રક્ષાબંધન

રક્ષાબંધન - શ્રીમતી હર્ષાબેન વિપુલ ઝવેરી, ભુજ

આજે શ્રાવણ માસ ને, પૂનમનો દિવસ છે.

દિવસ આવ્યો રક્ષાબંધન, વ્હાલભરી બહેનની વધામણી.

હૈયામાં હરખ ન સમાય રે, રક્ષા કેરી રાખડી બાંધું.

મારા વ્હાલા વીરને રે, બેનીએ બાંધી રાખડી આજે.

શોભે કેવી ભાઈને હાથ રે, અંતરના શુભ આશિષ સાથે.

બેની આશીર્વાદ આપે, વીરો મારો અમર રહે.

ખૂબ પ્રગતિ કરતો આગળ વધે, ધર્મધ્યાનમાં રુચિ ધરાવે.

વીરો મારો જુગ જુગ જીવે, એવું બહેની હૈયૈ ધારતી.

અંતરના શુભ આશીષો આપતી.

 

 

 

 

(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates