સમાજનું મહત્ત્વ

સમાજનું મહત્ત્વ - રાખી બિરજુ ગાંધી, ગાંધીધામ

માનવી એક સામાજિક પ્રાણી છે કાઈે પણ વ્યક્તિ અકે લી અટૂલી જીવન ગાળી શકતી નથી. જીવન ગાળવા માટે પરિવાર અને સમાજની જરૂર પડે છે. સમાજની વ્યક્તિ એકબીજા સાથે સંપર્કમાં રહી શકે છે. વિચારોની આપ-લે કરે છે. વ્યવહારિક સંબંધો કેળવાય છે. કૌટુંબીક આદાન પ્રદાન શક્ય બને છે. આવા સમાજ જ શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે આધારસ્તંભ હોય છે. દુનિયાના કોઈપણ વ્યક્તિ રાજા મહારાજા, ગરીબ, તવંગર, બધાને સમાજની જરૂર પડે છે..

મારી દૃષ્ટિએ સમાજ એટલે શું?

જે અદમ્ય ઓળખ થકી, ઉભો હું અડગ આજ..

જે થકી ઓળખાવું સઘળે હું મારી જાત..

જે થકી ખીલે મુજબ વ્યક્તિત્વની સુવાસ..

બસ! તેને ઓળખાવું કહીને હું મારો સમાજ.

દરેક જ્ઞાતિને પોતાનો સમાજ હોય છે. આ સમાજ જ જ્ઞાતિના વિકાસનો વિચાર કરે છે. સામાજિક રિવાજો ઘડે છે. ભારતીય અને સામાજિક સંસ્કૃતિનો વારસો પેઢી દર પેઢી જળવાઈ રહે એ માટે સમાજનું ઘણું મહત્ત્વ છે. સમાજ થકી પરંપરા, ધર્મ, સિદ્ધાંતો સચવાય છે. સામાજિક એકતા રાષ્ટ્રની મજબૂતીનો પાયો છે.

સામાજિક એકતા શ્રેષ્ઠ સમાજનું અગત્યનું પરિબળ છે. શ્રેષ્ઠ સમાજ, ઉત્તમ સમાજ કોને કહેવાય.

જ્યાં ઓછી હોય અપેક્ષા અને માંગણી,

જ્યાં હમેશા સમજાય એકબીજાની લાગણી..

જ્યાં સુખ હોય કે હોય દુઃખ.

ઝાલી રાખે સૌ એકમેકની આંગળી.

હકીકતમાં સમાજ એટલે એક પરિવાર.. જ્યાં સંબંધોના મૂલ્યો જળવાય.. જ્યાં પ્રસંગો પ્રેમથી ઉજવાય.. સ્નેહ અને સુવ્યવસ્થાથી એક સુંદર સમાજનું નિર્માણ થાય. સમાજની ઉન્નતિનો આધાર યુવાધન પર પણ છે. વ્યસનમુક્ત, સંસ્કારી અને શિક્ષિત યુવાધન ઉત્તમ સમાજનું નિર્માણમાં અગત્યનો ભાગ ભજવી શકે.

સમાજના વિકાસ માટે સંગઠન અને સંસ્થાઓ જરૂરી છે. હું અને તમે સમાજના વિકાસ માટે શું કરી શકીએ? એવા સંગઠનમાં જોડાઈ સમાજના વિકાસનો વિચાર વિમર્શ કરી શકીએ. સાધારણ પરિવારના તેજસ્વી બાળકો, પૈસાના અભાવથી શિક્ષણથી વંચિત ન રહે એનો પ્રયાસ કરી શકીએ. મંદિર અને હોસ્પિટલમાં દાન આપવાની સાથે કોઈ જરૂરિયાતમંદ જ્ઞાતિબંધુને પણ મદદ થાય એવા વિકલ્પો શોધી શકીએ. અહ્‌મ અને ભેદભાવ ભૂલી, કુરિવાજો ત્યાગી એક એવા એવા સમાજનું સપનું સેવીએ. જ્યાં બંધન ન હોય, પણ વ્યવસ્થા હોય.. જ્યાં સૂચન ન હોય પણ સમજણ હોય.. જ્યાં કાયદા ન હોય પણ અનુશાસન હોય... જ્યાં સંસ્કારી યુવાધન હોય, જ્યાં માવતરના મેળાવડા હોય.. જ્યાં સારા નરસા પ્રસંગે સૌ સાથે ચાલતા હોય.

 

 

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates