સમય એટલે શુ?

સમય એટલે શુ? - બીના હરેશ શાહ, કોલકાતા (નાંગલપુર)

સમય એટલે.......
આમ જુઓ તો અનાદિ અનંત
આમ જુઓ તો પળનો પ્રસંગ
આમ જુઓ તો શાશ્વતીનું સ્પંદન
આમ જુઓ તો ક્ષણિકતાનું આક્રંદ

આમ જુઓ તો પુરુષાર્થનું પૂજન
આમ જુઓ તો નિયતિનું નર્તન
આમ જુઓ તો કાળનું કીર્તન
આમ જુઓ તો બધુએ એમાં દફન

આમ જુઓ તો સિધ્ધિનું સર્જન
આમ જુઓ તો રિધ્ધીથી રજકણ
આમ જુઓ તો જ્ઞાનીનું ચિંતન
આમ જુઓ તો અજ્ઞાનીનું રુદન

આમ જુઓ તો શ્વાસનું સગપણ
આમ જુઓ તો વ્યર્થનું વળગણ
આમ જુઓ તો કોઈકનું બચપણ
આમ જુઓ તો કોઇકનું ઘડપણ

આમ જુઓ તો ગમાંનું ગળપણ
આમ જુઓ તો અણગમાની અડચણ
આમ જુઓ તો કર્મયોગનું દર્પણ
આમ જુઓ તો અવિનાશીને અર્પણ

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates