સમસ્યા અને સમાધાન

સમસ્યા અને સમાધાન - દિલીપ કે. મહેતા, કોચીન

સંપૂર્ણ સ્વાર્થી બની ગયેલી દુનિયામાં

આજ કોઈને કોઈની પડી નથી

મારું તારુંમાં અટવાઈ ગયા છે.

‘આપણું’ શબ્દ શોધ્યો જડતો નથી.

નૈતિક મૂલ્યો સિવાયના દરેક ક્ષેત્રે,

બેશક પ્રગતિ થઈ છે બેસુમાર.

ભૌતિક સુખ સામગ્રી વધી છે પારાવાર

સાથે લાવી છે અશાંતિ અપાર.

હા પાડવી, પણ કરવું નહી,

નથી થયું એ કહેવું નહીં

બિન્દાસ બની ગયા છે સૌ

કોઈ કામ ગંભીરતાથી કરવું નહીં.

વૉટ્‌સેપ વિગેરેમાં ખોવાઈ ગઈ છે નવી પ્રજા

એમને વાળવા છે બહુ મુશ્કેલ,

પરિણામો પ્રત્યે સજાગ રહેવા ચેતવવું,

બીજો કોઈ સૂઝતો નથી ઉકેલ.

નવી પ્રજા મોજમસ્તીમાં માને છે,

કરકસર, સાદગીની વાતો ગમતી નથી.

દરેક વસ્તુમાં મર્યાદા હોવી જોઈએ

એ હકીકત દિલ-દિમાગમાં ઊતરતી નથી.

સતત પરિવર્તન છે દુનિયાનો દસ્તૂર,

એ કોઈથી ખાળી શકાતો નથી

જે થાય તે થવા દયો

સમજૂતી કર્યા વગર છૂટકો નથી.

જૂનું બધું સોનું નથી હોતું,

નવું બધું નથી હોતું પિત્તળ

બંનેનું સારું અપનાવતા શીખશું તો જ

જીવન બની શકશે શાંતિમય સરળ.

 

 

 

(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates