રક્ષા બંધન

રક્ષા બંધન - રોશની ગૌતમ શાહ, વર્ધમાન નગર, ભુજ

વાત કહું છું ભાઈ બહેનની; સાંભળજો નર ને નારી,
જગમાં જડે ન જોટો જેનો, એવી રૂડી પ્રીત અમારી.

ખાટાં મીઠાં સ્નેહનાં સંભારણા; જીવનભર સાથે રહેવાના,
બેનડી મારી ચાલી સાસરે, સંબંધ અમારા નથી ખોવાના!

નિત નિત પ્રાર્થે પ્રગતિ અમારી,સદા શુભચિંતક કહેવાતી,
રક્ષા હાથમાં બાંધતી સાથે, સ્નેહીલ આંખોમાં અમી વરસાવતી.

રક્ષા બંધાવી ઋણી બન્યો, સુખદુઃખનો સહભાગી બન્યો,
રેશમ કેરી ગાંઠ થકી, જીવનભરનો સદ્દભાગી બન્યો.

પ્રેમતણી આ સુવાસ સંબંધની, રહે મહેકતી અમારા દિલમાં,
નજર ના લાગે કોઈની જગમાં, આંચ ના આવે આ સંબંધમાં.

વાત એ જ કહેવી છે મારે, રક્ષાબંધનના આ તહેવારે,
આવે સંકટની ઘડીઓ જ્યારે, પાર ઉતરીએ એકબીજાના સથવારે.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates