સંબંધમાં એક જ પ્રોબ્લેમ!

સંબંધમાં એક જ પ્રોબ્લેમ! - ડૉ. મેહા સંઘવી, ભુજ

મને કોઈ સમજતું નથી, સમય જ નથી.

સંબંધ એક એવું બંધન છે જેમાં બંધાવવું પડે છે અને સ્વૈરવિહાર પણ કરી શકાય છે. પ્રેમ, આદર, વિશ્વાસ, સહજતાથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જોડાય ત્યારે એક નામરુપ સર્વનામ લાગે છે. તે છે 'સંબંધ'. આ સંબંધની પરિભાષા જ કંઈ અલગ છે. બંધનોથી યુક્ત છે છતાં બંધન નથી.  એક મુક્તિ બંધન છે. સંબંધ એ વિશ્વાસ અને પ્રેમના ઓક્સિજનથી ચાલે છે. આ ઓક્સિજન સમય રહેતાં સંબંધને નથી મળતું તો તે સુકાઈ જાય છે. અથવા તો એ સંબંધ ખરીને પડી જાય છે.

આ સંબંધમાં બધા જ રહેવા માંગે છે, પણ પોત-પોતાના ધારાધોરણે અને વિચારસણી મુજબ જ. સંબંધ તો ગમે છે પણ તેમાં લગતા બંધનો સૌને નડે છે. ' મને કોઈ સમજતું નથી, મને કોઈ સમય આપતું નથી'. અપેક્ષાના તોરણો અને અકાંક્ષાઓના કુંડાળામાંથી કદાચ બહાર આવીએ તો આ સંબંધને નીરખવાની, વિકસાવવાની ચાવી મળી જશે.  બેશક, સંબંધ જોડાઈ જાય છે પણ નિભાવવામાં આખી જિંદગી પૂર્ણ થઈ જાય છે. આપણી છે અને પૂર્ણ કરવાનું દાયિત્વ પણ આપણું જ છે તો શા માટે બીજા ઉપર આધાર રાખવો. તેની પૂર્તિ કરવા ઈરછીએ આપણે!

એ ખરેખર સમજાતું નથી. સંબંધના વાવેતરમાં તેને પ્રેમ, હૂંફ, લાગણીરૂપી ખાતર આપીએ અને વિશ્વાસરૂપી સૂર્યપ્રકાશ મળી રહે તો બહુ જ થઇ જાય, પણ આ બધા જ શબ્દો હવે કદાચ ડિક્સનરીમાં જોવા નહિ મળે અને તેના ભાવાર્થ પણ નહિ, કારણકે આજે કોઈ પાસે ટાઈમ નથી, કોઈ પાસે સમય નથી, બધા જ લોકો જાણે કોઈ રેસ કે જંગમાં જ ન ઉતાર્યા હોય. તમે હો કે હું, બધાને આ એક જ સામાન્ય તકલીફ છે, બાકી તો બધુ જ બધેય મળે છે.

બસ આ ફરિયાદને જો ફરિયાદ ન કહેતા કંઈક ખૂટે છે, સંબંધમાં એવું નિર્દેશ કરી તેનું વિષ્લેષણ કરીએ તો કદાચ ' સજીવન ' થઇ જાય આ સંબંધ. પ્રોફેશનલ, પર્સનલ લાઈફને અલગ રાખી અલગ દ્રષ્ટિકોણથી જોવાનું રાખીએ તો કદાચ બંને જિંદગી સારી રીતે નિભાવશે. જેમ આપણે કહીએ છીએ મને કોઈ સમજતું નથી, તો એ પણ શક્ય છે. આપણે પણ કોઈને સમજી શકતા નથી એવું બને. બને બાજુથી સમાન વિનિયોગ, સમાંતર વ્યવહાર તો આ પ્રોબ્લેમ જ નહિ રહે. પહેલાં એ સંબંધને સમજવું જરૂરી છે. એ સંબંધ કોની સાથેનો છે? શા માટે છે? પછી તે વ્યક્તિના વ્યવહાર, સ્વભાવને ઓળખી તે મુજબ કાર્ય થાય તો મતભેદ આપોઆપ જ નીકળી જાય અને સુલેહ થઈ જાય. બધા પોતપોતના કર્તવ્ય સમજી આત્મદ્રષ્ટિએ ચાલે તો સંબંધ સુધરી શકે છે. નવા મુકામ સુધી પણ પહોંચી શકે છે. આ જ સંબંધ શિખરોના શિખરો સર કરાવી શકે છે અને નીચે બેસાડી શકે છે. આપણે જો સમજવાનું આપણા પક્ષે ચાલુ કરીએ તો કદાચ સમય જતા સામેવાળી વ્યક્તિ પણ સમય કાઢી આપણેને સમજશે અને પ્રયત્ન્ન પણ કરશે. બસ ફક્ત એક વસ્તુ છે, 'ધીરજ રાખવાની' કોઈ પણ કેમ ન હોય છતાંય ' પ્રેમથી વર્તન કરવાનું , પ્રેમથી બધાની સાથે વાર્તાલાપ કરવો'. નમ્રતા ગુણ, પ્રેમ ગુણ જો કેળવાઈ જાય તો સંબંદોનું ઉપવન નંદનવન બની જશે. આ પ્રોબ્લેમ પણ હંમેશા માટે દૂર થઇ જશે.

જરાક વિચારજો....        

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates