સફળતાની સોનોગ્રાફી

સફળતાની સોનોગ્રાફી - ડૉ. મેહા સંઘવી, ભુજ

‘સફળતા’ રાતોરાત નથી મળતી તો સફળતા બેઠા બેઠા પણ નથી મળતી. સફળતા મળે છે સખત અને સતત પુરુષાર્થથી - કડી મેહનતથી - માત્ર નસીબના ભોગે / ભરોસે બેસી રેહવાની જરૂર નથી. મહેનતનો રંગ ત્યાં જ પૂરવો પડશે નો ડાઉટ મેચિંગ કરવાંમાં સમય ચોક્કસ લાગશે. જ્યાં સુધી આપણા ભાગ્યના પડદા પર મહેનતનો રંગ મેચ નહિ થાય ત્યાં સુધી સખત અને સતત પુરુષાર્થ આદરવો જ પડશે. એમ જ બેઠા બેઠા તો રંગ મેચ થવાનો નથી, પ્રયાસ જરૂરી છે.

આ સફળતા મેળવવામાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે, 'આપણી જવાબદારી'. આ સફળતા મેળવવાની જવાબદારી આપણી પોતાની છે. આપણા સિવાય બીજો કોઈ આપણને સફળતા અપાવશે એવી માન્યતા જ ભૂલભરેલી છે.  મોટા ભાગના લોકો આ ભૂલ - ભલામણીમાં ફસાઈ જાય છે. - આવા ફસાયેલા બધા જ લોકો નિષ્ફળ પૂરવાર થાય છે. સફળ થનારા માણસો ક્યારેય આ ભૂલભૂલામણીમાં ફસાતા નથી, તેઓ પોતાની દરેક પ્રવુતિમાં પોતાને જ જવાબદાર ઠેરવે છે. કોઈ પણ કામ બરાબર ન થયું ત્યારે તેનો આરોપ બીજા પર નાખનારા માણસ અસફળ બને છે. જયારે આવા પ્રસંગોમાં જાતને જ જવાબદાર / કસૂરવાર ઠરાવનાર માણસ સફળતાનો ખજાનો મેળવીને જ રહે છે. બીજા પર આરોપ લગાવનાર માણસ પોતાની આગળ વધવાનો રસ્તો જાતે જ બંધ કરી દે છે.  એક વાત સમજી લેવાની ખાસ જરૂર છે કે જે માણસ બીજા પર આરોપ લગાવે છે તે માણસ એટલું પુરવાર જરૂર કરે છે કે તે પોતાની સંપુણઁ જવાબદારી નો અસ્વીકાર કરે છે. સફળ માણસ ‘ આણે આમ કયુ છે માટે મારૂ આવું થયું' આવું તો કયારેય બોલતો નથી કે યશ - અપયશની ચિંતા કરતો નથી - આવા વ્યક્તિઓ જ અસફળતાથી સફળતાનો દૌર પૂરો કરી શકે છે - મંઝિલ સુધી પહોંચી તેને મેળવી શકે છે. સારા અને નરસા બંને સમયમાં જાતને જ જવાબદાર ગણે છે. બસ જરૂરી એ છે કે એ પ્રયાસ સાચી દિશામાં હોવો / થવો જરૂરી છે. 

સફળ બનવા માટે જો આપણે નિષ્ફળ થયેલ વ્યક્તિને આપણા રોલમોડેલ બનાવીએ તો સફળતા અંગેનો ખ્યાલ અને દ્રષ્ટિકોણ બંને સ્પષ્ટ થઇ જશે અને એ દિશા માં આપણા પ્રયત્ન ચાલુ થઇ જશે. સફળ વ્યક્તિની સ્ટોરી માત્ર ઇન્ફોર્મનશન આપશે જયારે નિષ્ફળ વ્યક્તિની સ્ટોરી આપણને સફળતાની ચાવી આપે છે, તેનો અનુભવ આપે છે, તેની ભૂલો બતાવે છે - તેની સાથે તે ભૂલો સુધારવાની ચાવી પણ આપે છે.

સ્ટીવ જોબ્સ, મીરોલ જોર્ડન, જેક એન્ડ્રાકા, ડો. અબ્દુલ કલામ, એલિઝાબેથ બેકવેલ, વૉલ્ટ ડીઝની, મિલ્ટન હસી, અબ્રાહમ લીંકન, અલ્બર્ટ આઈન્સ્ટાઈન, બીલ ગેટ્સ, ચાલ્સ ડાર્વિન, ચાર્લી ચેપ્લિન, માર્ક ઝુકરબેર્ગ, સ્ટીફન કિંગ, થોમસ અલ્વા એડિસન, આવા તો ઘણાંય ઉદાહરણ આપણી આસપાસ છે જેમણે પોતાની નિષ્ફળતાને જ સફળતાની પહેલી સીડી બનાવી અને પોતાના માટે એક નવો માર્ગ કંડાર્યો છે.

આ સફળતા મેળવવા માટે કંઈક તો જરૂરી છે પરંતુ શુ? તેના સ્ટેપ્સ (Steps) :-

(1) આત્મવિશ્વાસ,

(2) તમારા તે દિશામાં થતા સતત અને સખત પ્રયત્ન,

You can do it, you will do it, nobody can stop you to achieve your goal, Be Positive.

(3) સમય આપવો,

(4) પ્લાંનિંગ બનાવવો,

(5) તેમાં મદદરૂપ વ્યક્તિની સલાહ અને ટીમ વર્ક,

(6) કદાચ નિષ્ફળતા મળે તોય નિરાશ ન થતા પણ કંઈક શીખ્યાનો આનંદ વ્યક્ત કરી ફરી નવા જોમ અને ઉત્સાહ સાથે ફરી કાર્ય કરવા તત્પર બનવું.

કદાચ આ સ્ટેપ્સથી માણસ નિષ્ફળ બનતા તો અટકી જ જશે અને સાથો સાથે સફળતા માટેની કેડીઓ ખૂલી થઇ જાય એવું ન બને !

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates