મિત્ર, તને રૂબરૂ થવું છે.
મારા દિલની વાત કહેવી છે.
તારી સાથે નજર થી નજર મિલાવવી છે.
મારું અને તારું સુખ સાથે ભોગવવું છે.
તારું અને મારું દુઃખ સાથે મળી હળવું કરવું છે.
તારા એક સાદે તારી પાસે પહોંચી જવું છે.
મારા જીવનને ફરી મહેકતું કરવું છે.
હાથમાં હાથ મિલાવી થોડું રડી લેવું છે.
ફોનમાં થયેલી વાતોમાં અધુરાશ લાગે છે.
મિત્ર તારી સાથે ફરી પ્રત્યક્ષ થવું છે.
કોરોનાએ ઘરમાં કેદ કર્યા છે.
નથી મળી શકાતું એનું ખેદ છે.
સૌની હાલત સમજી શકાય છે.
પણ મન હવે ઉતાવળું થયું છે.
મને ફરી દરેક સંબંધમાં જીવવું છે.
આ મિત્રતા ના દિવસે ઈશને પ્રાર્થના છે,
અમે મિત્રો જલ્દી મળીશું એવી આશા છે.
ફરી સાથે મળી જૂના સંભારણા યાદ કરવા છે.
આવનારા સુંદર દિવસો માણવા છે.
મિત્ર તારી સાથે એકરૂપ થવું છે.
તારી સાથે લડવું ઝગડવું છે.
મિત્ર, તને રૂબરૂ થવું છે.