રખડવાનો આનંદ

રખડવાનો આનંદ - પ્રેમ વિપુલ ઝવેરી, ભુજ

અમે શ્રી આરાધનાભવન જૈન સંઘ ભુજ સંચાલિત શ્રી જિત-હીર-કનકસૂરિશ્વરજી જૈન ધાર્મિક પાઠશાળામાંથી યાત્રાપ્રવાસ આયોજિત કરેલ હતો. તેમાં હું પ્રવાસે ગયો. જે મારો યાદગાર બની ગયો છે.

અમે આ પ્રવાસમાં લગભગ ૧૦૦ જણ સાથે ગયા હત. તે યાત્રાપ્રવાસમાં ૮થી ૭૫ વર્ષના વૃદ્ધ બેન પણ સાથે હતા. અમે શુક્રવારે બસથી રાત્રે ૮ વાગે ભુજથી ભિલડીયાજી તીર્થ ૩૦૫ કિલોમીટરની મુસાફરી કરી સવારે લગભગ ૪ વાગે ભિલડીયાજી તીર્થે પહોંચ્યા. બે કલાક આરામ કરી. સ્નાન કરી, પ્રભુ પૂજાભક્તિ કરી સામુહિક ચૈત્યવંદન કર્યું પછી જય જય શ્રી પાર્શ્વનાથની ધૂન મચાવી ભક્તિમાં અનેરો આનંદ આવ્યો પછી સવારની નવકારશી કરી.

ભિલડીયાજીથી દંતાણી આવ્યા. ત્યાં શ્રી સીમંધરસ્વામી છે. ત્યાં ભગવાનને થાળ ચડાવ્યો, સમૂહ દર્શન કર્યા અને સામુહિક ભાવપૂજા કરી.

દંતાણી તીર્થથી વરમાણ તીર્થ આવ્યા. ત્યાં ભગવાન મહાવીર સ્વામી છે ત્યાં થાળ ચડાવી પ્રભુ દર્શન ભક્તિ સામુહિક કરી અને બપોરનું ભોજન લીધું.

વરમાણથી ભોજન લીધા પછી ૧૫ કિ.મી. પછી જીરાવલાતીર્થ આવ્યા. વિશ્વવંદ્ય જીરાવલા પાર્શ્વ પ્રભુની ભક્તિ કરી થાળ ચઢાવ્યો.

જીરાવલાથી ૨૯ કિ.મી. દૂર ભેરૂતારક ધામ આવ્યાં. ત્યાં શ્રી સહસ્ત્રફેણા પાર્શ્વનાથ ભગવાનના સામુહિક દર્શન, ભાવભક્તિ કર્યા.

ભેરૂતારકથી શિરેડી ૧૨ કિ.મી. દૂર આવ્યા ત્યાં મુનિસુવ્રત સ્વામી ભગવાન હતા. શનિવારનો દિવસ અને ખૂબ જ ભાવથી દર્શનભક્તિ કર્યા.

શિરોડીથી પાવાપુરી તીર્થ ૭ કિ.મી. આવ્યા અને ત્યાં સાંજના ચોવિહાર કર્યા અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પ્રભુદર્શન ભક્તિ કરી. રાત્રિ રોકાણ પાવાપુરીમાં કર્યો અને રાત્રે સંધ્યાભક્તિ ભાવનામાં ખૂબ જ રમઝટ જમાવી. પાવાપુરીમાં ઘણા બધા યાત્રાળુ હતા. ભાવનામાં પણ ખૂબ મજા આવી. મેં ચામર નૃત્ય કર્યો અને ખૂબ જ સારી રીતે આખો દિવસ ૬-૭ ગામની યાત્રા કરી. રાત્રિ રોકાણ કર્યું.

પછી બીજા દિવસે પાવાપુરીમાં શંખેશ્વર પાર્શ્વજીનની પૂજા ભક્તિ કરી, નવકારશી કરી પાવાપુરીથી શિરોહી ૧૬ કિ.મી. આવ્યા ત્યાં આદિનાથ ભગવાનના દર્શન ભક્તિ કર્યા.

શિરોહીથી બ્રાહ્મણવાડી ૧૮ કિ.મી. મહાવીર પ્રભુની દર્શનભક્તિનો લાભ લીધો અને બપોરનું ભોજન કર્યું. બ્રાહ્મણવાડાથી લોટાણા ૧૪ કિ.મી. આવ્યા. પ્રભુદર્શન ભક્તિ કરી લોટાણાથી નાંદિયા ૭ કિ.મી. આવી શ્રી જીવિત સ્વામીના દર્શન ભક્તિ કરી.

નાંદિયાથી માનપુરા (આબુરોડ) ૪૦ કિ.મી. આવ્યા. સાંજે ચોવિહાર કરી પદ્માવતી પાર્શ્વપ્રભુજીના દર્શન ભક્તિ કરી સાંજે ભાવના કરી રાત્રે જ્ઞાન ગમ્મત કરી રાત્રિ રોકાણ કર્યું.

ત્રીજા દિવસે સ્નાત્ર પૂજા ભણાવી પાર્શ્વજિનની પૂજા ભક્તિ માનપુરામાં કરી સવારે નાસ્તો વાપરી માનપુરાથી દેલવાડા ૮ કિ.મી.. જનવિખ્યાત જિનાલયો છે જેમાં અદ્દભુત કોતરણી છે. ત્યાં આદિનાથ ભગવાન અને નેમિનાથ ભગવાનના દર્શન ભક્તિ કરી. દેલવાડામાં દેરાણી-જેઠાણીના ગોખલા જોયા.

દેલવાડાથી અચલગઢ ૭ કિ.મી. આવ્યા. ત્યાંથી મૃગથલા ૨૫ કિ.મી. આવી શ્રી મહાવીર જિનના દર્શન ભક્તિ કરી બપોરનું ભોજન લીધું.

મૃગથલાથી શંખેશ્વર મહાતીર્થ- ૧૯૦ કિ.મી. આવ્યા. ત્યાં સાંજે ચોવિહાર કરી શંખેશ્વરદાદાની ભાવભક્તિ કરી દેલવાડાના દેરાસરમાં ઝીણી ઝીણી કોતરણી બહાર અને અંદરની ઉડીને આંખે વળગે તેવી છે.

દરેક તીર્થોમાં ધૂન મચાવી, થાળ ચઢાવ્યા. સાંજે આરતીનો લાભ લીધો. ઘંટનાદથી સર્જાયેલું ભક્તિમય વાતાવરણ મનને શાંતિ આપતું હતું.

કુદરતી વાતાવરણનાં આવાં સુંદર તીર્થસ્થાનોથી તનને તાજગી અને મનને દિવ્ય શાંતિને અનુભવ થાય છે. બસમાં બેસીને ધાર્મિક પેપરો ભર્યા. પ્રશ્નો પૂછીને ઈનામો આપ્યાં. આ યાત્રા કરાવવા અમારી પાઠશાળાના પં. ગુરુ શ્રી દીપકભાઈ કોઠારી અને સુનીલ સર હતા. દરેક તીર્થોની મહત્તા અમારા પાઠશાળાના બંને સર સમજાવતા હતા. તેનાથી અમને પૂજાભક્તિ કરવામાં અનેરો આનંદ આવતો હતો તેમજ દાતાઓના સહયોગથી પાઠશાળાના નાના-મોટા વિદ્યાર્થીઓનું યાત્રાપ્રવાસ કરવાથી જે આનંદ મેળવ્યો તે જિંદગીનું યાદગાર પ્રવાસ છે.

જિંદગીમાં આ યાત્રાપ્રવાસ ક્યારે પણ ભૂલી ન શકાય. આટલા ઓછા સમયમાં આટલા બધા તીર્થોની યાત્રા કરી એ મારા જીવનનો રેકોર્ડ થઈ ગયો. આમ અમારા પ્રવાસના સોનેરી દિવસો પૂરા થઈ ગયા. અમે આ પ્રવાસ વૈશાખ મહિને કર્યો છતાંય ક્યાંય ગરમી ન લાગી અને કોઈ દાદાની કૃપાથી હેરાન પણ ન થયા.

‘જિંદગીમેં ખુશી આયે બહાર બનકે,

ઐસા પ્રવાસ બાર-બાર આયે ફૂલોં કા હાર બનકે.’

 

 

 

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮)

 

(કચ્છ ગુર્જરી ફેબ્રૂઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)  

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates