રાતું પાણી

રાતું પાણી - કુલીન નરેશ ઝવેરી, ભુજ

૧૯૦ વર્ષની અવિરત કાળરાત્રિની છે આ વાત

અંતે જેના ખીલ્યું ભારતવર્ષની સ્વતંત્રતાનું પ્રભાત

વેપારના નામે ઘૂસી હતી કપટી ગોરાઓની મોટી નાત

લૂંટતા ભારતની સમૃદ્ધિ, વૈભવ, ભવ્યતા,  નહતો લાગ્યો તેમને થાક 

 

કરવા એ બારાતુ લૂંટારાઓને દેશથી બાકાત,

વહ્યા'તા મડદાં જે રક્તસરોવરે તેના  "રાતાપાણી"ની છે આ વાત

 

ભારતમાએ પણ એવા-એવા સપૂત આ માટીએ જણ્યા 

નામી-અનામી એ શૂરાઓના આંકડા ગણાય નહિ ગણ્યા

જાહોમ! કરીને ઝંપલાવ્યા, ને દુશ્મનોને હણ્યાં

હોમાયા સ્વતંત્રતા- યજ્ઞે, ને શાહિદ-ગતિએ ઠર્યા 

 

શુભારંભ કર્યું સ્વયંને વધેરીને, બ્રિટીશરાજ સામે દંગલ

પાડી ગાબડું પહેલું ગોરાઓનાં ગઢમાં, શહીદ થયો પાંડે મંગલ

ઝર્યો અહીંથી સ્વતંત્રતા દાવાનળનો પ્રથમ તણખલો 

ને પછી તો મચાવ્યો ભારતીય શૂરાઓએ સ્વયંના શવોનો ખડકલો.

 

કેટલાય ભગત, સુખદેવ, રાજગુરુ,આઝાદ, ખુદીરામે કર્યા સ્વાહૂતિતણા ધીંગાણાં  

તો, કેટલાય અનામી વગર લખાવે નામ ઇતિહાસે, ગોળીએ વીંધાણા 

ઉકળતા સ્વયંના લોહીથી ઉકાળ્યું ભારતનું યુવાજોમ 

ભડના દીકરા ભગતે ધણધણાવ્યા ચાલુ ન્યાયાલયે બોમ 

 

સપૂતોજ નહિ, મર્દાનીઓએ પણ રણકાવ્યો હતો પ્રચંડ રણકાર 

રોકી દીધા હતા જેણે ગોરીસેનાના એકચોટ ધબકાર 

સ્વરાજ માટે નીકળી પડી કેડે પોતાનું બાળ બાંધી

એ લક્ષ્મીબાઈએ તલવારના ફૂંફાડે વરસાવી'તી રણમેદાને આંધી

 

પ્રાણની કરીને લહાણી જેમણે દીધી અંગ્રેજી શાસનને માત

એવા મહાન શહીદોની આ મહામૂલી છે વાત

આ બધા પુત્રો-પુત્રીઓ ઝળહળશે સુવર્ણ ઇતિહાસ પૃષ્ઠે સદૈવ

ગળથુથીએથીજ મળી હતી જેને માદરેવતન માટે મરી ફીટવાની ટેવ

 

મળી સ્વતંત્રતા ભારતીય શૂરાઓની લાશોના ખડકાયેલા ડુંગરેથી 

ને, વહ્યાતા જે રક્તરૂપી રાતાપાણીના એ મસમોટા સરોવરેથી

જે માટીએ આળોટીને અનુભવાય છે આજે સ્વાતંત્રયની હાશ

તેના જ કણમાં ક્યાંક ધરબાયેલી છે બલિદાનીઓના "રાતાપાણી"ની રતાશ

 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates