રત્ન કણિકા

રત્ન કણિકા - દિનેશ દોશી, બોરીવલી

આપણા પૂર્વજો નીચા મકાનમાં રહેતા, ઉંચા માણસો હતા.

તેઓ કાચા મકાનમાં રહેતા સાચા માણસો હતા,

આપણે એમની વિરુદ્ધ છીએ.

*** *** ***

સત્ય અને નયાય માટે ઉત્કંઠા રાખવી

તેનું નામ સિદ્ધાંત.

*** *** ***

આજની જિંદગી ઘોડીયાઘરથી શરૂ થાય .. અને ઘરડાઘરમાં પૂર્ણ થાય.

*** *** ***

દૂધનું તત્વ છે મલાઈ, અને માનવનું તત્વ છે ભલાઈ.

*** *** ***

માણસે લખી શકાય એવું જીવવું જોઈએ,

અથવા જીવી શકાય એવું લખવું જોઈએ.

કારણ... માણસ બે રીતે યાદ રહે છે

એક એના કૃત્યો થકી, બીજુ એની કૃતિઓ થકી.

*** *** ***

દિવસ એવો વિતાવો કે રાત્રે તરત ઉંઘ આવે,

રાત એવી વિતાવો કે સવારે સંતાપ ન થાય,

યુવાનીમાં એટલું મેળવો કે બુઢાપામાં માંગવું ના પડે

અને જીવન એવું વિતાવો કે મોત આવે ત્યારે ડર ના લાગે.

*** *** ***

આજની યુવા પેઢી એક વાત ધ્યાનમાં રાખજો

માત્ર છત અને દીવાલોથી ઘર નથી બનતું

પ્રેમરૂપી ઈંટોથી ઉભું થાય છે.

હૃદયરોગથી બચવા માટે હૃદયમાં એક એવું મંદિર બનાવો

જેમાં બીજાના સદ્‌ગુણો પધરાવી શકો

અને.. એક એવું કબ્રસ્તાન બનાવો

જેમાં બીજાના અવગુણો દફનાવી શકો.

*** *** ***

જુના જમાનામાં રડતું બાળક એની જનેતાનો પાલવ પકડી લેતું

જ્યારે.. અત્યારે બાળકનો હાથ જનેતાના વસ્ત્રો સુધી પહોંચતો જ નથી.

કારણ... લોકો અત્યારે કપડાને બદલે ફેશન પહેરે છે.

*** *** ***

પહેલા સમયમાં કુટુંબનો એક સભ્યા છુપી બચત કરી લેતો,

આખું કુટુંબ બચી જતું. આજના સમયમાં કુટુંબનો એક સભ્ય ખોટો ખર્ચ કરી લે છે

આખું કુટુંબ બરબાદ થઈ જાય છે.

*** *** ***

તમે જ્યારે હસો છો ત્યારે જાણે ઈશ્વરને પ્રાર્થના કરો છો, પણ

જ્યારે કોઈને હસાવો છો ત્યારે તો ઈશ્વર તમારા માટે પ્રાર્થના કરે છે.

 

 

(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

No one has commented on this page yet.

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates