઓને 'કચ્છ ગુર્જરી બ્રોડકાસ્ટ લિસ્ટ' માં જોડાવા માટે પ્રોત્સાહિત કરે. જેથી વધુ અને વધુ જ્ઞાતિબંધુઓ કચ્છગુર્જરીથી વિમુખ ન રહે. 

આભાર. 

મધુકર શાહ.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates