પ.પૂ.જયદર્શન વિ. મ.સા.નો પરિચય

પ.પૂ.જયદર્શન વિ. મ.સા.નો પરિચય - પ્રેષક : હર્ષા વિપુલ ઝવેરી

છેલ્લા ૨૯ વર્ષમાં ત્રીસ હજારથી વધુ વખત પગપાળા વિહાર કરી ટૂંક સમયમાં જ દીક્ષા જીવનના ૩૦મા વર્ષમાં પદાર્પણ કરનાર પ.પૂ. જયદર્શન વિ.મ.સા. સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. જયઘોષ સૂરિશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય છે તથા નવકાર સાધક સ્વ. પ.પૂ.મૂ. જયસોમ વિ.મ.સા.ના શિષ્ય છે.

બેંગ્લોર મુકામે ગાંધીનગર શ્વે.મૂ.પૂ.સંઘના સાંનિધ્યે પૂજ્યશ્રીની સજોડે દીક્ષા થઈ ત્યારે એકી સાથે પાંચ દીક્ષાઓ શાસન પ્રભાવક બની હતી. સ્વ.ભુવનભાનુસૂરિજી મ.સા.ના સમુદાયના અનેક મહાત્માઓ પાસે જૈન તથા ઈતર દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ કરી છેલ્લા ૨૭ વર્ષથી કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિસા અને ઝારખંડના અનેક શ્રી સંઘોમાં મહામંત્ર નવકારની આરાધનાઓ આજીવન માટે સામાયિક સાથે માહીમ કરાવી છે. જૂન-૧૯ના નિકટના સમયમાં કચ્છના ભુજ નગરે પૂરા ભારતવર્ષનું ૪૦૦મું નવલખા જાપ, અનુષ્ઠાન ધામધૂમથી સંપન્ન થતાં આરાધકોની સંખ્યા ૨૭૫૦૪થી વધુ થઈ છે તથા ૩૬૦થી વધુ આરાધક મંડળોની સ્થાપના સાથે હાલમાં ૨૭ અબજ નવકારના સામુહિક જાપ અનેક શ્રીસંઘોમાં ચાલે છે. દેરાવાસી, સ્થાનકવાસી, દિગંબર અને તેરાપંથી સમાજના શ્રાવક-શ્રાવિકાઓ સ્વેચ્છાએ જોડાયા છે.

પૂર્વજો મૂળ મુંદ્રા શહેરના હોવા છતાંય નેમિપ્રેમી તરીકે ઓળખાતા પ.પૂ.મ.સાહેબ પ્રથમ વાર જ વિહાર કરતાં કચ્છમાં પધારેલ. સાંસારિક સી.એ. સમકક્ષ અભ્યાસ, ઉંચી સુખ-સાહ્યબી તથા વ્યાપક વ્યવસાયિક ક્ષેત્રો હોવા છતાં ૪૫ આગમના અભ્યાસ સાથે પ્રબુદ્ધ પ્રવચનકાર, ચિંતક, લેખક અને શાસન પ્રશાસક પ.પૂ. જયદર્શન વિ.મ.સા.ના વિશ્વ વિક્રમ જેવા ૪૦૦માં અનુષ્ઠાનની નોંધ સ્થાનિક ૧૮થી વધુ સમાચાર પત્રો તથા ટી.વી. ચેનલે લીધી છે. પ્રભુ મહાવીરના શાસનના છેલ્લા ૨૫૫૦થી વધુ વર્ષોનો આ અદભુત રેકોર્ડ છે જેથી પડતા કાળમાં પણ ઠેકઠેકાણે આરાધકો ભૌતિકતાના આકર્ષણોથી પર બની આજીવન સામાયિક સાથેના મૌન નવકાર જાપમાં જોડાયા. પૂજ્યશ્રી ૬૨ વર્ષની ઉંમરે પણ લોકોપકારના કાર્યો સાધી રહ્યા છે.

પૂજ્યશ્રી પણ સ્વયંના સ્વ. ગુરુદેવના આશીર્વાદ સાથે ઈ.સ. ૨૦૨૧માં નવકાર જાપના ૫૦ વર્ષ પૂરા કરશે અને વિવિધ મંડળો ગોલ્ડન જ્યુબિલી ઉજવશે. સજોડે દીક્ષીત થનાર સાધ્વી શ્રી ભવ્યગુણાશ્રીજી વિ.સં. ૨૦૭૪નું ચાતુર્માસ ગિરનાર જેવા પવિત્રધામ તીર્થમાં બિરાજમાન છે. 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates