સમજણ

સમજણ - પ્રેષક: ભાવિની નિલેશ શાહ

લગ્નોત્સુક યુવક-યુવતીઓને આદર્શ ગૃહસ્થ કે ગૃહિણી બનવા માટેનું માર્ગદર્શન:

1. સફળ લગ્નજીવન એ નથી કે જેમાં સર્વગુણ સંપન્ન યુગલ લગ્ન-ગ્રંથિથી જોડાય છે, જેમાં પતિ-પત્ની એકમેકના તફાવતો અને મતભેદોમાં ખુશીયો શોધી લે છે.

2. દરેક ફેમિલીમાં સમસ્યા હોય છે, પણ એ લોકો ખુશનસીબ હોય છે જેમને ફેમિલી હોય છે.

3. સફળ લગ્નજીવન એટલે એવા બે લોકોનું મિલન જેઓ ક્ષમાવાન હોય છે.

4. લગ્નની સફળતા એટલે યોગ્ય સાથી શોધવો એ નહિં, પણ સાથીને યોગ્ય બનવું તે છે.  

5. લગ્નનો એક ફાયદો એ છે કે, તમે એને પ્રેમ કરતાં બંધ થાવ કે એ તમને પ્રેમ કરતી બંધ થાય, પછી પણ સાથે રહેવું જ્યાં સુધી પાછા એક બીજાનાં પ્રેમમાં પડો.   

6. લગ્નજીવન એને કહેવાય જયારે સાથીદારની ખુશી એ તમારી જરૂરિયાત બની જાય.

7. લગ્ન એટલે પ્રેમ કરવાનો નિર્ણય, ક્ષમા આપવાનો નિર્ણય અને સાથે ઘરડા થવાનો નિર્ણય.

 

- મુકેશ પંડ્યા

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates