ધરતી પાણી વનસ્પતિ ને આકાશ
સર્વ જગતમાં છે એનો વાસ
માનવી ફર્યા કરે છે દિવસ રાત
હવે તો લે ક્યાંક શાંતિ નો શ્વાસ
ભવોભવ ફર્યા છે યોની ૮૪ લાખ
તો પણ સુખ ના આવ્યો એની પાસ
પૂર્ણ વિરામ ની જરૂર છે ખાસ
નહીં તો દુર્ગતિમાં જઈને થઈ જશે ખાક
દીઠો ન હોય એવી આંધળી દોટ છે લાગી
પણ કર્મ સત્તા ની સોટી ક્યાં છે વાગી
હજી સમય છે જા તું જલદી જાગી
ધર્મને વળગીને બની જા તું વીતરાગી
સંસાર રૂપી જંગલમાં જેને બીક લાગી
તે જ બની શકે છે ધર્મનો અનુરાગી
માટે જિનવાણી પર રાખો શ્રધ્ધા સાચી
તો જ બની શકશો તમે સાચા ત્યાગી.